Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૩૦/૦૪/૨૦૨૬)
- દૈનિક રાશિફળ (૩૦/૦૪/૨૦૨૬)
- સિવિલ હોસ્પિટલનું ૨૩૮મું અંગદાન: ૨૪ વર્ષીય મોઇંગસુહાનું હૃદય અને કિડની હવે અન્યમાં ધબકશે
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના આયોજનની કેબિનેટ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરી
- ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રીશ્રીની સુચના
- ભાજપના ઉમેદવાર પ્રવેશ વાહી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટાયા
- OPEC માંથી UAE બહાર નીકળવાથી વૈશ્વિક ઉત્પાદનમાં વધારો થશે, ભવિષ્યમાં તેલના ભાવ ઘટશે: રશિયા
- કેનેડાએ ડાયાબિટીસ માટે ડૉ. રેડ્ડીના જેનેરિક સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનને મંજૂરી આપી
- ઓસ્ટ્રેલિયા ન્યૂઝરૂમ, પત્રકારત્વને ભંડોળ પૂરું પાડવા માટે મેટા, ગૂગલ અને ટિકટોક પર ટેક્સ લાદવાનું વિચારી રહ્યું છે
- ચીનના હેંગલી પર અમેરિકાના પ્રતિબંધો ઈરાનના તેલ ઉત્પાદન પરના દબાણમાં વધારો દર્શાવ્યો
- અફઘાન મહિલા શરણાર્થી ટીમને FIFA ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી
- 2026 ના T20 વર્લ્ડ કપ પછી ન્યુઝીલેન્ડના 3 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે
Author: dhrumit
(જી.એન.એસ) તા. 17 ગાંધીનગર/રાજકોટ, વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં નર્મદાના પાણી અથવા સ્થાનિક ડેમ આધારિત શુદ્ધ પાણી નાગરિકોને પહોંચાડવામાં આવે છે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ યોજના અંતર્ગત રૂ. ૨૦,૩૩૨.૨૮ લાખના નાગરિકલક્ષી કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પસવી…
(G.N.S) Dt. 17 ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં મંગળવારે તાલુકાના ભેમાલઅને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ ક્વોરી(બ્લેક ટ્રેપ) સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,આ વિસ્તારોમાં એક પણ ક્વોરી(બ્લેક ટ્રેપ)ઓ આવેલ નથી. તેમણે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બિલ્ડિંગ સ્ટોન ખનીજની લીઝો છે, કવોરી (બ્લેકટ્રેપ) ખનીજની લીઝો નથી. આ ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજવાર આવેલ કુલ ૧૦૭ લીઝો પૈકી ૭૬ કાર્યરત અને ૩૧ લીઝ એ.ટી.આર (Any Time Royalty) બંધ કરાઈ છે. દાંતા તાલુકામાં ગ્રેનાઈટની ૦૨ અને બિલ્ડિંગ સ્ટોનની ૭૪ આમ કુલ ૭૬ લીઝ કાર્યરત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગ્રેનાઇટની ૦૧ લીઝ માઇનીંગ પ્લાન…
(G.N.S) Dt. 17 અમદાવાદ, નવજાત શિશુઓ માટેના અત્યાધુનિક વેન્ટિલેટરથી ઈમરજન્સી સારવાર વધુ સુદ્રઢ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જનસેવાના બે મહત્વપૂર્ણ પ્રકલ્પો – અત્યાધુનિક મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. “રક્તદાન કરો, જીવન બચાવો” ના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ સુવિધાઓ જનતા માટે ખુલ્લી મુકવામાં આવી હતી. શ્રી અમિત શાહની સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી આ મોબાઇલ બ્લડ કલેક્શન વાન આધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ છે. આ વાન દ્વારા શહેરના છેવાડાના અને વંચિત વિસ્તારોમાં જઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી શકાશે. જેના કારણે રક્ત એકત્રીકરણની પ્રક્રિયા સરળ બનશે…
(જી.એન.એસ) તા. ૧૬ નવી દિલ્હી/મુંબઈ, સુપ્રીમ કોર્ટે સોમવારે ગેંગસ્ટર અબુ સાલેમ દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો, જેમણે દાવો કર્યો હતો કે તે 10 મહિનાથી વધુ સમયથી “ગેરકાયદેસર કસ્ટડી” માં છે કારણ કે તે 1993 ના મુંબઈ વિસ્ફોટ કેસમાં તેને આપવામાં આવેલી 25 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. 1993 ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના દોષી સાલેમને લાંબી કાનૂની લડાઈ પછી 11 નવેમ્બર, 2005 ના રોજ પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. ભારત અને પોર્ટુગલ દ્વારા સંમત થયેલા પ્રત્યાર્પણની શરતો અનુસાર, સાલેમને મૃત્યુદંડની સજા આપી શકાતી નથી અને તેની જેલની સજા 25 વર્ષથી વધુ ન હોઈ શકે. જસ્ટિસ વિક્રમ…
‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે
(G.N.S) Dt. 16 ગાંધીનગર, રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે. પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે ૧.૪૭ લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ…
(જી.એન.એસ) તા. ૧૬ સોમવારે વહેલી સવારે દક્ષિણ સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્વિસ આલ્પ્સમાં થયેલા ભેખડ ધસી પડ્યા બાદ એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ઓછામાં ઓછા 80 મુસાફરો સવાર હોવાનું માનવામાં આવે છે. પ્રાદેશિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ, કદાચ ઇજાઓ સાથે,” અને ઉમેર્યું હતું કે ગોપ્પેનસ્ટાઇનમાં સવારે 7:00 વાગ્યે (0600 GMT) ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ફેડરલ ટ્રેન ઓપરેટર CFF એ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે હિમપ્રપાતને કારણે “ગોપ્પેનસ્ટાઇન અને બ્રિગેડિયર વચ્ચે ટ્રેન ટ્રાફિક ખોરવાઈ ગયો હતો”.…
(G.N.S) Dt. 16 “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પ સાથે સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ: રાજ્યપાલશ્રી ગાંધીનગર, પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનો ગૌરવસભર પ્રારંભ થયો. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાને સંબોધતા રાજ્યની વિકાસયાત્રા, સુશાસન અને સર્વસમાવેશી નીતિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત હંમેશાં રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહી છે. “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે રાજ્ય સરકાર યુવાશક્તિ, નારીશક્તિ, ખેડૂત અને ગરીબોના કલ્યાણ માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થતાં “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન…
(જી.એન.એસ) તા. ૧૩ અમદાવાદ, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આયોજિત વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ ‘25મા ભારત રંગ મહોત્સવ’ અમદાવાદ ખાતે 14 ફેબ્રુઆરી, 2026થી પ્રારંભ થશે. ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી યોજાનારો આ મહોત્સવ 16 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ ત્રણ દિવસીય નાટ્ય ઉત્સવ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઉપાસના ઓડિટોરિયમ ખાતે યોજાશે. જેનો પ્રવેશ નિઃશુલ્ક પ્રવેશે રહેશે. આ ત્રણ દિવસીય નાટ્ય ઉત્સવ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઉપાસના ઓડિટોરિયમ ખાતે યોજાશે. આ વર્ષના મહોત્સવની થીમ ‘સંવાદ સંસ્કૃતિયોં કા ‘ રાખવામાં આવી છે, જે વિવિધ અવાજો અને કલાત્મક નવીનતાઓને એક મંચ પર લાવશે. ખાસ વાત એ છે કે આ વર્ષનું પ્રકરણ ગુજરાતી રંગભૂમિમાં અમૂલ્ય…
ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી જન-જન સુધી કરાઇ રહ્યો છે સફળ ‘સંવાદ’ AIRના માધ્યમથી દેશભરમાં ૪૭૯ પ્રસારણ કેન્દ્રો દ્વારા વિવિધ ૨૩ ભાષાઓ અને ૧૭૯ સ્થાનિક બોલીઓમાં કાર્યક્રમો પ્રસારિત વિચારોને વાચા આપનાર રેડિયો માત્ર સંચારનું સાધન નહીં, પરંતુ વિશ્વાસ, જોડાણ અને પ્રેરણાનો અવાજ છે. દર વર્ષે તા.૧૩ ફેબ્રુઆરીના રોજ યુનેસ્કોના માધ્યમથી ‘વર્લ્ડ રેડિયો ડે’ની ભારત સહિત વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ રેડિયો પ્રસારણકર્તાઓને સમર્પિત છે, જે સમાચારોનો પ્રસાર કરે છે, વિચારોને વાચા આપે છે અને રસપ્રદ કથાઓ…
(જી.એન.એસ) તા. ૧૨ સુરત, રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. અંદાજીત રૂ.૧૨ કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં રૂ.૫ થી ૫૦ હજારનો શુલ્ક લેવામાં આવે છે, તે સારવાર અહીં નિ:શુલ્ક આપવામાં આવશે. આ વિષે વધુ જણાવતાં સુરત નવી સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ.ધારિત્રી પરમારે કહ્યું કે, રાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ નવી…
