Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૩૦/૦૪/૨૦૨૬)
- દૈનિક રાશિફળ (૩૦/૦૪/૨૦૨૬)
- સિવિલ હોસ્પિટલનું ૨૩૮મું અંગદાન: ૨૪ વર્ષીય મોઇંગસુહાનું હૃદય અને કિડની હવે અન્યમાં ધબકશે
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે યોજાનાર ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના આયોજનની કેબિનેટ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરી
- ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધીના તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને ફરિયાદોનું ઝડપથી નિવારણ લાવવા મુખ્યમંત્રીશ્રીની સુચના
- ભાજપના ઉમેદવાર પ્રવેશ વાહી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે ચૂંટાયા
- OPEC માંથી UAE બહાર નીકળવાથી વૈશ્વિક ઉત્પાદનમાં વધારો થશે, ભવિષ્યમાં તેલના ભાવ ઘટશે: રશિયા
- કેનેડાએ ડાયાબિટીસ માટે ડૉ. રેડ્ડીના જેનેરિક સેમાગ્લુટાઇડ ઇન્જેક્શનને મંજૂરી આપી
- ઓસ્ટ્રેલિયા ન્યૂઝરૂમ, પત્રકારત્વને ભંડોળ પૂરું પાડવા માટે મેટા, ગૂગલ અને ટિકટોક પર ટેક્સ લાદવાનું વિચારી રહ્યું છે
- ચીનના હેંગલી પર અમેરિકાના પ્રતિબંધો ઈરાનના તેલ ઉત્પાદન પરના દબાણમાં વધારો દર્શાવ્યો
- અફઘાન મહિલા શરણાર્થી ટીમને FIFA ટુર્નામેન્ટમાં રમવાની મંજૂરી
- 2026 ના T20 વર્લ્ડ કપ પછી ન્યુઝીલેન્ડના 3 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે
Author: dhrumit
(જી.એન.એસ) તા. ૨૭ ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાનસભા સંકુલ ખાતે ખેડૂતો અને પ્રજાજનોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવેલા કુલ ૯ ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ સ્ટોલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન સ્ટોલના ઉદ્ઘાટન બાદ રાજ્યપાલશ્રી સહિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શિત કરવામાં આવેલી પ્રાકૃતિક ચીજવસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું અને ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા…
(જી.એન.એસ) તા. ૨૭ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય આઈ ટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે જ્યારે દુનિયાની સામે કોવિડ- ૧૯ ના પડકારો ઊભા થયા અને તેને કારણે અમુક જે અગત્યના પાર્ટસ હતા એની સપ્લાય ચેઈન ખોટવાઈ હતી એમાં મહત્વની સિસ્ટમ સેમીકન્ડક્ટર છે.સેમીકન્ડક્ટર ઉત્પાદન બંધ થવાથી દુનિયાના ઘણાં ઉદ્યોગો ને માઠી અસર થઈ હતી. આ એક મોટો પડકાર હતો, આ પડકારને એક અવસર ગણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવાનું નક્કી કર્યું જેને પરિણામે આજે દેશ સેમીકન્ડક્ટર સહિતના ફિફ્થ જનરેશન સ્માર્ટ મેનુફકચુરિંગમાં દુનિયામાં નેતૃત્વ કરી રહ્યું છે. આ બાબતે ગયા અઠવાડિયામાં વડાપ્રધાનશ્રીના…
(જી.એન.એસ) તા. ૨૭ ગાંધીનગર, સરકારશ્રી દ્વારા ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની ભાડા ખરીદપધ્ધતિથી બનેલ વિવિધ આવાસ યોજના જેમ કે ઇ.ડબલ્યુ.એસ., એલ.આઇ.જી., એમ.આઇ.જી., હરીફાઇ(કોમ્પો.), કેશલોન આવાસોના લાભાર્થીઓએ મૂળ હપ્તાની ચૂકવવાની બાકી રકમ પર ચડેલ દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફી આપવા બાબતની યોજનાને મંજુરી આપવામાં આવેલ છે. જે તા.૩૧/૦૧/ ૨૦૨૬ થી છ મહિના સુધી લાગુ રહેશે. અત્યાર સુધીમાં અંદાજિત ૧૪૨ લાભાર્થીઓએ મુદલની રકમ રૂ.૪૦,૩૧,૩૯૪/- ભરી રૂ.૩,૧૬,૯૬, ૮૩૨/-જેટલી દંડનીય વ્યાજમાફીનો લાભ મેળવેલ છે. જેથી મુદત પૂરી થાય તે પહેલા લાગુ પડતા બાકીના લાભાર્થીઓને બોર્ડની તમામ બાકી મૂળ હપ્તાની રકમ પૂરેપૂરી ભરપાઇ કરી દંડનીય વ્યાજમાં ૧૦૦ ટકા માફીનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.…
