Author: dhrumit

(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, આરોગ્ય માત્ર હોસ્પિટલ સુધી મર્યાદિત નથી, તે આપણી જીવનશૈલી સાથે જોડાયેલું છે” : મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સ્ટેટ ઓફ એડોલેસેન્ટ ગર્લ્સ – ૨૦૨૫ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું. આજે રાયસણ, ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સિલેન્સ (IACE) ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની દ્વિતીય ‘સ્વાસ્થ્ય પરિષદ’ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ અવસરે મંત્રીશ્રીના હસ્તે ‘સ્ટેટ ઓફ એડોલેસેન્ટ ગર્લ્સ – ૨૦૨૫’ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરિષદને સંબોધતા મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને સ્વાસ્થ્ય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવવા અને છેવાડાના માનવી…

Read More

(G.N.S) Dt. 24 અમદાવાદ, વીર રસની છોળો વચ્ચે ઉપસ્થિત જનમેદનીએ દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની શહાદતને વંદન કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5” કાર્યક્રમ ભવ્ય અને ગૌરવમય માહોલમાં યોજાયો હતો. વીરાંજલિ સમિતિ અને GTPLના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિરતા, શૌર્ય અને અડગ દેશપ્રેમના ભાવોથી ઓતપ્રોત ડાયરાની રજૂઆત દ્વારા રાષ્ટ્રના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લોકપ્રિય કલાકારો સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને અલ્પા પટેલ સહિતના કલાવૃંદે વિરતાભરી વાતો, પ્રેરણાદાયક પ્રસંગો અને શૌર્યગીતોની મનોહર પ્રસ્તુતિ કરી હતી. કલાકારોની…

Read More

(G.N.S) Dt. 16 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ટેકનોલોજીના વૈશ્વિક નકશા પર અગ્રેસર બનવા આગેકૂચ કરી રહ્યું છે. આ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ. ૨,૬૩૩.૭૨ કરોડ ફાળવીને એક મહત્વાકાંક્ષી કદમ ભર્યું છે. તેમણે કહ્યું કે આ બજેટ થકી રાજ્ય સેમિકન્ડક્ટર, સ્પેસ ટેક અને AI જેવી વિવિધ ટેક્નોલોજીના ક્ષેત્રમાં હરણફાળ ભરીને દેશ અને દુનિયામાં આગવું સ્થાન પ્રાપ્ત કરશે. આમ, ગુજરાત વડાપ્રધાનશ્રીના “વિકસિત ભારત@૨૦૪૭”ના વિઝન સાથે STEM-Science, Technology, Engineering, Maths આધારિત જ્ઞાન સમાજ તરફ પ્રયાણ કરી…

Read More

(G.N.S) Dt. 16 ગાંધીનગર, માહિતી અને પ્રસારણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે માહિતી અને પ્રસારણ વિભાગની વર્ષ ૨૦૨૬-૨૭ની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિભાગની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, માહિતી વિભાગ કદમાં રાજ્ય સરકારનો ખૂબ જ નાનો, પરંતુ વ્યાપક અને ગહન જવાબદારી નિભાવતો અત્યંત મહત્વપૂર્ણ વિભાગ છે. રાજ્ય સરકાર, માધ્યમો અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બનીને માહિતી વિભાગ સરકારની ઇમેજ બિલ્ડિંગનું વિશેષ કાર્ય કરી રહ્યો છે. રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી માત્ર રાજ્ય પૂરતી સીમિત ન રહેતા દેશ-વિદેશ સુધી પહોંચે તે માટે આ વિભાગ દ્વારા ગુજરાતી, હિન્દી અને…

Read More

(G.N.S) Dt. 16 સાવરકુંડલા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે લીલીયા તાલુકાના ગામોમાં વિકાસકાર્યોનો પ્રારંભ ગ્રામ્ય વિકાસ અને પાણી સંરક્ષણ તરફ મહત્વપૂર્ણ પગલું લીલીયા તાલુકાના બવાડા તેમજ ભેસવડી રૂ.૨૫-૨૫ લાખના ગ્રામ પંચાયત ભવન બનશે સાવરકુંડલા–લીલીયા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે લીલીયા તાલુકા બવાડા, ભેંસવડી, પૂજાપાદર, ગોઢાવદર ભેંસવડી ગામે પંચાયત ઘર તેમજ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું… લીલીયા તાલુકાના બવાડા તેમજ ભેસવડી ગામે રૂ.૨૫ – ૨૫ લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ઘર (સચિવાલય)ના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ નવા પંચાયત ઘરથી ગ્રામ પંચાયતના વહીવટી કાર્ય વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે…

