Author: dhrumit

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, ગુજરાતના યુવાનોને ગ્લોબલ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પિડિલાઇટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, NAMTECH, ટાટા IIS, જસ્ટ ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો (વડનગર) અને IACE જેવા અગ્રણી ઉદ્યોગો સાથે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સરકાર, ઉદ્યોગો અને તાલીમ સંસ્થાઓ વચ્ચેનો આ ત્રિવેણી સંગમ ગુજરાતના યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રેસર બનાવવામાં પાયાનો પથ્થર સાબિત થશે, તેમ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું. રાજ્યના યુવાનોને આધુનિક અને વૈશ્વિક કક્ષાની તાલીમ પૂરી પાડવા માટે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તાજેતરમાં ગાંધીનગર ખાતે દેશના અગ્રણી ઉદ્યોગ સમૂહો સાથે સમજૂતી કરાર-MoU પર હસ્તાક્ષર કરવામાં…

Read More

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષા ૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે તા. ૨૬ ફેબ્રુઆરીથી ૧૮ માર્ચ, ૨૦૨૬…

Read More

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, પંચેશ્વર મંદિરના પ્રાંગણમાં વિશાળ હિન્દુ સંમેલનમાં બાળકો ધ્વારા સનાતન ધર્મને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્મો રજૂ થશે.————————————————————————- હિન્દુ સંમેલનમાં સફાઇ કામદાર ભાઇબહેનોનું વિશેષ સન્માન કરી સામાજિક સમરસતાનો બોધ કરાવાશે. રાયસણ મેટ્રો સ્ટેશન સામે પંચેશ્વર તળાવના કિનારે આવેલ વિશાળ પંચેશ્વર મંદિરમાં આગામી શિવરાત્રિના દિવસે દિવ્ય શિવ આરાઘનાના વિવિધ કાર્યક્રમો દ્વારા મહાશિવરાત્રિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. મંદિર સમિતિ અને ભક્ત સમુદાય ધ્વારા શિવરાત્રીની ભક્તિમય ઉજવણીને સાકાર સ્વરુપ આપવા તડામાર તૈયારીઓ આરંભાઈ દેવાઇ છે. રાયસણનું પંચેશ્વર મંદિર તેની આધ્યાત્મિક અને રચનાત્મક સામાજીક પ્રવૃત્તિઓના કારણે સમગ્ર ગાંધીનગર અને આસપાસના ગામોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આગામી ૧૫ ફેબ્રુઆરી, રવિવારે મહાશિવરાત્રિના રોજ પંચેશ્વરમંદિરમાં…

Read More

(જી.એન.એસ) તા. ૧૨ અમૃત 2.0 હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં ₹117.56 કરોડના ખર્ચે કુલ 131 બગીચાઓ વિકસિત થઈ રહ્યાં છે, જેમાંથી 70 બગીચાઓનું વિકાસકાર્ય પૂર્ણ ગાંધીનગર, લાઠી નગરપાલિકામાં ₹1.26 કરોડના ખર્ચે ભવાની ગાર્ડનનું થયું સૌંદર્યીકરણ, જ્યારે પાલનપુર નગરપાલિકામાં ₹2.25 કરોડના ખર્ચે કૈલાસવાટિકાનો પુનઃવિકાસ ઉદ્યાનો, બગીચાઓ અને ખુલ્લી જગ્યાઓના વિકાસ થકી શહેરી હવાની ગુણવત્તા સુધારવાનો અને હરિત આવરણને વિસ્તૃત કરવાનો ઉદ્દેશ ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મિશનની મુખ્ય પહેલોમાં જળસ્ત્રોતોને પુનર્જીવિત…

Read More

(જી.એન.એસ) તા. ૧૨ ગાંધીનગર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘ભાષિણી રાજ્યમ’ વર્કશોપનું કરાયું સફળ આયોજન AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતી સહિત દેશની વિવિધ સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પોતાની ભાષા અને બોલી જાળવી રાખવી એ આપણા સૌની ફરજ છે. ભારત વિવિધતા ધરાવતો દેશ છે એટલે જ દરેક પ્રદેશની બોલી-ભાષા અલગ અલગ છે. ડિજિટલ યુગમાં ભાષિણી ટૂલ્સના માધ્યમથી હવે અંગ્રેજી સહિત કોઈપણ ભાષામાંથી તેનું સ્થાનિક ભાષામાં ભાષાંતર કરી શકાય છે, જેથી વિષય-ભાષાને સમજવામાં વધુ સરળતા રહેશે, તેમ આજે ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ…

