Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- બંગાળ ચૂંટણી પ્રચાર પછી સિક્કિમમાં પીએમ મોદી ‘યુવા મિત્રો’ સાથે ફૂટબોલ રમ્યા
- રાજનાથ સિંહ બિશ્કેકમાં ચીનના સંરક્ષણ પ્રધાનને મળ્યા, ‘પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા’ પર ચર્ચા કરી
- આજનું રાશિફળ (૨૯/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૯/૦૪/૨૦૨૬)
- ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઐતિહાસિક પરિણામો બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો વિશેષ આભાર માન્યો
- મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો
- ભારતને આવતા મહિનાની શરૂઆતમાં S-400 મિસાઇલ સિસ્ટમનું ચોથું યુનિટ મળવાની તૈયારી શરુ
- ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે UAE એ તેલ ઉત્પાદન જૂથો OPEC, OPEC+ છોડવાની જાહેરાત
- વ્હાઇટ હાઉસના પ્રેસ ડિનર શૂટર પર ડોનાલ્ડ ટ્રમ્પની ‘હત્યાના પ્રયાસ’નો આરોપ સાથે કાર્યવાહી
- સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરની હાર, લોધીકાથી ધીરુભાઈ સરવૈયાના પુત્રની જીત
- રાજકોટ શહેર-જિલ્લા-તાલુકામાં ભાજપનું ભવ્ય પ્રદર્શન, કોંગ્રેસ અને આપનો સફાયો
- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમ નજીક ૧૫ અબજ ડોલરના ગુગલ એઆઈ ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો
Author: dhrumit
(જી.એન.એસ) તા. ૨૮ અમદાવાદ, રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને વિવિધ…
(જી.એન.એસ) તા. ૨૭ ગાંધીનગર, ‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાની આગેવાનીમાં અનેક નવી યોજનાઓ દ્વારા શિક્ષણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવી એક શિક્ષણલક્ષી યોજના છે ‘નમો લક્ષ્મી યોજના’. આ યોજના હેઠળ રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫-૨૬માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને…
(જી.એન.એસ) તા. ૨૭ ગાંધીનગર, કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દર વર્ષની જેમ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ તેમની ઓનલાઇન નોંધણી ગ્રામીણ કક્ષાએ VCE મારફતે તા. ૦૧ ફેબ્રુઆરીથી તા. ૦૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં કરાવવાની રહેશે. આ નોંધણી ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન થકી કરવામાં આવશે. વધુમાં, લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી તા. ૦૪ માર્ચથી તા. ૧૫ મે,…
(જી.એન.એસ) તા. ૨૭ ગાંધીનગર, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા વર્ષ-૨૦૧૫ થી દર વર્ષે ગુજરાત શાળા સલામતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલુ વર્ષ-ર૦ર૬ના ‘’શાળા સલામતી સપ્તાહ’’ કાર્યક્રમની ઉજવણીનો શુભારંભ તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ BISAG ની વંદે ગુજરાત ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિડીયો મેસેજના માધ્યમથી શાળા સલામતી સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના રાજ્ય મંત્રી શ્રી સંજયસિંહ મહિડા દ્વારા વિડીયો સંદેશના માઘ્યમથી ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિષયક માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. ‘શાળા સલામતી સપ્તાહ’ દરમિયાન સતત એક અઠવાડિયા સુઘી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બાળકોને આપત્તિ…
(G.N.S) Dt. 27 દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ફેબ્રુઆરી માસમાં વસંતોત્સવ -૨૦૨૬નું આયોજન કરવામાં આવી રહ્યું છે. વસંતોત્સવ -૨૦૨૬માં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ક્રાફ્ટ અને ફુડ બજાર માટે વિવિધ હેન્ડીક્રાફ્ટ અને ફુડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હેન્ડી ક્રાફ્ટ અને ફુડ સ્ટોલ બજારમાં સ્ટોલ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, હેન્ડીક્રાફ્ટ અને ફુડ સ્ટોલમાં ભાગ લેવા ઇચ્છુક નાગરિકો એ નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. નાગરીકોએ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં. ૧૧/૩જો માળ, ડૉ.…
