Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૯/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૯/૦૪/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસના પ્રેસ ડિનર શૂટર પર ડોનાલ્ડ ટ્રમ્પની ‘હત્યાના પ્રયાસ’નો આરોપ સાથે કાર્યવાહી
- હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાની ઈરાનની ‘શરતી’ યોજનાને અમેરિકાએ નકારી કાઢી,
- દક્ષિણ સુદાનની રાજધાની જુબા નજીક એક નાનું વિમાન ક્રેશ; ૧૪ લોકોના મોત
- ઈરાન પરમાણુ શસ્ત્રો વિના પણ સુપરપાવરની જેમ કાર્ય કરે છે: અનવર ગર્ગાશ- યુએઈના રાષ્ટ્રપતિના સલાહકાર
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
Author: dhrumit
ગાંધીનગર, આઇ.ટી.આઇ. ધોલેરા સાથે TATA IIS અને TATA Semiconductor Manufacturing Private Limited દ્વારા Ultra High Purity Welding Trainingના પ્રોગ્રામ શરૂ કરાવા MOU કરાયા રોજગાર અને તાલીમ નિયામક કચેરીના નવીનીકરણ બાદ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતે ડો. જીવરાજ મહેતા ભવનના બ્લોક નં. ૧ના ત્રીજા માળે નવીન કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોની હાજરીમાં આઇ.ટી.આઇ. ધોલેરા સાથે TATA IIS અને TATA Semiconductor Manufacturing Private Limited દ્વારા Ultra High Purity Welding Trainingના પ્રોગ્રામ શરૂ કરાવા પરસ્પર સમજૂતી કરાર-MOU કરવામાં આવ્યા હતા. આ…
(G.N.S) Dt. 6 આણંદ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે તેમના આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા બસના વિવિધ રૂટ અને તેના આવાગમનના સમય સહિતની બાબતોની જાણકારી મેળવી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમની જરૂરિયાતોથી માહિતગાર થયા હતા.
પશુપાલન એક સ્વતંત્ર વ્યવસાય તરીકે ઉભરી આવતા આજે યુવાનો અને શિક્ષિત લોકો પણ પશુપાલન વ્યવસાય તરફ વળ્યા: રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા (G.N.S) Dt. 6 ગાંધીનગર, રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા ૫૬૫ શ્રેષ્ઠ પશુપાલકોને કુલ રૂ. ૯૧ લાખથી વધુની પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરાયા રાજ્યમાં રૂ. ૭.૨૪ કરોડના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓ-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું મંત્રીશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું રાજ્યમાં ગાભણ-વિયાણ થયેલા પશુઓ માટે દાણ ભરેલા વાહનોને લીલી ઝંડી આપીને મંત્રીશ્રીએ દાણ વિતરણનો પ્રારંભ કરાવ્યો ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ ૨૦૨૫-૨૬” યોજાયો હતો. આ સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર…
******** • રાજ્યવ્યાપી ‘સૂર્ય નમસ્કાર અભિયાન’માં ગુજરાતના યુવાધને બતાવી ભારતીય સંસ્કૃતિની શક્તિ • નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલસિંહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ ******** (જી.એન.એસ),તા.૦૧ ગાંધીનગર ગુજરાતમાં એક લાખથી વધુ નાગરિકોએ વર્ષ ૨૦૨૬ની પ્રથમ સૂર્ય કિરણને સૂર્ય નમસ્કાર અને ધ્યાન કરીને વધાવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના પ્રથમ સૂર્યોદયને વધાવવા માટે ગુજરાત તેમજ સમગ્ર દેશ અને વિદેશના એક લાખથી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણને તિલાંજલિ આપી, યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી…
** ‘ભારત એક ગાથા’ થીમ સાથે ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ** ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિ ** • લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા માટેના યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ માટે તૈયાર કરાયું • મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ કરાયું • યુનેસ્કો દ્વારા જાહેર ‘વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર- દિવાળી’ પર વિશેષ કૃતિ રજૂ કરાઈ • ફૂલ, કળા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક…
