Author: dhrumit

(જી.એન.એસ) તા. ૩૦ ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૨૬૬૬ ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના આ ૨૬૬૬ ગામોમાં કુલ રૂ. ૬૬૩ કરોડના…

Read More

(G.N.S) Dt. 30 ગાંધીનગર, ¤ આજે તા. ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ કલાકે બે મિનિટ મૌન પાળવા નાગરિકોને અપીલ¤ દેશની સ્વતંત્રતા અંગેના વક્તવ્ય, સંવાદ જેવા વિવિધ કાર્યક્રમોનું કરાશે આયોજન ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેમની સ્મૃતિમાં દર વર્ષે તા. ૩૦ જાન્યુઆરીના રોજ “શહીદ દિને” ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષે આવતીકાલે તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૬ને શુક્રવારના રોજ “શહીદ દિને” નિમિત્તે સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અપાશે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા રાજ્ય સરકારના…

Read More

(G.N.S) Dt. 29 ગીર સોમનાથ, વનસંપદા અને વન્ય જીવ સૃષ્ટિમાં સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની વિવિધ કામગીરી માટે ફિલ્ડમાં ફરજ બજાવતા વનકર્મીઓને ચોક્કસ પ્રકારની ખાસ સુવિધાથી સજ્જ વાહનો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં આવા 183 વાહનોને ગુરુવારે સવારે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઈક, 6 બોલેરો કેમ્પર અને 3 મોડીફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સ ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફના પેટ્રોલિંગ, પ્રોટક્શન અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપલબ્ધ કરાવ્યા છે. મુખ્યમંત્રીશ્રી આ વાહન ફ્લેગ ઓફ કરાવતા પૂર્વે વહેલી સવારે સિંહ દર્શન માટે ગયા હતા અને દિવસ ની શરૂઆત ગીર ફોરેસ્ટ માં શિયાળાની ઠંડી…

Read More

(G.N.S) Dt. 29 ગાંધીનગર, 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાતી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતના આ ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં “પોપ્યુલર ચોઇસ એવોર્ડ” શ્રેણીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માહિતી કમિશ્નરની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવતા ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે; તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MYGov પોર્ટલ…

Read More

ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટેનું સૌથી આકર્ષક સ્થળ બનાવવાના વિઝન સાથે આજે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં મોટા ઉદ્યોગો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. લાર્જ અને થર્સ્ટ સેક્ટર માટેની ‘આત્માનિર્ભર ગુજરાત-૨૦૨૨’ યોજના હેઠળ રાજ્યના ત્રણ મોટા ઔદ્યોગિક એકમોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્ર એનાયત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં કુલ રૂ. ૧૩૭૧.૩૮ કરોડનું મૂડીરોકાણ ધરાવતી ૩ મોટા ઉદ્યોગોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી રાજ્યમાં નવી રોજગારીની તકો ઊભી થશે. જિલ્લાવાર અને સેક્ટરવાર રોકાણની વાત કરીએ તો, ભરૂચ જિલ્લામાં કેમિકલ સેક્ટરમાં રૂ. ૪૯૧.૨૮ કરોડ, હિંમતનગર જિલ્લામાં ફૂડ અને એગ્રો સેક્ટરમાં રૂ. ૪૦૨.૦૮…

Read More

(જી.એન.એસ) તા. ૨૯ વોશિંગ્ટન, યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે યુરોપિયન યુનિયનના ભારત સાથેના વેપાર કરાર વિશે વાત કરતા કહ્યું કે તેઓ યુરોપથી નિરાશ છે. ભારત અને EU એ મંગળવારે એક “ઐતિહાસિક” મુક્ત વેપાર કરાર કર્યો, જેને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને “બધા સોદાઓની માતા” ગણાવી હતી. મીડિયા સાથેની એક મુલાકાતમાં, બેસેન્ટે કહ્યું કે યુરોપ રશિયન તેલ પુરવઠા સાથે ભારતમાં બનેલા રિફાઇન્ડ ઉત્પાદનો ખરીદી રહ્યું છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે EU ભારતીય માલ પર યુએસ ટેરિફ સાથે મેળ ખાવા માટે તૈયાર નથી કારણ કે તેઓ વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા હતા. ગયા વર્ષે, યુએસે રશિયન તેલની ખરીદીનો…

Read More

(G.N.S) Dt. 29 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રઢપણે માને છે કે, કોઈપણ રોગ સામેની સૌથી મોટી લડાઈ રોગ સામે નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા ભય અને સામાજિક ભેદભાવ સામે હોય છે. તેમના આ માનવીય અને સમાવેશી દૃષ્ટિકોણથી પ્રેરાઈને ગુજરાત સરકાર 30 જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત્ત દિવસ નિમિત્તે રક્તપિત્ત નાબૂદીની દિશામાં જનજાગૃતિને નવી ગતિ આપવા જઈ રહી છે. ભારત સરકારની થીમ “Ending Discrimination, Ensuring Dignity” (ભેદભાવનો અંત, ગૌરવ સુનિશ્ચિત કરવો)ને અનુરૂપ ગુજરાતમાં રકતપિત્ત રોગ વિશે જાગૃતિ લાવવા માટે આગામી 30 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન “સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન- પખવાડિયા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો ઉદ્દેશ રક્તપિત્ત વિશેની ખોટી માન્યતાઓને દૂર…

Read More

આદ્યશક્તિના ધામ અંબાજીમાં ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૬: ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાશે પાલખી, ત્રિશુલ અને જ્યોત યાત્રાઓ સાથે અંબાજીમાં ભક્તિરસની વહેણ: યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થા (જી.એન.એસ) તા. ૨૮ પાલનપુર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૩૦.૦૧.૨૦૨૬ થી તા. ૦૧.૦૨.૨૦૨૬ (મહા સુદ બારસ, તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’ નું આયોજન કરાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષ ૨૦૦૮માં ગબ્બર પર્વત પર ૫૧ શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન…

Read More

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ યોજાઈ (જી.એન.એસ) તા. ૨૮ ગાંધીનગર, ગુજરાત અત્યારે ભારતના ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ’ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ, લાંબો દરિયાકિનારો અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક હબ બની ગયું છે.જેમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતના કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો હાઇબ્રિડ પાર્ક પ્રોજેક્ટ છે. અહીં સોલર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન બંનેનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવામાં આવશે.તથા ગુજરાત સોલર પાવરના ઉત્પાદનમાં અને તેના ઉપયોગમાં દેશમાં અગ્રેસર છે. ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે, જે પવન ઊર્જા માટે…

Read More

(જી.એન.એસ) તા. ૨૮ મુંબઈ, ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બુધવારે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તા.28 જાન્યુઆરીના રોજ મુંબઈ સ્થિત લોકભવનમાં આયોજિત શોકસભા દરમિયાન માનનીય રાજ્યપાલશ્રીએ બે મિનિટનું મૌન પાળી દિવંગત શ્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે લોકભવનના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીશ્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. શ્રી પવાર જન-જન સાથે જોડાયેલા, જમીની સ્તરે લોકસંપર્ક ધરાવતા એક સમર્પિત, કર્મઠ અને સંવેદનશીલ જનનેતા હતા. મહારાષ્ટ્રની જનસેવામાં તેમનું યોગદાન હંમેશા અવિસ્મરણીય રહેશે.…

Read More