(જી.એન.એસ) તા. ૨૭ દક્ષિણ કોરિયાની સેનાએ મંગળવારે તેના પૂર્વ કિનારાથી એક અજાણ્યો ગોળા છોડ્યો હતો, એમ દક્ષિણ કોરિયાની સેનાએ જણાવ્યું હતું. અમેરિકાએ ઉત્તર કોરિયાની પરમાણુ મહત્વાકાંક્ષાઓને રોકવા માટે અમેરિકન લશ્કરી સહાયમાં ઘટાડો કરવાનો સંકેત આપતી નવી સંરક્ષણ વ્યૂહરચના જાહેર કર્યાના થોડા દિવસો બાદ. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે જણાવ્યું હતું કે તેના પૂર્વ કિનારાથી પાણી તરફ ઓછામાં ઓછું એક ગોળા છોડવામાં આવ્યું હતું. જાપાનના કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે બેલિસ્ટિક મિસાઈલ હોવાની શંકાસ્પદ વસ્તુ કદાચ સમુદ્રમાં પડી ગઈ હશે. વધુ વિગતો તાત્કાલિક ઉપલબ્ધ નથી. આ પ્યોંગયાંગનું આ વર્ષનું બીજું બેલિસ્ટિક મિસાઈલ પ્રક્ષેપણ હશે અને આ મહિનાની શરૂઆતમાં ઉત્તર કોરિયાએ…
(G.N.S) Dt. 27 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોમાં જાહેર જન હિતકારી પ્રોજેક્ટ્સ માટે નગરપાલિકાઓને વિના મૂલ્યે જમીન ફાળવવા નો મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે શહેરી વિસ્તારોમાં વહીવટ વધુ પારદર્શક બને અને નાગરિકોને પાયાની સુવિધાઓ સમયસર મળી રહે તે માટે નગરપાલિકાઓને વિકાસકામો માટે હવે 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ વિકસાવવા માટે વિના મૂલ્યે સરળતાએ જમીન ફાળવવામાં આવશે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી નિર્ણય ને પરિણામે રાજ્યની ૧૫૨ જેટલી નગરપાલિકાઓએ વિકાસ કામો માટે અગાઉ સરકારી જમીન મેળવવા બજાર કિંમત અથવા જંત્રી દરના 25થી 50 ટકા સુધીની જે રકમ ભરવી પડતી હતી તેમાંથી તેમને મુક્તિ મળશે એટલું જ નહિ જમીનની ફાળવણીની…
(G.N.S) Dt. 24 ગાંધીનગર/અમદાવાદ, રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ધોળકાની બી.પી. દાવડા સરસ્વતી વિદ્યાલય ખાતે શ્રેષ્ઠ શાળા સમ્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે ભારત ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં યુવા પેઢીએ રમતગમત ક્ષેત્રે સક્રિય ભાગ લઈ દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રમતગમતમાં પણ ઉત્તમ પ્રદર્શન કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, “શિક્ષણ એ શક્તિશાળી હથિયાર છે, જેનાથી વિશ્વમાં પરિવર્તન લાવી શકાય છે.” શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસનું સાધન હોવાનું જણાવતા તેમણે…
(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, ભારત હંમેશા સમગ્ર વિશ્વના કલ્યાણની પ્રાર્થના કરનારો દેશ રહ્યો છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર સાથે વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક વારસાનું સંગમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની એવી વિચારધારા છે કે નેતાઓ શાસક નહીં પણ સેવક બનીને જનતાની વચ્ચે રહે. આ જ ભાવના સાથે તેમણે અંગ્રેજોના સમયથી ચાલી આવતા ‘રાજભવન’ને ‘લોકભવન’માં રૂપાંતરિત કર્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે લોકભવન, ગાંધીનગર ખાતે ઉત્તરપ્રદેશ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અસમ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયપાલશ્રીએ વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ…
(જી.એન.એસ) તા. ૨૪ અમદાવાદ, ૧૮ વર્ષના લાંબા બ્લેડર એક્સટ્રોફી વર્કશોપના અનુભવોના નિચોડ સમાવતું પુસ્તક જટિલ બીમારીઓ ધરાવતા બાળકોની સારવારમાં અન્ય સર્જનો માટે પથદર્શક બનશે તબીબી ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે વધુ એક આંતરરાષ્ટ્રીય સિદ્ધિ જોડાઈ છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડો. રાકેશ જોષી અને અમેરિકાની સીનસીનાટી ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. અસીમ શુક્લાએ બે વર્ષની જહેમત બાદ બાળકોમાં જોવા મળતી ‘બ્લેડર એક્સટ્રોફી’ અને પેશાબ માર્ગની જટિલ સર્જિકલ બીમારીઓ પર ડોક્ટરો માટે અત્યંત ઉપયોગી પુસ્તક તૈયાર કરી પ્રકાશિત કર્યું છે. ૧૮ વર્ષના લાંબા બ્લેડર એક્સટ્રોફી વર્કશોપના અનુભવોના નિચોડ સમાન આ પુસ્તક નવા ઉભરતા પીડિયાટ્રિક સર્જનોને જટિલ બીમારીઓ ધરાવતા બાળકોની સારવારમાં પથદર્શક…