Read More

(G.N.S) Dt. 16 વિરમગામ, ગ્રામીણ યુવાનો માટે મોટું ક્રિકેટ મંચ: વિરમગામમાં ૧૨૦ ટીમોએ ભાગ લીધો. યુવાનોમાં રમતગમતનો ઉત્સાહ વધારવા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ દ્વારા દર વર્ષે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. વિરમગામમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “ખેલો ભારત” અભિયાનને ગ્રામીણ સ્તરે વધુ મજબૂતી આપવાના હેતુથી આયોજિત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગથી તથા વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલના આયોજન હેઠળ શરૂ થયેલી આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તથા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ…

Read More

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, બાંધકામ અને સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઘર આંગણે પ્રાથમિક આરોગ્ય સેવા સારવાર માટે 50 ધનવંતરી આરોગ્ય રથ અને છ મોબાઇલ મેડિકલવાનના લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરમાં સંપન્ન રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈ.ટી.આઈ.માં મોટર મિકેનિક ટ્રેડના 8,000 થી વધુ યુવા તાલીમાર્થીઓ હવે ઇલેક્ટ્રીક વ્હીકલ સંબંધિત નવીન ટેકનોલોજીની તાલીમ મેળવી શકશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર 40 જેટલી ઇલેક્ટ્રીક કારનું વિવિધ જિલ્લાઓની ITI માટે ગાંધીનગરમાં શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં વિતરણ કર્યું હતું. ઇલેક્ટ્રીક વાહનોના વધતા જતા વ્યાપ અને તે ક્ષેત્રમાં સર્જાનારી રોજગારીની વિપુલ તકોને ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને…

Read More

(જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, શ્રમિકનો પરસેવો હવે વધુ મૂલ્યવાન બનશે: ‘વીબી-જી રામ-જી’ મિશન થકી ગ્રામીણ રોજગારી ક્ષેત્રે વિઝન ૨૦૪૭ સાકાર થશે સામૂહિક શૌચાલય (CSC) નિર્માણની સહાય ₹૩ લાખથી વધારીને ₹૫ લાખ કરાઈ પીએમ-જનમન યોજના હેઠળ ₹૪૭.૩૫ કરોડ અને વિલંબિત આવાસો માટે ₹૯૦ કરોડની નવી જોગવાઈ રાજ્યનાં ગામડાંને સમૃદ્ધ બનાવવાના લક્ષ્ય સાથે ₹૩૭૨૫ કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભામાં પસાર રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુલ ₹૩૭૨૫.૧૧ કરોડના બજેટની જોગવાઈ અંગે ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં ‘ઘરનું ઘર’ પૂડું પાડવાનો, રોજગારીની તકો વધારવાનો અને મહિલા સશક્તીકરણને વેગ આપવાનો છે. આ…

Read More

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, ઓડિશા ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ, અંગુલ, ઓડિશા ખાતે મધ્ય પ્રધેશના રાજ્યના તાલીમ લઈ રહેલ 41 ફોરેસ્ટ રેન્જ ઓફિસર (2025-27 બેચ) એ તેમના વેસ્ટ ઈન્ડિયા સ્ટડી ટુરના ભાગરૂપે આજે ‘ગીર’ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. GEER ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે તેઓએ વાર્તાલાપ દરમિયાન તાલીમાર્થીઓએ ‘ગીર’ ફાઉન્ડેશન સંસ્થાની વિવિધ કામગીરી વિષે માહિતી મેળવી હતી તેમજ વાર્તાલાપ દરમિયાન ગુજરાતના વન વિસ્તારો, વન્યજીવો, વન સંરક્ષણ, પ્રોટેક્શન, જૈવિક-વિવિધતા વગેરે વિષે ચર્ચા કરીને સમજ કેળવી હતી તથા વન વિસ્તારોના વ્યવસ્થાપન અંગે વિવિધ અભિગમો તથા પ્રાદેશિક પર્યાવરણીય વિશિષ્ટતાઓ અંગે વધુ સમૃદ્ધ સમજ કેળવી હતી. આ સિવાય તાલીમાર્થીઓએ ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત દરમિયાન ડાયનાસોર અને ફૉસિલ…

Read More

(G.N.S) Dt. 9 ગાંધીનગર, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા આજે શ્રી રાજદિપસિંહ ગુમાનસિંહજી દેવધરાને વિદ્યુત લોકપાલ, અમદાવાદ તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ચેરમેન શ્રી પંકજ જોષી તેમજ આયોગના સભ્યશ્રીઓ સમક્ષ શ્રી રાજદિપસિંહ ગુમાનસિંહજી દેવધરાએ આજે શપથવિધિ પૂર્ણ કરી વિદ્યુત લોકપાલ તરીકે ફરજ સંભાળી છે. તેઓએ વિદ્યુત લોકપાલશ્રીની કચેરી, સી.એમ.ટી.એસ. બિલ્ડીંગ, ટેલિફોન એક્ષચેન્જ, બીમાનગર, જીવનધામ રોડ, આંબાવાડી, અમદાવાદ ખાતે કાર્યભાર સંભાળ્યો હતો તેમ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More