Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: dhrumit
(G.N.S) Dt. 22 પાલનપુર, ગુજરાત રાજ્યના ૭૭મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ, એટલે કે ૨૫ જાન્યુઆરીના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે, થરાદના મલુપુર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ (નવી કોર્ટ સામે) ખાતે એક ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી જનમેદનીને સંબોધિત કરનાર છે કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવશે અને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. આ વેળાએ જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવનાર છે, તેની સાથે જિલ્લાની…
(G.N.S) Dt. 22 દેશની સ્વતંત્રતા અંગેના વક્તવ્ય, સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું કરાશે આયોજન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેમની સ્મૃતિમાં દરવર્ષે તા. ૩૦ જાન્યુઆરીના રોજ “શહીદ દિને” ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૬ને શુક્રવારના રોજ “શહીદ દિને” નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અપાશે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે. વધુમાં, શુક્રવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જે સ્થળે સાયરન કે…
(G.N.S) Dt. 21 ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી ગાંધીનગર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૧૨ હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં કુલ ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું…
નવી દિલ્હી, ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આયોજિત 3-દિવસીય ‘ભારત આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પરિષદ’ (IICDEM) 2026 નો આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ થયો. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) શ્રી જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનરો (ECs) ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીએ આશરે 60 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનું ઔપચારિક સ્વાગત કર્યું.આ ભવ્ય ઉદઘાટન સત્રમાં 42 ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (EMBs) ના પ્રતિનિધિઓ, 27 દેશોના રાજદૂતો/હાઈ કમિશનરો, 70 થી વધુ રાષ્ટ્રીય સંસ્થાઓના નિષ્ણાતો અને ભારતના 36 મુખ્ય નિર્વાચન અધિકારીઓ (CEOs) સહિત આશરે 1,000 આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા…
(G.N.S) Dt. 21 જૂનાગઢ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૨૧માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્ર અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપવાની સાથે લોકોના જીવન, સ્વાસ્થ્ય અને પ્રકૃતિ -પર્યાવરણના રક્ષણ જરૂરી એવી પ્રાકૃતિક કૃષિના મિશનને આગળ વધારવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સભા ગૃહમાં આયોજિત આ દીક્ષાંત સમારોહમાં કૃષિ ક્ષેત્રની જુદી જુદી વિદ્યાશાખાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ૭૪ ગોલ્ડ મેડલ/ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અને એક કેશ પ્રાઇસ એનાયત કરવામાં આવ્યું હતું, આ પદવીદાન સમારોહના માધ્યમથી કુલ ૫૭૮ જેટલા વિદ્યાર્થીનીઓને ડિગ્રી એનાયત થઈ હતી. રાજ્યપાલશ્રીએ અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવ્યું હતું કે, આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક…
[5:14 PM, 1/21/2026] Dhrumit Thakkar: ગાંધીનગર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં ૩૨ લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. ૯,૫૧૬ કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ ૩૨.૪૯ લાખ ખેડૂતોને કુલ રૂ. ૯,૪૬૬ કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ બાબતે વિગતો માહિતી આપતાં પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૫માં થયેલા કમોસમી…
ગાંધીનગર/અમદાવાદ, ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ છે તે અન્વયે જણાવવાનું કે હાલ ગંભીરા બ્રિજ પર પુલની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. હાલમાં આ બ્રિજ માં અંદાજિત ૩૦૦ થી ૩૫૦ મજૂરો કામગીરી કરી રહેલ છે. એક મજૂર સેફટી સાધન પહેરીને પિયરની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય સ્થળે ન લગાવતા કામગીરી દરમિયાન અકસ્માતથી લપસીને નીચે પડેલ ગયો હતો. આ દરમિયાન ઇજારદારના મેનેજર ચાર્મીલભાઈ તથા જીગરભાઈ સ્થળ પર હાજર હતા.આ ઘટનાને કારણે મજુરને કમરના ભાગમાં તથા પગના ભાગમાં ફેકચરની ઈજા થવા પામી છે. ઇજારદાર દ્વારા તે વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તે…
(જી.એન.એસ) તા. ૨૦ દાવોસ/ગાંધીનગર, સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું છે. અહીં ઇન્ડિયા પેવેલિયન અંતર્ગત દેશના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળ હાજર છે, જેઓ ભારતમાં રોકાણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને રજૂ કરીને રોકાણકારો સાથે ચર્ચા કરશે. ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે અને 2014 બાદ સમગ્ર દેશ તેમના નેતૃત્વમાં વિકાસ કરી રહ્યો છે. અત્યારે…
(જી.એન.એસ) તા. ૨૦ ગાંધીનગર, કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે આગામી ૨૨મો હપ્તો મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ સરળતાથી મેળવવા માટે આ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે. જેથી રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તેવા રાજ્યના ખેડૂત ખાતેદારોને તાત્કાલિક ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા Digital Public Infrastructure for Agricultureના ભાગરૂપે ‘એગ્રીસ્ટેક પ્રોજેક્ટ’ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૨૪-૨૫થી તમામ ખેડૂતોના રજીસ્ટ્રેશન માટે ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. જેનો…
(જી.એન.એસ) તા. ૨૦ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા.22મી જાન્યુઆરીએ યોજવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. તદઅનુસાર જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો નાગરિકો ગુરૂવાર, તા. 22મી જાન્યુઆરીના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રીશ્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.