(જી.એન.એસ) તા. ૨૭ ગાંધીનગર, ₹100 કરોડના કુલ પ્રસ્તાવિત ખર્ચે બાળકોથી લઇને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ વયજૂથના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે પાર્કમાં આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સામાજિક મેળાવડાઓ અને સંગઠિત કાર્યક્રમો થકી શહેરી સમુદાયો વચ્ચેનું જોડાણ મજબૂત થશે છોડવાં અને વૃક્ષોના વાવેતર, થીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ થકી અર્બન ઇકોલોજીમાં વધારો થશે ગુજરાતના શહેરી વિસ્તારોમાં વિવિધ વયજૂથના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સ્થળોની માંગ હવે વધી રહી છે. એવા વાયબ્રન્ટ કોમ્યુનિટી સ્થળો જે મનોરંજનની સાથે સાથે સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને પણ પ્રોત્સાહન આપે છે. ઝડપી શહેરીકરણને કારણે શહેરી વિસ્તારમાં વસતા લોકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને…
ટૂંક સમયમાં દેશભરના લોકો નજીકના ચકાસાયેલ આધાર કેન્દ્રો શોધી શકશે અને ઉપલબ્ધ સેવાઓ ચકાસી શકશે (જી.એન.એસ) તા. ૨૬ નવી દિલ્હી, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) અને ગૂગલે ગૂગલ મેપ્સ પર અધિકૃત આધાર કેન્દ્રોના પ્રદર્શનને સક્ષમ કરવા માટે હાથ મિલાવ્યા છે, જે એક એવું પગલું છે જે દેશભરના રહેવાસીઓ માટે પ્રવેશની સરળતા અને સુવિધામાં વધારો કરશે. આ પહેલ રહેવાસીઓને આપવામાં આવતી સેવાઓના સ્વરૂપના આધારે આધાર કેન્દ્રો ઓળખવામાં મદદ કરશે, જેમ કે પુખ્ત નોંધણી (adult enrolment), બાળ નોંધણી (child enrolment) અથવા ફક્ત સરનામું અને મોબાઇલ અપડેટ. આ ઉપરાંત, કેન્દ્રની સુલભતા સંબંધિત માહિતી, જેમાં દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાર્કિંગ સુવિધાઓની ઉપલબ્ધતા, કાર્યકારી કલાકો જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે, તે પણ જ્યાં લાગુ પડતું હોય ત્યાં પ્રદર્શિત…
(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, યાત્રાધામોમાં સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો જળવાઈ રહે, વીજ સુરક્ષાનું સ્તર વધે તથા સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન મળે તે હેતુસર વીજ વિતરણમાળખાનું આધુનિકરણ કરવામાં આવશે. રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો. પ્રવાસન અને મંદિરની કામગીરી તથા તહેવારો દરમિયાન વિશ્વસનીય અને સતત વિજ પુરવઠો મળી રહેશે. અંડરગ્રાઉન્ડ નેટવર્ક, વ્યવસ્થિત વિતરણ સિસ્ટમ અને આધુનિક સુવિધાઓ થકી યાત્રાધામના સૌંદર્યમાં વધારો સરકારી ઈમારતો તથા લોકલ ઓથોરીટીની ઈમારતો પર મહત્તમ 500 kW ક્ષમતા સુધીના રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપન માટે રાજ્યની સોલાર સબસિડી સહાય. આ યોજના વીજ વિતરણ નવીનીકરણ થકી નેટવર્કને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને આધુનિક બનાવવા માટે છે, જેમાં કેબલિંગ,…
