Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- બંગાળ ચૂંટણી પ્રચાર પછી સિક્કિમમાં પીએમ મોદી ‘યુવા મિત્રો’ સાથે ફૂટબોલ રમ્યા
- રાજનાથ સિંહ બિશ્કેકમાં ચીનના સંરક્ષણ પ્રધાનને મળ્યા, ‘પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા’ પર ચર્ચા કરી
- આજનું રાશિફળ (૨૯/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૯/૦૪/૨૦૨૬)
- ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઐતિહાસિક પરિણામો બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો વિશેષ આભાર માન્યો
- મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો
- ભારતને આવતા મહિનાની શરૂઆતમાં S-400 મિસાઇલ સિસ્ટમનું ચોથું યુનિટ મળવાની તૈયારી શરુ
- ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે UAE એ તેલ ઉત્પાદન જૂથો OPEC, OPEC+ છોડવાની જાહેરાત
- વ્હાઇટ હાઉસના પ્રેસ ડિનર શૂટર પર ડોનાલ્ડ ટ્રમ્પની ‘હત્યાના પ્રયાસ’નો આરોપ સાથે કાર્યવાહી
- સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરની હાર, લોધીકાથી ધીરુભાઈ સરવૈયાના પુત્રની જીત
- રાજકોટ શહેર-જિલ્લા-તાલુકામાં ભાજપનું ભવ્ય પ્રદર્શન, કોંગ્રેસ અને આપનો સફાયો
- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમ નજીક ૧૫ અબજ ડોલરના ગુગલ એઆઈ ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો
Author: dhrumit
(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ શ્રી તનુ ગુરૂએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ૧૯૯૫માં ભારતીય નૌ સેનામાં જોડાયેલા શ્રી તનુ ગુરૂ ૨૦૨૫ના નવેમ્બર મહિનાથી ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફલેગ ઓફિસર કમાન્ડીગ તરીકે નિયુક્ત થયેલા છે.આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.
(જી.એન.એસ) તા. ૨૪ વાવ-થરાદ, ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ-થરાદ જિલ્લા ખાતે યોજાવાની છે તે અનુલક્ષીને થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ ભારતીય સૈન્ય અને સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી હતી અને પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના શસ્ત્ર પ્રદર્શનો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ વધે છે તેમજ દેશના સશસ્ત્ર દળો પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બને છે. અધ્યક્ષશ્રીએ ખાસ કરીને વાલીઓને બાળકો સાથે આવી પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી, જેથી આગામી પેઢીમાં દેશભક્તિ,…
ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી ગાંધીનગર, ➢ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનામાં દંડનીય વ્યાજ માફી માટે one time રાહત યોજના➢ 6 મહિનાની સમય મર્યાદામાં આવાસના હપ્તાની મૂદ્દલ સંપૂર્ણ ભરપાઈ કરે તેમની દંડનીય વ્યાજની રકમ માફ કરાશે.➢ 9 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને કુલ રૂા.154 કરોડની દંડનીય વ્યાજ રાહત મળશે.➢ મૂદ્દલ સંપૂર્ણ ભરી દેનારા લાભાર્થીઓને માલિકી હક્ક મળતા પોતે મકાન માલિક બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગુજરાત ગ્રામ…
(G.N.S) Dt. 23 ગાંધીનગર, પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને મહાત્મા ગાંધી નરેગા અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાઇ. ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં તાજેતરમાં ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ અંતર્ગત અમલીકૃત યોજનાઓની કામગીરી અંગે વ્યાપક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ(PMAY-G), સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ(SBM-G), મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) અંતર્ગત કરવામાં આવતી વિવિધ કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન પર ભાર મુકતાં ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ગામડાઓ ઈકોનોમી હબ બનશે ત્યારે જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. જેથી ગામોને…
