Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૩૦/૦૪/૨૦૨૬)
- દૈનિક રાશિફળ (૩૦/૦૪/૨૦૨૬)
- સિવિલ હોસ્પિટલનું ૨૩૮મું અંગદાન: ૨૪ વર્ષીય મોઇંગસુહાનું હૃદય અને કિડની હવે અન્યમાં ધબકશે
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના આયોજનની કેબિનેટ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરી
- ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રીશ્રીની સુચના
- ભાજપના ઉમેદવાર પ્રવેશ વાહી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટાયા
- OPEC માંથી UAE બહાર નીકળવાથી વૈશ્વિક ઉત્પાદનમાં વધારો થશે, ભવિષ્યમાં તેલના ભાવ ઘટશે: રશિયા
- કેનેડાએ ડાયાબિટીસ માટે ડૉ. રેડ્ડીના જેનેરિક સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનને મંજૂરી આપી
- ઓસ્ટ્રેલિયા ન્યૂઝરૂમ, પત્રકારત્વને ભંડોળ પૂરું પાડવા માટે મેટા, ગૂગલ અને ટિકટોક પર ટેક્સ લાદવાનું વિચારી રહ્યું છે
- ચીનના હેંગલી પર અમેરિકાના પ્રતિબંધો ઈરાનના તેલ ઉત્પાદન પરના દબાણમાં વધારો દર્શાવ્યો
- અફઘાન મહિલા શરણાર્થી ટીમને FIFA ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી
- 2026 ના T20 વર્લ્ડ કપ પછી ન્યુઝીલેન્ડના 3 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે
Author: dhrumit
(જી.એન.એસ) તા. ૨૫ અત્યાર સુધીમાં 38 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો પ્રારંભ, 1 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, ₹83 લાખથી વધુનું વેચાણ થયું ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ‘વોકલ ફોર લોકલ’ મંત્રને અનુસરીને દેશના નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા મળી રહી છે. આ ઉપરાંત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ…
(જી.એન.એસ) તા. ૨૫ ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦,૨૮૮ પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ ૨૦૨૪માં ૬,૩૧૯ અને વર્ષ ૨૦૨૫માં ૪,૭૮૧ મળીને કુલ ૧૧,૧૦૦ પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. વડોદરા શહેરમાં પોલીસ મહેકમની ખાલી જગ્યાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્યમંત્રી વેકરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી-૨૦૨૬માં વડોદરા શહેરમાં ૧,૧૩૧ પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં ૪૭૫ બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં અંદાજે…
(જી.એન.એસ) તા. ૨૫ ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા એમઓયુની વિગતો આપતાં પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિતે જણાવ્યું કે VGRC-2025 અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માટે કુલ ₹૧,૫૨૭.૫૬ કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. પ્રવાસન રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસન અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યાં છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રવાસન સુવિધાઓ ઊભી કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા તથા સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના સ્રોતમાં વધારો કરવા વ્યૂહાત્મક એમઓયુ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈકો-ટૂરિઝમના વિકાસ માટે અને હોટલો, રિસોર્ટ્સ…
(જી.એન.એસ) તા. ૨૫ સેમિકનેક્ટ કોન્ફરન્સની ત્રીજી આવૃત્તિમાં વૈશ્વિક CEOs અને નીતિ નિર્માતાઓ ભાગ લેશે માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી સેમી, કેઇન્સ અને તેમના વૈશ્વિક ભાગીદારો ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસમાં જોડાશે ગાંધીનગર, ગુજરાત સરકાર આગામી 1 માર્ચ, 2026ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026ની ત્રીજી આવૃત્તિની યજમાની કરશે. ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા આયોજિત, આ વૈશ્વિક કોન્ફરન્સ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ થકી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનશ્રીના ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના આહ્વાને સેમિકન્ડક્ટર ક્ષેત્રને ભારતના ગ્રોથ એજન્ડાના કેન્દ્રમાં સ્થાપિત કર્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ…