(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાત લક્ઝમબર્ગના ગ્રાન્ડ ડચીના નાણાં મંત્રી શ્રી ગિલિસ રોથ અને ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. લક્ઝમબર્ગ 115 બેંક્સ સાથે 8 ટ્રીલિયન યુરોનું રોકાણ એસેટ મેનેજમેન્ટમાં અને 80 જેટલા દેશોમાં ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાંન્સિયલ સર્વિસસમાં પ્રેઝન્સ ધરાવે છે આ સંદર્ભમાં તેમણે ભારત-ગુજરાત સાથે નાણાંકિય સંબંધો વિસ્તારવા માટેની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત પ્રુડન્ટ ફાયનાંન્સિયલ મેનેજમેન્ટ ધરાવતું રાજ્ય છે. એટલું જ નહિ, ગ્રીન એનર્જી, ગ્રીન ફાયનાંન્સિગ તથા ગ્રીન ગ્રોથમાં લિડ લેવા સજ્જ છે તે સંદર્ભમાં લક્ઝમબર્ગની ગ્રીન બોન્ડ અને ગ્રીન ફાયનાંન્સિગ…
(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, ચાર વર્ષમાં નિર્માણકાર્યની જોગવાઇ, સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાં ઉદ્યોગોને મળતી સુવિધાઓમાં વધારો**ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્ર અને ઔદ્યોગિક ઇકોસિસ્ટમના વિકાસ માટે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલસાણંદ ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત નેશનલ અને મલ્ટીનેશનલ કંપનીઓ માટે સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી, હોટલ નિર્માણ માટે પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. સાણંદ-2 ઔદ્યોગિક વસાહતમાં 20168.54 ચોરસ મીટર (અંદાજિત 5 એકર) જેટલો પ્લોટ વિશેષ રીતે પ્રીમિયમ હોટલ નિર્માણ માટે રિઝર્વ કરવામાં આવ્યો હતો જેની હરાજી 22 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ કરવામાં આવી છે. આ ઇ-હરાજીમાં મહત્તમ બીડ સાથેના ડેવલપરને નિયમોનુસાર પ્લૉટની ફાળવણી કરવામાં આવી છે. 3 થી 5 સ્ટાર હોટલના નિર્માણની કામગીરી શરૂ કરવા…
(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, જ્યારે માનસિક અસ્વસ્થતાને કારણે એક માતા રસ્તો ભટકી ગઈ, ત્યારે સખી વન સ્ટોપ સેન્ટર તેના માટે આશાનું કિરણ બન્યું ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કાર્યરત ‘વન સ્ટોપ સેન્ટર’ યોજના મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ કેમ્પસ ,સેક્ટર-૧૨ ખાતે આવેલું સખી વન સ્ટોપ સેન્ટર માત્ર આશ્રય જ નહીં, પરંતુ તૂટતા પરિવારોને જોડવાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યું છે. આવી જ એક ઘટના તાજેતરમાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સામે આવી. મધ્યરાત્રિના સમયે ‘૧૮૧ અભયમ’ મહિલા હેલ્પલાઇન દ્વારા એક ૨૫ વર્ષની અજાણી મહિલાને તેના એક વર્ષના માસૂમ બાળક સાથે સેન્ટર…
(જી.એન.એસ) તા. ૨૬ ગાંધીનગર, પાકમાં રોગ – જીવાતથી થતા નુકસાનને અટકાવવા રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભી રહી છે. જે અંતર્ગત ઉનાળુ બાજરીના પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે લેવાના વિવિધ પગલાં વિશે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ ખેડૂતોએ બાજરીની વાવણી માટે તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણની પસંદગી કરી રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઇએ. બાજરી સાથે મગનું ૨:૧ ના પ્રમાણમાં આંતરપાક લેવાથી સાંઠાની માખી અને ગાભમારાની ઇયળના ઉપદ્રવમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. બિયારણનો દર ૪ થી ૫ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો જોઇએ અને પારવણી વખતે સાંઠાની માખી તથા ગાભમારાની ઈયળથી નુકસાન થયેલા છોડ…
