Author: dhrumit

(જી.એન.એસ) તા. 18 અમદાવાદ, ચૂંટણી પર્વ, દેશનું ગર્વ: શાળાઓમાં સર્જાયેલા આકર્ષક પોસ્ટરો અને ચિત્રો જાહેર સ્થળોએ પ્રદર્શિત કરી નાગરિકોને અચૂક મતદાન માટે પ્રેરિત કરાશે આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં જન-જનની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન (SVAP) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ ૬૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી મેકિંગ અને પોસ્ટર મેકિંગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ ઉત્સવમાં કલા અને સર્જનાત્મકતાનો સમન્વય સાધીને વિદ્યાર્થીઓએ મતદાનનું મહત્વ સમજાવતા આકર્ષક કલાકૃતિઓ તૈયાર કરી હતી.આ પ્રવૃત્તિમાં જિલ્લાભરમાંથી અંદાજે ૩૮,૭૮૪ જેટલા વિદ્યાર્થીઓ,…

Read More

(જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, સેમીનારમાં વિવિધ રાજ્યોમાંથી ૧૩૦થી વધુ પ્રતિનિધિઓ સહભાગી થયા ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રિનેટલ કેર વિભાગ અને ટોડલર્સ એજ્યુકેશન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ “સંતાન વિકાસ અંગે સર્વાંગી દૃષ્ટિકોણ: ગર્ભાધાન પૂર્વ અવસ્થાથી લઈને નાનાં બાળકના શિક્ષણ સુધી” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી ૧૩૦થી વધુ પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રાષ્ટ્રીય સેમિનારમાં વિદ્યાભારતી-અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાનના ઉપપ્રમુખ શ્રી અવનીશ ભટનાગરે “ગર્ભ સંસ્કાર અને શિશુ શિક્ષણના તત્ત્વચિંતન તથા માનસિક આધાર” વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરૂ ડૉ. હિતેશ જાનીએ પરંપરાગત…

Read More

(G.N.S) Dt. 18 ગાંધીનગર, કેન્દ્ર સરકારના ‘પોષણ અભિયાન’ને જન આંદોલન બનાવી કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવા ગુજરાત વધુ સજ્જ બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે વિવિધ વિભાગોના સહયોગથી તા. ૯ થી ૨૩ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ૮મા પોષણ પખવાડિયાની દર વર્ષની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના મગજના સર્વાગી વિકાસ માટે સમુદાયને સશક્ત બનાવવાનો છે, તેમ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષના પોષણ પખવાડિયાની થીમ “જીવનના પ્રથમ છ વર્ષમાં મગજના વિકાસને મહત્તમ બનાવવાનો” નક્કી કરવામાં આવી છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો મગજનો ૮૫ ટકાથી વધુ વિકાસ બાળકની ૬ વર્ષની ઉંમર…

Read More

(G.N.S) Dt. 17 મોરબી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે,*જનતા અને ભાજપ વચ્ચેનો અતૂટ સંબંધ વિકાસની ગતિનો આધાર છે ગુજરાતની સુરક્ષા સાથે બાંધછોડ કરનાર લુખ્ખા-તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી યથાવત રહેશે કોંગ્રેસના શાસનમાં અસુરક્ષા અને ભ્રષ્ટાચાર હતો, ભાજપે ખેડૂતો અને ગરીબોના હક અપાવ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે મોરબી જિલ્લાના આમરણ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ભવ્ય ‘વિકાસ સંકલ્પ સભા’નું યોજાઈ હતી. આ પ્રસંગે મોરબી જિલ્લાના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીએ નાયબ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર અને ભવ્ય સ્વાગત કર્યું હતું. સભાને સંબોધતા શ્રી હર્ષભાઈ સંઘવીએ કાયદો અને વ્યવસ્થા અંગે કોંગ્રેસના શાસનકાળને આડેહાથ લેતા…

Read More

(G.N.S) Dt. 17 ગાંધીનગર, વર્ષ 2025 દરમિયાન કુલ 86 આરોપીઓને PIT NDPS અધિનિયમ હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા હતા, ચાલુ વર્ષે ચાર મહિનામાં 21 વ્યક્તિઓને આ કડક અભિયાન હેઠળ અટકાયત કરવામાં આવી ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે. આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)…

Read More

(G.N.S) Dt. 17 અમદાવાદ, આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મતદાર જાગૃતિ અભિયાન (SVAP) હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ૬૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘ઈલેક્ટોરલ લીટરસી ક્લબ’ (ELC) દ્વારા એક વિશેષ ટેકનિકલ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીના વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે લોકોના મનમાં રહેલી શંકાઓ દૂર કરવાનો અને મતદાન પ્રક્રિયા પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધારવાનો હતો. આ અભિયાન અંતર્ગત અંદાજે ૩૫,૦૯૦ જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફ મિત્રોએ સહભાગી થઈને EVM ની કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી હતી. શાળાઓમાં પ્રાયોગિક નિદર્શન દ્વારા…

Read More

(જી.એન.એસ) તા. ૧૬ પંચમહાલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પંચમહાલ જિલ્લાના ઘોઘંબાની મુલાકાત લીધી હતી. પ્રવાસના પ્રારંભે તેમણે પરોલી મંદિર ખાતે દેવાધિદેવના દર્શન-પૂજન કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ, ભગવાન શ્રી બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ઘોઘંબા APMC ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની ધરતી પર વિદેશી તાકાતોને ફાવવા ન દેવામાં આદિવાસી સમાજનું મોટું યોગદાન છે. આદિવાસી વીરોએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો. આઝાદીના લડવૈયાઓએ જે જનતાનું સપનું જોયું હતું, તે કોંગ્રેસના વર્ષોના શાસનમાં અધૂરું રહ્યું, પરંતુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…

Read More

(G.N.S) Dt. 16 ગાંધીનગર, દરેક વ્યક્તિ પોતાની ઉન્નતિની સાથે અન્યની ઉન્નતિ માટે કાર્ય કરે તે જ સાચી માનવતા: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ‘કીર્તિર્યસ્ય સ જીવતિ’ ના મંત્ર સાથે માનવતાની સેવા કરીએ: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી બ્લડ બેંક ક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે; રેડ ક્રોસના સેવાકીય પ્રકલ્પોની રાજ્યપાલશ્રીએ કરી પ્રશંસા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાની વાર્ષિક સામાન્ય સભા આજે ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની માનવીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સંસ્થા નિઃસ્વાર્થ ભાવે અને ટીમ વર્ક સાથે કાર્ય કરે છે, ત્યારે જ જનમાનસના હૃદયમાં…

Read More

(G.N.S) 16 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યુ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ અને ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026 તા.16…

Read More