Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દાહોદમાં ભાજપાની ભવ્ય બાઈક રેલી
- આજનું રાશિફળ (૨૨/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૨/૦૪/૨૦૨૬)
- લેખ- ડિજિટલ યુગમાં લુપ્ત થતી જતી માનવીય સંવેદનાઓ: શું આપણે યંત્રો બની રહ્યા છીએ?
- વ્યાજખોરીના આતંક સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”
- ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલ્યા
- ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬’ અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજાઈ
- રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ દરિયાઈ સુરક્ષા, કાયદો અને ક્ષમતા નિર્માણ માટે વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે મહાસાગર એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું
- ભારતીય સેનાની માઇનફિલ્ડ ભંગ ક્ષમતામાં થશે વધારો
- દિલ્હી-એનસીઆરમાં ગ્રેનેડ હુમલાનું આયોજન કરવાના આરોપમાં બે ISI ઓપરેટિવ્સની ધરપકડ, પિસ્તોલ, જીવતા કારતૂસ જપ્ત
- ECI દ્વારા ઇન્ટરનેશનલ ઇલેક્શન વિઝિટર્સ પ્રોગ્રામ-2026 ના બીજા તબક્કાનો પ્રારંભ
- રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન સાંસદો પર ‘આક્ષેપ’ કરવા બદલ કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ વિશેષાધિકાર નોટિસ આપી
Author: dhrumit
(જી.એન.એસ) તા. ૭ ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભે પ્રદેશ ચુંટણી સમિતિની બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી.
ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે ઘન વૈકલ્પિક ઇંધણ પરનું નિયંત્રણ 3 મહિના માટે દૂર કરાયું: કે.સી.સંપત
(G.N.S) Dt. 7 અમદાવાદ, પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનો તેમજ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અને કિંમતો પર સતત નજર રાખવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકોને આ આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે માટે સરકાર દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં મંગળવારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ બ્રિફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ બ્રિફિંગ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ CNG અને PNGની ઉપલબ્ધતા, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ગુજરાતના ઉદ્યોગો પર પડતો પ્રભાવ તેમજ આ સ્થિતિને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાં અંગે વિગતવાર માહિતી આપી હતી. અધિકારીઓએ ખાતરી વ્યક્ત કરી હતી કે રાજ્યમાં CNG અને PNG સહિત જરૂરી…
(G.N.S) Dt. 7 અમદાવાદ, અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ અંતર્ગત સેલ્ફી પોઈન્ટ્સ અને સાયકલ રેલીનું આયોજન મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓએ લીધા શપથ, ઘરે-ઘરે પહોંચશે મતદાનનો સંદેશ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026ના આયોજનને ધ્યાને રાખીને અમદાવાદના નાગરિકોમાં મતદાન પ્રત્યે સભાનતા વધે તેવા શુભ આશય સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનમાં મહત્તમ જનભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan-SVAP) અભિયાન હેઠળ શહેરની વિવિધ શાળાઓમાં ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સાથે જ લોકશાહીના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ,…
(G.N.S) Dt. 6 ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન સાડા છ કરોડ ગુજરાતીઓના સ્વમાન અને ગૌરવનું હનન કરનારું છેઃ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના પાંચ વેધક સવાલોઃ કોંગ્રેસ અધ્યશ્ર આ સવાલોના જવાબ આપે અને જનતા-જનાર્દનની માફી માંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અને ગુજરાતીઓ વિશે કરેલા અપમાનજનક નિવેદનની સાડા છ કરોડ ગુજરાતીઓ વતી કડક શબ્દોમાં આલોચના કરી છે. મુખ્યમંત્રીશ્રીએ શ્રી મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું કે, આ નિવેદન પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું અપમાન છે. આવા નિવેદનથી ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી…
અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર અને લેખન સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિ ફેલાવી (G.N.S) Dt. 6 અમદાવાદ, અમદાવાદ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026ના સંદર્ભમાં અમદાવાદના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા આશયથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આજે અમદાવાદની વિવિધ શાળાઓમાં ‘લોકશાહીના મહાપર્વ’ નિમિત્તે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan-SVAP) અભિયાન અંતર્ગત ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધાઓની સાથે સામૂહિક મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’,…
(જી.એન.એસ) તા. ૨૭ અયોધ્યા, શુક્રવારે ઉત્તર પ્રદેશ ખાતે અયોધ્યામાં રામ નવમીનો પવિત્ર તહેવાર ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં રામ મંદિરમાં ભવ્ય સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ વર્ષે અયોધ્યામાં ભવ્ય ઉજવણી થઈ રહી છે, જે રામ જન્મભૂમિ મંદિરમાં ખૂબ જ અપેક્ષિત સૂર્ય તિલક સમારોહ દ્વારા ચિહ્નિત થયેલ છે. ઉજવણીના મુખ્ય આકર્ષણોમાંનું એક સૂર્ય તિલક વિધિ છે, જે બપોરે બરાબર 12:00 વાગ્યે યોજાય છે. આ અનોખા સમારોહ દરમિયાન, મંદિરની અંદર રામ લલ્લા મૂર્તિના કપાળ પર સૂર્યપ્રકાશનો કિરણ વૈજ્ઞાનિક રીતે નિર્દેશિત કરવામાં આવે છે. સરકારી આંકડાઓ અનુસાર, રામ નવમી પર સવારથી લગભગ પાંચ લાખ ભક્તો અયોધ્યાની મુલાકાત લઈ ચૂક્યા છે.…
(G.N.S) Dt. 26 અમદાવાદ, અમદાવાદના સાયન્સ સિટી ખાતે GUJCOST દ્વારા આયોજિત ‘નેશનલ STEM ક્વિઝ ૪.૦-ધ જર્ની ઓફ અ ન્યૂ જનરેશન’નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. જેમાં વિજેતાઓને મહાનુભાવોના હસ્તે કુલ રૂ.૨ કરોડનાં ઇનામો એનાયત કરવામાં આવ્યાં હતાં. યુવા પેઢીમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીનતા પ્રોત્સાહિત થાય તે હેતુસર ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળના Gujarat Council on Science and Technology (GUJCOST) દ્વારા STEM Quizનું આયોજન કરવામાં આવે છે. જેની ચોથી આવૃત્તિમાં દેશભરનાં વિવિધ રાજ્યો અને શૈક્ષણિક બોર્ડમાંથી કુલ ૧૫,૦૧,૨૪૯ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. આ સ્પર્ધાના પ્રિલિમિનરી અને ઝોનલ રાઉન્ડ બાદ દેશભરમાંથી કુલ ૧૦૭૮ વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચ્યા હતા, જેમાંથી ૯૧૮ વિદ્યાર્થીઓ…
(જી.એન.એસ) તા. ૨૫ ગાંધીનગર, રાજ્યમાં અશાંતધારા અધિનિયમ હેઠળ સ્થાવર મિલકતની તબદીલી બાબતે અત્યંત અસરકારક સુધારા સૂચવતું સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું. આમ, હવેથી અશાંત વિસ્તાર નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે. ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત(સુધારા) વિધેયક-૨૦૨૬ રજૂ કરતી વખતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું કે, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું અનૈચ્છિક સ્થળાંતર રોકવાનો અને કાયદેસરના માલિકોના હિતોનું રક્ષણ કરવાનો છે. આ વિધેયકના મુખ્ય સુધારાઓ અને જોગવાઈઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સરકાર દ્વારા આ કાયદાને વધુ મજબૂત બનાવવા…
(જી.એન.એસ) તા. ૨૪ અમદાવાદ, પાંચ વર્ષમાં 1000 અંગો તથા પેશી દાન: ગુજરાત અને દેશમાં અંગદાન ક્ષેત્રે મોખરે સિવિલ હોસ્પિટલ જો સમાજમાં જાગૃતિ અને સંવેદના વધશે, તો ભવિષ્યમાં કોઈ પણ દર્દી અંગોની અછતને કારણે જીવ ગુમાવશે નહીં :- ડૉ. રાકેશ જોષી, તબીબી અધિક્ષક, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલે અંગદાન ક્ષેત્રે એક અનોખો અને ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. 27 ડિસેમ્બર 2020 થી શરૂ થયેલા અંગદાન કાર્યક્રમને આજે માત્ર 5 વર્ષ અને 87 દિવસ પૂર્ણ થતા કુલ 1000 અંગો તથા પેશીઓનું દાન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિએ સિવિલ હોસ્પિટલને માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં અંગદાન ક્ષેત્રે અગ્રેસર સંસ્થા તરીકે…
(G.N.S) Dt. 24 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા તરફ એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. રાજ્યના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવા અને વહીવટી પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવા માટે ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ આવક, જ્ઞાતિના દાખલા અને રેશનકાર્ડ જેવી સૌથી વધુ માંગ ધરાવતી ૨૦ નાગરિક સેવાઓનું સંપૂર્ણપણે ડિજિટલ સરલીકરણ કરવામાં આવ્યું છે. *વહીવટમાં ‘ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ’ અભિગમ-GARC (Gujarat Administrative Reforms Commission) ના પાંચમા અહેવાલની ભલામણોને આધારે તૈયાર કરાયેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ‘પ્રેઝન્સ-લેસ’ (કચેરીએ ગયા વગર) સેવાઓ પૂરી પાડવાનો છે. રાજ્યમાં…
