Author: dhrumit

(G.N.S) Dt. 12 અમદાવાદ, અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ : સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત ઉપરાંત ૫૦ જેટલા દેશોના ૧૦૦૦થી વધુ પતંગબાજોનો જમાવડો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી મોદી તેમજ જર્મન ચાન્સેલર શ્રી મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી…

Read More

(G.N.S) Dt. 10 અમદાવાદ, ગુજરાત આગામી ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬’નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’નું આયોજન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. ૫૦ દેશોના ૧૩૫ પતંગબાજો પતંગ મહોત્સવમાં લેશે હિસ્સો ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત ભારતનાં ૧૪ રાજ્યોમાંથી ૯૩૬થી વધુ પતંગબાજો…

Read More

(G.N.S) Dt. 10 ગાંધીનગર, કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) 2026નું આયોજન 11 અને 12 જાન્યુઆરી, 2026ના રોજ રાજકોટમાં કરવામાં આવી રહ્યું છે. બે દિવસીય આ ઐતિહાસિક સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ‘પંચામૃત’ લક્ષ્યોની રૂપરેખા આ રીતે આપી છે: 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવી, નવીનીકરણીય સ્ત્રોતોમાંથી દેશની 50% ઊર્જાની જરૂરિયાતો પૂર્ણ કરવી, કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટન ઘટાડો કરવો, 2030 સુધીમાં કાર્બન તીવ્રતામાં 45% ઘટાડો કરવો અને 2070 સુધીમાં નેટ-ઝીરો…

Read More

(G.N.S) Dt. 10 સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ’ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ…

Read More

(G.N.S) Dt. 10 અમદાવાદ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા એન.જે. ગ્રૂપના સહયોગથી સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં અંડર-11 એથ્લેટિક્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસીય આ મિની ઓલિમ્પિક ગેમ્સના બીજા દિવસે અંડર-9 ભાઈઓ માટે 11 પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના મીરોલી ગામમાં રહેતાં બાળખેલાડી તાહેડ જયપાલ મહેશભાઈ વિજેતા બન્યા હતા. અત્યંત કઠીન પરિસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે હરળફાળ ભરતાં જયપાલ તાહેડની સફલ્યગાથા જાણવા જેવી છે. 9 વર્ષીય તાહેડ જયપાલ મહેશભાઈ હાલ અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના મીરોલી ગામમાં આવેલી મીરોલી પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. જયપાલના માતા-પિતા મીરોલી…

Read More

(જી.એન.એસ) તા. ૬ ગાંધીનગર, ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ પ્રદેશ ભાજપા કાર્યાલય શ્રી કમલમ કોબા ગાધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ) VB-G RAM-G અધિનિયમ, 2025 અંગે પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતું.

Read More

(જી.એન.એસ) તા. ૬ ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ગઈ કાલે રાજકોટ ગ્રામ્યના ભાયાવદરમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ વ્યાજવટાવના ગુનાઓમાં જપ્ત કરાયેલા મુદ્દામાલ અને પચાવી પાડેલી મિલકતો મૂળ માલિકોને સન્માનપૂર્વક પરત કરવામાં આવી હતી. એક વોટ્સએપ મેસેજ અને પોલીસની સતર્કતાએ બચાવ્યો વૃદ્ધનો જીવ આ સમગ્ર કામગીરીમાં સૌથી હૃદયસ્પર્શી કિસ્સો ભાયાવદરના 60 વર્ષીય વૃદ્ધ શ્રી ઉદયભાઈનો રહ્યો છે. શ્રી ઉદયભાઈએ વ્યાજખોર વિશ્વરાજસિંહ ચુડાસમાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવા જઈ રહ્યા હોવાનો એક કરુણ મેસેજ વોટ્સએપ પર મોકલ્યો હતો. આ મેસેજમાં તેમણે ઉલ્લેખ…

Read More

(જી.એન.એસ) તા. ૬ નવી દિલ્હી, એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, સ્થગિત ઇન્ડિયન સુપર લીગ 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે પુષ્ટિ આપી. તેમણે ઉમેર્યું કે, તમામ 14 ક્લબ આ ઇવેન્ટમાં ભાગ લેશે. “ISL અંગે ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ આજે સરકાર, ફૂટબોલ ફેડરેશન અને 14 ક્લબ, જેમાં મોહન બાગાન અને પૂર્વ બંગાળનો સમાવેશ થાય છે, તેમની બેઠક થઈ અને અમે નિર્ણય લીધો છે કે ISL 14 ફેબ્રુઆરીથી શરૂ થશે. બધી ક્લબો ભાગ લેશે,” માંડવિયાએ જાહેરાત કરી. તેમણે એ પણ માહિતી આપી કે સ્થગિત I-લીગ પણ “લગભગ તે જ સમયે” યોજાશે જેમાં બધી 11 ક્લબો ભાગ લેશે. મંત્રીની જાહેરાત…

Read More

(જી.એન.એસ) તા. ૬ લખનૌ, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ મંગળવારે ઉત્તર પ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરી, જેમાં રાજ્યના લગભગ 2.89 કરોડ મતદારોને કાઢી નાખવામાં આવ્યા. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું હતું કે, 15.44 કરોડ મતદારો ધરાવતી મતદાર યાદીમાં સુધારો કર્યા પછી 2.89 કરોડનો ઘટાડો થઈને 12.55 કરોડ થઈ ગઈ છે. ડ્રાફ્ટ મતદાર યાદી હવે 18.7 ટકા અથવા દર પાંચ મતદારોમાંથી લગભગ એક ઓછી થઈ ગઈ છે. “૨૭.૧૦.૨૦૨૫ ના રોજ મતદાર યાદી મુજબ ૧૫,૪૪,૩૦,૦૯૨ મતદારોમાંથી કુલ ૧૨,૫૫,૫૬,૦૨૫ મતદારોએ ગણતરી સમયગાળાની છેલ્લી તારીખ એટલે કે ૨૬.૧૨.૨૦૨૫ સુધી તેમના ગણતરી ફોર્મ સબમિટ કર્યા છે, જે SIR ના પ્રથમ તબક્કામાં…

Read More

(G.N.S) Dt. 6 આણંદ, વિદ્યાર્થી શક્તિ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યરત વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ (ABVP) ગુજરાત પ્રદેશના ૫૭ માં પ્રદેશ અધિવેશનનો નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાવ્યો હતો. આણંદના ત્રિભુવનદાસ પટેલ નગર ખાતે યોજાયેલા આ ત્રિ-દિવસીય અધિવેશનના ઉદ્દઘાટન સમારોહમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહયાં હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં આણંદની પાવન ધરતી અને સરદાર પટેલની ખુમારી તેમજ શ્વેત ક્રાંતિના પ્રતીક સમાન આ ભૂમિના મહત્ત્વને રેખાંકિત કર્યું હતું તેમજ તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની વિચારધારાને આજીવન અપનાવી દેશહિતમાં…

Read More