Read More

(જી.એન.એસ) તા. ૧૨ અમરાવતી, આંધ્રપ્રદેશ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ ચ. અય્યન્ના પાત્રુડુએ બુધવારે વિધાનસભાની કાર્યવાહીમાં હાજરી આપવા માટે જવાબદારી સુનિશ્ચિત કરવા માટે તમામ ધારાસભ્યો માટે એક નવી “ડિજિટલ હાજરી” સિસ્ટમ રજૂ કરી. બજેટ સત્રની શરૂઆતના પ્રસંગે, રાજ્ય વિધાનસભાના મહાસચિવ પ્રસન્ના કુમાર સૂર્યદેવરાએ એક જાહેરનામું બહાર પાડ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્પીકરના આદેશ મુજબ, સભ્યોની હાજરી તાત્કાલિક અસરથી ડિજિટલ માધ્યમો દ્વારા સતત રેકોર્ડ કરવામાં આવશે. “તેથી, હાજરી રજિસ્ટર પર સહી કરવાની છૂટ આપવામાં આવી છે,” તેમણે જાહેરનામામાં જણાવ્યું હતું. રાજ્યપાલના ભાષણ પછી વિધાનસભા લોબીમાં પત્રકારો સાથે વાત કરતા, પાત્રુડુએ કહ્યું કે ધારાસભ્યો માટે કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિત ડિજિટલ હાજરી સિસ્ટમ વિધાનસભામાં…

Read More

મેષ આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. જો તમે લોન લેવા માટે ઘણા દિવસો થી પ્રયાસ કરી રહ્યા છો તો આજ ના દિવસે તમને લોન મળી શકે છે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહો-તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે. વૃષભ આજના દિવસે તમને પ્રેરણા આપતી…

Read More

(G.N.S) Dt. 11 ગાંધીનગર/કચ્છ, આ પ્રોજેક્ટ માત્ર પાણી બચાવવા પૂરતો નહીં, પરંતુ એક સંપૂર્ણ ઇકો સિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્યપ્રાણીઓ-પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું. મંત્રી શ્રી મોઢવાડીયાએ વિગતો આપતા કહ્યું હતું કે, કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન તેમજ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે માટી-ભેજ સંરક્ષણ સંબંધિત કામગીરી કરવામાં આવી…

Read More

(જી.એન.એસ) તા. ૧૧ નવી દિલ્હી, ભારતની બ્રિક્સની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ (BRICS) શેરપા/સોસ-શેરપા બેઠક 9 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં શરૂ કરવામા આવી છે. ત્રણ દિવસ ચાલાનારી આ બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ પ્રતિનિધિઓ ઉપસ્થિત છે, જેઓ 11 ફેબ્રુઆરી સુધી મુખ્ય પ્રાથમિકતાઓ, સંકલન અને સભ્ય દેશો વચ્ચેના સહયોગ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરશે. આ મહત્વપૂર્ણ બેઠક અંગે વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જાયસ્વાલે એક્સ પોસ્ટ પર જણાવ્યું હતું કે સચિવ (આર્થિક સંબંધો) અને ભારતના બ્રિક્સ શેરપા, શ્રી સુધાકર દલેલા આ બેઠકમાં જોડાયા છે. આ ચર્ચામાં ચીનના ઉપવિદેશપ્રધાન મા ઝાઓક્સુ અને ભારતમાં બેલારુસના રાજદૂત એમ. કાસ્કો પણ હાજર રહ્યા હતા. તેમના સંબોધનમાં, રાજદૂત કાસ્કોએ…

Read More

(જી.એન.એસ) તા. ૧૧ ગાંધીનગર/અમદાવાદ, ૫૦ ઝોનમાં વહેંચાઈને ૨૨૦ પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા પક્ષી વૈવિધ્ય અને તેમની વસ્તીની પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે દર બે વર્ષે આ પ્રકારનો વ્યાપક અભ્યાસ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલા આ સર્વેમાં અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઈ છે, જે ૨૭૦ જેટલી વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. વન્યજીવ વિભાગ દ્વારા વ્યવસ્થિત આયોજન અને કામગીરી-આ ગણતરી પ્રક્રિયાને ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવા માટે સમગ્ર અભયારણ્યને ૫૦ સર્વે ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. દરેક…

Read More