(G.N.S) Dt. 30 ગાંધીનગર, ૧લી જાન્યુઆરીએ સવારે ૭ થી ૮ કલાકે YouTube Live ના માધ્યમથી લાખો લોકો એકસાથે સૂર્ય નમસ્કાર કરશે…… ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈને યુવાધનને આપશે પ્રોત્સાહન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ એક ઐતિહાસિક અને ગૌરવશાળી કાર્યક્રમ ‘નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ નું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ હેઠળ જ્યારે યુવા પેઢી નવા વર્ષની ઉજવણીમાં પાર્ટીઓ તરફ વળી રહી છે, ત્યારે તેમને આપણી પ્રાચીન ભારતીય યોગ સંસ્કૃતિ તરફ વાળવા માટે આ ભવ્ય અભિયાન હાથ ધરાયું છે.જેમાં ઘરે બેઠા લાખો લોકો જોડાશે.આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા…
એક જ વર્ષમાં ૫૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર દેશની એકમાત્ર પબ્લિક સેક્ટર હોસ્પિટલ………આર્થિક રીતે નબળા લોકો માટે આશીર્વાદ અને ટેકનોલોજીમાં અગ્રેસર એવી કિડની ઇન્સ્ટિટ્યૂટે પબ્લિક હોસ્પિટલ્સમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું……..ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ 24*7 કાર્યરત રહેતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રીસર્ચ સેન્ટર (જી.એન.એસ) તા. ૩૦ અમદાવાદ, અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC-ITS)એ કિડની પ્રત્યારોપણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થાએ માત્ર વર્ષ 2025માં જ 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ ભવ્ય સફળતા સાથે ઇન્સ્ટિટયૂટ ઑફ કિડની ડિસિઝિસ એન્ડ રિસર્ચ સેન્ટરે સમગ્ર…
(G.N.S) Dt. 30 ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર “આત્મનિર્ભર ભારત, આપણું ગૌરવ – વોકલ ફોર લોકલ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિધ્ધ કરવાના ગુજરાતના પુરૂષાર્થરૂપે ગુજરાતે સાધેલી ઔધોગિક પ્રગતિ અને કલા-સંસ્કૃતિની સમૃધ્ધિને નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૬ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કેલેન્ડરમાં ઓટોમોબાઈલ ઉધોગ, રાસાયણિક ઉદ્યોગો, ફાર્મા સેક્ટર , સિરામિક ઉદ્યોગ, સેમિકન્ડક્ટર, ડાયમંડ જેવા ઉદ્યોગો અને પાટણના પટોળા, કચ્છની હસ્તકલા, પિઠોરા ચિત્રકળા, બાંધણી,…
(G.N.S) Dt. 30 ગાંધીનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરથી મુંબઈ સુધી ભારતની અદ્યતન ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ દ્વારા રેલમાર્ગે પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન રાજ્યપાલશ્રીએ ભારતીય રેલ્વે દ્વારા વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ, સમયપાલન, સ્વચ્છતા અને મુસાફરોને મળતી આરામદાયક સેવાઓનો અનુભવ કર્યો. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસ ‘નવા ભારત’ની પ્રગતિ, આત્મનિર્ભરતા અને તકનિકી ક્ષમતાનું જીવંત પ્રતીક છે. દેશના નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરી ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ ટ્રેન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલ્વેમાં થયેલા વ્યાપક સુધારા અને આધુનિકીકરણના પ્રયાસો દેશની પરિવહન વ્યવસ્થાને નવી દિશા આપી રહ્યા છે…
(જી.એન.એસ) તા. ૩૦ SLC (શ્રીલંકા ક્રિકેટ) એ T20 વર્લ્ડ કપ 2026 ના આગામી સંસ્કરણ પહેલા ટીમના નવા ફાસ્ટ બોલિંગ સલાહકાર તરીકે મહાન ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાની નિમણૂકની જાહેરાત કરી. એ નોંધનીય છે કે આ નિમણૂક ટૂંકા ગાળાના ધોરણે કરવામાં આવી છે. ટીમના નવા ફાસ્ટ બોલિંગ સલાહકાર તરીકે મલિંગાનો કાર્યકાળ 15 ડિસેમ્બરથી શરૂ થયો હતો અને 25 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. રસપ્રદ વાત એ છે કે, મલિંગા રાષ્ટ્રીય ટીમના ફાસ્ટ બોલરોને T20 વર્લ્ડ કપ 2026 માટે તૈયાર કરવાની આશામાં તેમના વિકાસ અને ઉછેરમાં સામેલ થશે. શ્રીલંકા ક્રિકેટ મલિંગાની ડેથ ઇન બોલિંગ કુશળતાનો ઉપયોગ કરવાનો અને વર્લ્ડ કપ માટે તૈયારી કરતી…
