Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- બંગાળ ચૂંટણી પ્રચાર પછી સિક્કિમમાં પીએમ મોદી ‘યુવા મિત્રો’ સાથે ફૂટબોલ રમ્યા
- રાજનાથ સિંહ બિશ્કેકમાં ચીનના સંરક્ષણ પ્રધાનને મળ્યા, ‘પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા’ પર ચર્ચા કરી
- આજનું રાશિફળ (૨૯/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૯/૦૪/૨૦૨૬)
- ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઐતિહાસિક પરિણામો બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો વિશેષ આભાર માન્યો
- મનપા અને નપાના પરિણામ: અમદાવાદ, સુરત સહિત તમામ 15 મનપામાં ભાજપની જીત, નપામાં પણ દબદબો
- ભારતને આવતા મહિનાની શરૂઆતમાં S-400 મિસાઇલ સિસ્ટમનું ચોથું યુનિટ મળવાની તૈયારી શરુ
- ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે UAE એ તેલ ઉત્પાદન જૂથો OPEC, OPEC+ છોડવાની જાહેરાત
- વ્હાઇટ હાઉસના પ્રેસ ડિનર શૂટર પર ડોનાલ્ડ ટ્રમ્પની ‘હત્યાના પ્રયાસ’નો આરોપ સાથે કાર્યવાહી
- સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: માયાભાઈ આહીરની દીકરી સોનલ ડેરની હાર, લોધીકાથી ધીરુભાઈ સરવૈયાના પુત્રની જીત
- રાજકોટ શહેર-જિલ્લા-તાલુકામાં ભાજપનું ભવ્ય પ્રદર્શન, કોંગ્રેસ અને આપનો સફાયો
- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિશાખાપટ્ટનમ નજીક ૧૫ અબજ ડોલરના ગુગલ એઆઈ ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો
Author: dhrumit
(જી.એન.એસ) તા. 17 દાહોદ, ગુજરાત પોલીસની પહેલ “One Day One District” : દાહોદ જીિલ્લો જિલ્લા સ્તરે પોલીસિંગમાં આવતા પડકારોને પ્રત્યક્ષ રીતે સમજવા, જમીની હકીકતોનું મૂલ્યાંકન કરવા અને વહીવટી પ્રક્રિયાને ગતિ આપીને જરૂરિયાત આધારિત ત્વરિત ઉકેલો લાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા શરૂ કરાયેલી પહેલ “One Day One District” અંતર્ગત દાહોદ જિલ્લા સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં દાહોદ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને આંતરરાજ્ય સરહદોને ધ્યાને રાખીને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડા અને પંચમહાલ રેન્જ IG સાથે યોજાયેલા સંવાદમાં વિવિધ પાસાઓ પર…
મોઢેરા, સૂર્યમંદિર ખાતે કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં અને નિવાસી અધિક કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ (જી.એન.એસ),તા.૧૬ મહેસાણા, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આગામી તા.૧૭ અને ૧૮ જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે. આ મહોત્સવ બંને દિવસ સાંજે ૦૬:૩૦ વાગ્યાથી શરૂ થશે અને કલા રસિકોને શાસ્ત્રીય નૃત્યરસનું પાન કરાવશે. મોઢેરાના પ્રાંગણમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યોનું આયોજન ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે…
રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને રૂ. 820 કરોડથી વધુની સહાય આપીઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. ૧૬ ભાવનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દિવ્યાંગોનું જીવન સરળ અને ઉન્નત બને તે માટે દિવ્યાંગજનોના હિતમાં રાજ્ય સરકારે અનેક નિર્ણયો કર્યાં છે. ભાવનગરમાં સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમ્કો અને ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા…
(જી.એન.એસ),તા.૧૬ ગાંધીનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની ઉદ્યોગ સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી નીતિઓના પરિણામે ગુજરાતને નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’નો દરજ્જો મળ્યો છે. આ એવોર્ડ વર્ષ ૨૦૨૪માં સ્ટાર્ટઅપ ક્ષેત્રે રાજ્ય સરકારે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ એનાયત કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ ગુજરાતને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT), ભારત સરકાર દ્વારા આયોજિત સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં વર્ષ ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૨ માટે એમ કુલ ચાર વાર “બેસ્ટ પરફોર્મર સ્ટેટ” તરીકે માન્યતા…
