Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
- વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની: આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે : મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ
Author: dhrumit
(G.N.S) Dt. 20 વણાટકામની કલાને વ્યવસાયરૂપે વિકસાવીને વેસ્ટ પ્લાસ્ટિકમાંથી ઉપયોગી વસ્તુઓ બનાવી અન્ય મહિલાઓને પૂરી પાડી રોજગારી કચ્છ, રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામે રાજ્યની મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવી રહી છે. રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની-GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી ડિસેમ્બર-૨૦૨૫ સુધીમાં અંદાજે ૨૮.૭૦ લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૯ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે. આ સ્વ-સહાય જૂથોને…
(G.N.S) Dt. 20 નિરમા ઠાકોરએ માત્ર પડકારજનક 41.195 કિમીનું અંતર જ પાર ન કર્યું, પરંતુ 2 કલાક, 49 મિનિટ અને 07 સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરીને ઇતિહાસમાં પોતાનું નામ પણ અંકિત કર્યું અદભુત ધીરજ અને રમતગમતની કુશળતાનો પરિચય આપતા, પાટણ તાલુકાના હાજીપુર ગામની સાદી પૃષ્ઠભૂમિમાંથી આવેલી નિરમા ઠાકોરે 19મી ટાટા મુંબઈ ફુલ મેરેથોન 2026 માં ઇન્ડિયન ઈલાઈટ મહિલા વર્ગમાં વિજય મેળવ્યો. ગરીબ ખેડૂતની દીકરી નિરમાએ પડકારજનક 41.195 કિમીનું અંતર પાર કરી 2 કલાક, 49 મિનિટ અને 07 સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો. તેમની સિલ્વર મેડલની આ જીત માત્ર રમતગમતની સિદ્ધિ નથી,પરંતુ સહકારથી સમૃદ્ધિનો જીવંત ઉદાહરણ છે, જ્યાં સહકાર વ્યક્તિને સશક્ત…
(G.N.S) Dt. 20 ગાંધીનગર, 26 જાન્યુઆરી, 2001ના રોજ આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે, કચ્છ ફરી બેઠું થશે કે કેમ એવો સવાલ દરેકના મનમાં હતો. જો કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પ્રદેશની એવી કાયાપલટ થઈ કે, કચ્છ વિકાસ, આત્મનિર્ભરતા અને સહકારી સમૃદ્ધિનું ઉત્તમ ઉદાહરણ બની ગયું છે. તેમના નેતૃત્વમાં કચ્છ પ્રવાસન, ખેતી, સહકારી જેવા ક્ષેત્રે અગ્રેસર જિલ્લો બન્યો છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છની વિકાસયાત્રાને વધુ વેગ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભૂકંપ બાદ કચ્છના સહકારી ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સરહદ ડેરીની…
‘વિકસિત ગુજરાત’નો રોડમેપ કરાશે રજૂ: ૫૮થી વધુ ગ્લોબલ દિગ્ગજો સાથે કરશે મેરેથોન બેઠકો (જી.એન.એસ) તા. ૧૮ ગાંધીનગર, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) ૨૦૨૬માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત @2047’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે. ૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં…
ગોબર આધારિત સ્વચ્છ ઊર્જાને નવી દિશા આપતો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ શરૂ કરાયો (જી.એન.એસ) તા. ૧૮ બનાસકાંઠા, બનાસકાંઠાના વિકાસમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાતાં વડગામ તાલુકાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા સ્થપાયેલ બનાસ બાયો-સીએનજી- બનાસ મોડેલ પ્લાન્ટનું રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લઈને વેસ્ટેજ બટાકાના ઉપયોગ, કુદરતી ખાતર બનાવવાની પ્રક્રિયા તેમજ ગેસ શુધ્ધિકરણ યુનિટ સહિત સમગ્ર પ્લાન્ટની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ ધરતી, ખેડૂત અને આવનાર પેઢીના સ્વસ્થ ભવિષ્યની સાચી દિશા છે. આજે દરેક ગામમાં ગોબરના ઢગલા જોવા…
(જી.એન.એસ) તા. ૧૮ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અપાતા આ સન્માનનો સમારંભ અમદાવાદમાં સરદાર રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં બધાની દોટ પૈસા અને સ્વાર્થ માટે છે ત્યારે સામેના દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં શિવ જોઈને સેવા કરનારાઓનું સન્માન કરાયું છે ત્યારે આજનો કાર્યક્રમ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. સનાતન સંસ્કૃતિમાં સેવા પરમો ધર્મ કહેવાય છે, આ મંત્રને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના અંતિમ પંક્તિમાં રહેલા લોકના કલ્યાણભાવ સાથે જનજનમાં વિસ્તાર્યો છે. આજે સન્માનિત સૌ પણ આ ભાવને સમર્પિત છે, એટલે અભિનંદનને પાત્ર છે, એવું…
સહકારના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોને આત્મનિર્ભર બનાવવામાં બનાસ ડેરીનું યોગદાન પ્રશંસનીય:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. ૧૮ પાલનપુર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પાલનપુર ખાતે આવેલ બનાસ ડેરીના વિવિધ આધુનિક પ્લાન્ટ્સ અને ઉત્પાદન એકમોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ બનાસ ડેરીના અદ્યતન ચીઝ પ્લાન્ટ, પનીર પ્લાન્ટ, દૂધ પ્રક્રિયા એકમો તેમજ મૂલ્યવર્ધિત ઉત્પાદનોના યુનિટ્સનું નિરીક્ષણ કર્યું હતું. ડેરીના અધિકારીઓએ ઉત્પાદન પ્રક્રિયા, ગુણવત્તા નિયંત્રણની વ્યવસ્થા, આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અને પશુપાલકોને મળતા આર્થિક લાભ અંગે રાજ્યપાલશ્રીને વિગતવાર માહિતી આપી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસ ડેરી દ્વારા સહકારી…
(જી.એન.એસ) તા. ૧૮ ગાંધીનગર, ‘જાદુઈ પીટારા’ થકી બાળકોને રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ- પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ પ્રયાસોથી ટોય બેઝ પેડાગોજી શિક્ષણ આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકો માટે ૭૪ હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના ૧૨.૩૫ લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ…
(જી.એન.એસ) તા. ૧૭ ગાંધીનગર, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત 11મી જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો. મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે. હજારો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને થશે લાભ પ્રવાસીઓને હવે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી…
(જી.એન.એસ) તા. 17 નવી દિલ્હી/ગાંધીનગર, International Institute for Democracy and Electoral Assistance (International IDEA)ના અધ્યક્ષપદે ભારતના વિવિધ લક્ષ્યાંકો………………………ભારતના સર્વે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ચૂંટણી પ્રક્રિયાઓ સંબંધિત વિવિધ વિષયો પર વૈશ્વિક કક્ષાના અહેવાલો બનાવવા વિષયોની ફાળવણી………………………ગુજરાત “Transparency of Elections – Political Parties as Concurrent Auditors” વિષયક વૈશ્વિક કક્ષાનો અહેવાલ બનાવશે વર્ષ ૨૦૨૬માં International Institute for Democracy and Electoral Assistance (International IDEA) ના અધ્યક્ષપદે ભારતની પસંદગી થઈ છે. જે અન્વયે ભારતના ચૂંટણી પંચ અને India International Institute of Democracy and Election Management (IIIDEM) દ્વારા ભારતના અધ્યક્ષપદ હેઠળ વિવિધ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવેલ છે. આ લક્ષ્યાંકો પૈકી એક કે જેમાં ચૂંટણી પ્રક્રિયાઓને સંબંધિત…