(G.N.S) Dt. 23 ગાંધીનગર, ISR ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ‘એડવાન્સિસ ઈન અર્થક્વેક સાયન્સ -૨૦૨૬’ ત્રિવસીય ૯મી વૈશ્વિક પરિષદનો આજથી શુભારંભ *વૈશ્વિક પરિષદમાં ભારત સહિત જાપાન,અમેરિકા,જર્મની,ફ્રાન્સ,જ્યોર્જિયા,તાઈવાન,પોર્ટુગલ અને નેપાળમાં ભૂકંપ સંશોધન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો -તજજ્ઞો પોતાના અનુભવો શેર કરીને વિચાર -વિમર્શ કરશે દેશ-દુનિયામાં આવતા ભૂકંપ સામે અર્લી વોર્નિંગ સિસ્ટમ અને સંશોધન માટે આ ત્રિદિવસીય વૈશ્વિક પરિષદ મહત્વની ભૂમિકા ભજવશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશમાં સૌ પ્રથમવાર વર્ષ ૨૦૧૧માં ગુજરાતના ગાંધીનગરમાં ભૂકંપ સંશોધન કેન્દ્ર-ISRની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે ભૂકંપ સંશોધન ક્ષેત્રે દેશ- દુનિયાને માર્ગદર્શન કરી રહી છે. આ વૈશ્વિક સંસ્થા ગુજરાતમાં…
(G.N.S) Dt. 23 રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગુજરાતમાં સાયબર ગુનેગારો સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ગુજરાત પોલીસની ટેકનિકલ કુશળતાના પરિણામે અમરેલીની નામદાર કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર નાઇજીરીયન મહિલા આરોપીને અદાલતે ૭ વર્ષની કેદની મહત્તમ સજા અને દંડ ફટકાર્યો છે. બનાવની હકીકત એવી હતી કે, જૂન ૨૦૨૩માં ફરિયાદી પિયુષભાઈ થુંમર સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક કરી નાઇજીરીયન મહિલા આરોપીએ પોતાની ઓળખ વિદેશી મિત્ર તરીકે આપી હતી. લંડનથી કિંમતી ગિફ્ટ મોકલવાની લાલચ આપી, ‘Skye Elite Logistics’ નામની નકલી કુરિયર સર્વિસના ઈમેઈલ અને વિવિધ મોબાઈલ નંબરો દ્વારા ફરિયાદીનો…
રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ભાગરૂપે રાજકોટને મળ્યું છે અટલ સરોવર પર્યાવરણને ધ્યાનમાં રાખીને 75 એકરમાં ‘રિડ્યુસ, રિયૂઝ અને રિસાઇકલ’ના સિદ્ધાંતો પર થયું છે અટલ સરોવરનું નિર્માણ ગાંધીનગર/રાજકોટ, છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે શહેરીકરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો. આ 20 વર્ષની વિકાસયાત્રાની ઉજવણી કરતાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું હતું. વ્યવસ્થિત શહેરી આયોજન, દૂરંદેશી નીતિઓ અને અસરકારક અમલીકરણ દ્વારા ગુજરાતના શહેરોએ સતત પ્રગતિ કરી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં…
(G.N.S) Dt. 23 ગાંધીનગર, રાજ્યમાં ઇકો ટુરિઝમને વેગ આપવામાં આવશે, સાથે જ ઇકો ટુરિઝમથી વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય તે માટે વિઝિટર ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક અંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં હતું કે, ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વન મંત્રીશ્રીએ વિશેષ આનંદ સાથે જણાવ્યું કે, વન્યજીવ વસ્તી…
(G.N.S) Dt. 22 ગાંધીનગર/કચ્છ, રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રયાસોના ભાગરૂપે આ વર્ષે કચ્છના રણોત્સવમાં 4 ડિસેમ્બર 2025 થી 15 જાન્યુઆરી 2026 સુધી સખી ક્રાફ્ટ બજારનું આયોજન કરવામાં આવ્યું છે. આ બજારમાં સ્વસહાય જુથો સાથે સંકળાયેલી બહેનો દ્વારા નિર્મિત ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ ડોમમાં 100 સ્ટોલ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. રણોત્સવ આવતા પ્રવાસીઓમાં સખી ક્રાફ્ટ બજાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને અત્યાર સુધી 5 કરોડથી વધુનું વેચાણ થયું છે. આ ક્રાફ્ટ બજારમાં 330 સ્વસહાય જૂથની મહિલાઓને અલગ અલગ તબક્કામા સ્ટોલ આપવામાં આવી રહ્યા છે, જેમાં…
(G.N.S) Dt. 22 વાવ- થરાદ, પાલનપુર, તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ–થરાદ જિલ્લામાં યોજાનાર છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ અંગે મીડિયાના મિત્રોને આયોજન અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આપવા માટે આજે જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિના અધ્યસ્થાને કલેક્ટર કચેરી, થરાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર શ્રી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આપણો જિલ્લો ભાગ્યશાળી છે કે તેને રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું આયોજન મળ્યું છે. નવીન જિલ્લા માટે આ…