(જી.એન.એસ) તા. ૧૬ નવી દિલ્હી/કોલકાતા, સુપ્રીમ કોર્ટે શુક્રવારે 2021 માં ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટિકિટ પર ચૂંટાયા બાદ શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં પાછા ફરવા બદલ મુકુલ રોયને પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાના કોલકાતા હાઇકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે મે મહિનામાં વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય અને રાજ્યમાં ચૂંટણીઓ થાય તેના મહિનાઓ પહેલા આ આદેશ જારી કર્યો હતો. તેણે વિધાનસભાના સ્પીકર બિમન બેનર્જી અને ભાજપના ધારાસભ્યો સુવેન્દુ અધિકારી અને અંબિકા રોય પાસેથી જવાબ માંગ્યો હતો, જેમણે મુકુલ રોયને ગેરલાયક ઠેરવવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. “ચાર અઠવાડિયામાં…
(જી.એન.એસ),તા.૧૬ ગાંધીનગર રાજ્યના ત્રણ જિલ્લાના ચાર પ્રભાવિત તાલુકાઓમાં હાથીપગા રોગને અટકાવવા આગામી તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી-૨૦૨૬ દરમિયાન ‘સામૂહિક દવા વિતરણ’ અભિયાન યોજાશે. આ અભિયાનમાં ભરૂચનો નેત્રંગ તાલુકો, નર્મદાના નાંદોદ અને દેડિયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની કુલ ૫.૪૮ લાખથી વધુ વસ્તીને સાંકળી લેવામાં આવશે. આ અભિયાનમાં સરકારની સાથે નાગરિકો પણ જોડાશે તો સમાજને વધુ તંદુરસ્ત બનાવી શકીશું તેમ, આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ દ્વારા જણાવાયું હતું. રાજ્યમાંથી હાથીપગા રોગના નિર્મૂલન માટે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરશ્રીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો સાથે આયોજન બેઠક યોજાઇ હતી. આરોગ્ય કમિશનરશ્રીએ વિગતો આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઈલેરિયા-હાથીપગા રોગનું…
નીતિન નવીન જેપી નડ્ડાની જગ્યા લેશે તેવું સુત્રોનું માનવું છે (જી.એન.એસ) તા. ૧૬ નવી દિલ્હી, ભાજપે શુક્રવારેજાહેર કર્યું હતું કે, 20 જાન્યુઆરીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરશે અને આ માટેનું સમયપત્રક જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ પદ માટે નામાંકન 19 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલ સંગઠનાત્મક મતદાન સમયપત્રક મુજબ, પાર્ટીના વડાની ચૂંટણી માટે 19 જાન્યુઆરીએ બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે ઉમેદવારી નોંધાવી શકાશે અને તે જ દિવસે સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. ભાજપના રાજ્યસભા સાંસદ લક્ષ્મણ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન…
(G.N.S) Dt. 12 ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડ જવાનોનુ દૈનિક માનદ વેતન રૂ.૩૦૦થી વધારીને હવે રૂ.૪૫૦ આપવા આવશે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખરા સૈનિક તરીકેની ભૂમિકામાં ટ્રાફિક બ્રિગેડના જવાનો છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ, જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અવિરત ફરજ બજાવતા આ જવાનોના પરિશ્રમની રાજ્ય સરકાર સદાય કદર કરે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટા શહેરો જેવા…
(G.N.S) Dt. 12 ગાંધીનગર/સાવરકુંડલા, સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાના સંકલ્પને સાકાર કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આભાર માનતા : શ્રી કસવાલા સાવરકુંડલા… વિશ્વભરમાં કાંટા ક્ષેત્રે સાવરકુંડલા નું નામ મોખરે છે કાંટા થી આગવી ઓળખ ઊભી કરનારા સાવરકુંડલાને વર્ષોથી જી.આઇ.ડી.સી.નું સ્વપ્ન સાકાર થયું છે રાજકોટ ખાતે યોજાયેલી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજ્યના નવા 7 જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ GIDC મળતા સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ સાથે સાવરકુંડલા શહેરને વિકાસની નવી ભેટ મળી…
(જી.એન.એસ) તા. ૧૨ સોમવારે મદ્રાસ હાઈકોર્ટે અભિનેતા અને રાજ્યસભા સાંસદ કમલ હાસનના વ્યક્તિત્વ અધિકારોનું રક્ષણ કર્યું અને તેમની “છબી, સમાનતા અને નામનો વ્યાપારી હેતુઓ માટે કોઈપણ ગેરકાયદેસર ઉપયોગ” પર પ્રતિબંધ મૂક્યો, જ્યારે સ્પષ્ટ કર્યું કે “વ્યંગ અને વ્યંગચિત્ર” જેવી અનુમતિપાત્ર સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રતિબંધિત કરવામાં આવી રહી નથી. ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિએ હસનના વકીલ, વરિષ્ઠ વકીલ સતીશ પરાશરન દ્વારા અભિનેતાની સમાનતાનો ઉપયોગ કરીને મોર્ફ કરેલી છબીઓ અને વિડિઓઝના અનધિકૃત વેપાર અને પ્રસાર અંગેની રજૂઆતો સાંભળ્યા પછી વચગાળાનો ‘જોન ડો’ આદેશ પસાર કર્યો. “વરિષ્ઠ વકીલ (હસનના) એ મારું ધ્યાન મોર્ફ કરેલી છબીઓના ઘણા ફોટોગ્રાફ્સ તરફ દોર્યું.. રજૂઆત કરે છે કે આ છબીઓ તેમની…