(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, ગાંધીનગર સેક્ટર – ૨૩ સ્થિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે તા. ર૪મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વરિષ્ઠ નિવૃત્ત અધિક માહિતી નિયામક શ્રીજ્યોતીન્દ્રભાઈ દવેના અધ્યક્ષ સ્થાને નિવૃત્ત માહિતી પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં માહિતી ખાતાના ૭૦ વર્ષની વયના વરિષ્ઠ કર્મયોગી મિત્રોનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં માહિતી ખાતાના દિવંગત અધિકારી-કર્મચારઓના માનમાં બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.શ્રી જ્યોતીન્દ્રભાઈ દવેએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ મંડળ નથી પરંતુ પરિવાર છે જેનું કોઈ બંધારણ નથી પણ મૈત્રીપૂર્ણ બંધન છે. આ પ્રસંગે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના શ્રી અનિલ પટેલે…
(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવતા આ નિર્ણય માટે વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો ગિફ્ટ સિટી સાથેની આ કનેક્ટિવિટીથી શૈક્ષણિક સંસ્થાઓ-વ્યાપારી કેન્દ્રો-મલ્ટી નેશનલ કંપનીઓ તથા અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને સીધો લાભ થશે* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ સુગમ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના હાલના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સ્થપાયેલા અને વિશ્વભરમાં ફિનટેક હબ તરીકે…
(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર/બનાસકાંઠા, વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગની માહિતી આપતા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારોમાં રોડ-રસ્તાના નેટવર્કને વધુ મજબૂત કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કુલ ૧૪૮ કિમીના રસ્તાઓ માટે રૂ. ૨૪૬ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ઇકબાલગઢથી સુરેલા-ધનપુરા-વિરમપુર-અંબાજી રોડના નવનિર્માણ અંગે વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે,અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને વિરમપુર થઈને યાત્રાધામ અંબાજીને જોડતા મહત્વના માર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૯.૮૦ કરોડના ખર્ચે રોડનું નવીનીકરણ કરવામાં આવશે. જેમાં રોડની વાઈડનીંગની કામગીરી, માટીકામ,…
(જી.એન.એસ) તા. ૨૪ નવી દિલ્હી, ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.આગામી તા.૨૯ માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ પુન:શરૂ થશે જેનું આવતીકાલ તા.૨૫મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે જેનો નાગરિકોને લાભ લેવા મંત્રીશ્રી એ અપીલ કરી છે. ભાવનગર શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ત થશે. ભાવનગરને સુચારું હવાઈ સુવિધા મળે તે…
(જી.એન.એસ) તા. ૨૪ ગાંધીનગર, રાજ્યમાં વસતી ગણતરી ૨૦૨૭નું દ્વિતબક્કીય આયોજન: પ્રથમ તબક્કામાંઘર-આવાસની માહિતી અને બીજા તબક્કામાં લોકગણના પ્રક્રિયા હાથ ધરાશે ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની કચેરી દ્વારા આયોજિત વસતી ગણતરી-૨૦૨૭ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાઈ હતી. મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે જણાવ્યું હતું કે, વસતી ગણતરી-૨૦૨૭ ચોકસાઈ, પારદર્શિતા અને ડિજીટલ ગવર્નન્સમાં બેન્ચમાર્ક સ્થાપિત કરશે. ભારતની વસતી ગણતરી દેશનો સૌથી મોટો અને મહત્વનો વહીવટી કાર્યક્રમ છે. વર્ષ ૨૦૨૭ની વસતી ગણતરી અત્યંત મહત્વની છે કારણકે દરેક નીતિ નિર્ણય માટે…
(જી.એન.એસ) તા. ૨૪ અમદાવાદ, ૫ થી ૧૦ લાખનો ખર્ચ ધરાવતી જટિલ સર્જરીઓ અમદાવાદ સિવિલ મેડિસીટીમાં થઈ નિઃશુલ્ક આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનશેરીયાએ ઈન્ડો-અમેરિકન ડૉક્ટરોના માનવીય અભિગમને બિરદાવ્યો અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા ૭ બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક આંકડા મુજબ દર ૧૦૦૦ બાળકોમાં ૧ બાળકમાં જોવા મળતી કાઇફોસિસ અને સ્કોલિયોસિસ જેવી વિકૃતિઓ સામે આ કેમ્પ એક નવી આશા લઈને આવ્યો છે. ‘કાઇફોસ્કોલિયોસિસ’ એક ગંભીર બીમારી…
