Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
જુલાઈથી વિદેશી રોકાણકારોએ ભારતીય શેરોમાં રૂ.૧ લાખ કરોડથી વધુની વેચવાલી કરી છે. તેમ છતાં સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DIIs)ની ખરીદીથી બજારને ટેકો મળ્યો છે. જુલાઈ ૧ થી ૮ સપ્ટેમ્બર સુધી FIIs એ રૂ.૧.૦૨ લાખ કરોડ વેચ્યાં, જેમાં સપ્ટેમ્બરના પ્રથમ ૬ દિવસમાં જ રૂ.૭,૮૦૦ કરોડનું વેચાણ થયું. ૧૩ સપ્ટેમ્બર સુધી NSDL ડેટા મુજબ વેચાણ રૂ.૧૧,૧૬૯ કરોડ રહ્યું. ૨૦૨૫માં અત્યાર સુધી FIIs એ રૂ.૨.૧૮ લાખ કરોડ વેચ્યા છે, જ્યારે DIIs એ રૂ.૫.૩૭ લાખ કરોડની ખરીદી કરી છે. વિશ્લેષકોનું માનવું છે કે FIIs એ ચીન, હૉંગકોંગ, અને દક્ષિણ કોરિયા જેવા સસ્તા બજારોમાં નાણા ફેરવ્યા છે. પરંતુ ભારતની મજબૂત GDP વૃદ્ધિ, કર સુધારા અને આવનારા…
તાજેતરના GST ઘટાડાથી વાહનોના ભાવમાં ૩ – ૯%નો ઘટાડો થયો છે. HSBC Global Research મુજબ આ કારણે ઓટો સેક્ટરમાં FY૨૮ સુધી ૪-૧૪%ની વાર્ષિક વૃદ્ધિ (CAGR) થઈ શકે છે. કિંમતો ઘટતાં નવા ગ્રાહકો આવશે અને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ પણ વધશે. પેસેન્જર વાહનોમાં રૂ.૪૦,૦૦૦ થી રૂ.૧.૫ લાખ સુધીનો ઘટાડો થયો છે. ટાટા મોટર્સને સૌથી વધુ ફાયદો થવાની ધારણા છે, ત્યારબાદ મારુતિ, હ્યુન્ડાઇ અને M&Mને લાભ મળશે. બે-પહિયાં વાહનોમાં તહેવારો અને ગ્રામ્ય માગથી તેજી આવશે, જ્યારે ઇલેક્ટ્રિક ૨W વૃદ્ધિ થંભી શકે છે. કોમર્શિયલ વાહનોને પણ લાભ થશે. GST કાપ બાદ ઓટો સ્ટોક્સમાં ૬-૧૭%નો ઉછાળો આવ્યો છે, જ્યારે નિફ્ટી ૫૦ ફક્ત ૨% વધ્યો છે. જો…
એસબીઆઈ રિસર્ચે જણાવ્યું છે કે ઑક્ટોબરમાં વ્યાજદર કાપવાની સંભાવના નથી, કારણ કે ઑગસ્ટ ૨૦૨૫માં ભારતનો રિટેલ મોંઘવારી દર (CPI) થોડોક વધી ૨.૦૭% પર પહોંચ્યો છે. ડિસેમ્બર સુધીમાં પણ કાપની શક્યતા નબળી છે, જો કે પ્રથમ બે ત્રિમાસિકમાં વૃદ્ધિના આંકડા સુધરે તો જ શક્યતા ઊભી થઈ શકે. અહેવાલ મુજબ તાજેતરમાં ૨૯૫ જેટલા જરૂરી ઉપકરણો પર GST ૧૨% થી ઘટાડી ૫% અથવા શૂન્ય કરવામાં આવ્યો છે. જેના કારણે FY૨૬માં મોંઘવારીમાં ૨૫ – ૩૦ બેસિસ પોઇન્ટ જેટલો ઘટાડો થઈ શકે છે. સાથે સેવાઓ પર કરમાં ઘટાડો થવાથી વધારાના ૪૦ – ૪૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. કુલ મળીને FY૨૬ – ૨૭માં CPI…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૯૦૪ સામે ૮૧૯૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૭૪૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૨૫૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૭૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૦૫ સામે ૨૫૨૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૧૪૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
વિદેશી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ પ્રત્યે રોકાણકારોનો રસ ફરી વધતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, ટૂંકા ગાળામાં સ્થાનિક ભંડોળની તુલનાએ તેમના મજબૂત પ્રદર્શનને કારણે આકર્ષણ વધ્યું છે. ઓગસ્ટ મહિનામાં જ આ ફંડ્સમાં લગભગ રૂ.૫૦૦ કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું, જે ઓક્ટોબર ૨૦૨૧ પછીનું સૌથી વધુ છે. સાથે જ ૨૫,૫૦૦ નવા ખાતાઓ ઉમેરાયા, જે ૧૯ મહિનામાં સૌથી મોટો વધારો છે. જ્યારે મોટાભાગની આંતરરાષ્ટ્રીય યોજનાઓ હાલ નવા રોકાણ માટે બંધ છે અને નિયમનકારી અનિશ્ચિતતા યથાવત છે, ત્યારે પણ રોકાણકારો મજબૂત રસ બતાવી રહ્યા છે. ભારતીય ફંડ હાઉસની ઘણી યોજનાઓ મુખ્યત્વે અમેરિકન અને ચીની શેરોમાં રોકાણ કરે છે અને બંને બજારો છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર…
નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઆઈ) માટે નવા લિસ્ટિંગ્સ બજારમાં સતત આવી રહ્યા છે, છતાંયે આ શેરોમાં ટ્રેડિંગની ગતિશીલતા જેટલી અપેક્ષિત હતી એટલી જોવા મળી નથી. આ ટ્રેન્ડનો અંદાજ સોદાની સરેરાશ સંખ્યા, ટ્રેડ થયેલી કંપનીઓની સંખ્યા, ટ્રેડેડ શેરનું પ્રમાણ અને સોદાના કુલ મૂલ્ય પરથી લગાવી શકાય છે. જોકે ટ્રેડ થયેલી કંપનીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, પરંતુ સોદાઓની સંખ્યા, ટ્રેડેડ શેર અને તેમનું મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં બીએસઈ એસએમઆઈ પ્લેટફોર્મ પર સોદાની સંખ્યામાં વાર્ષિક ધોરણે ફક્ત ૬.૪% નો વધારો થયો, જ્યારે ગયા વર્ષે આ વૃદ્ધિ ૧૩.૨% હતી. તે જ સમયે, ટ્રેડેડ શેરના સરેરાશ મૂલ્યમાં ૧૦.૪% નો ઘટાડો થયો અને ટ્રેડેડ…
દેશના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ)માં વધારો નોંધાયો છે. ૫ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વ ૪.૦૩૮ અબજ ડોલર વધી ૬૯૮.૨૬૮ અબજ ડોલર સુધી પહોંચ્યું હોવાનું રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેર કરેલા આંકડામાં જાણવા મળ્યું. આ પહેલાંના સપ્તાહે પણ રિઝર્વમાં ૩.૫૧ અબજ ડોલરનો વધારો થઈ ૬૯૪.૨૩ અબજ ડોલર નોંધાયો હતો. તાજા આંકડા મુજબ ૫ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં ફોરેન કરન્સી એસેટ્સ (FCA) ૫૪ કરોડ ડોલર વધી ૫૮૪.૪૭૭ અબજ ડોલર સુધી પહોંચ્યા હતા. સોનાના ભંડારમાં પણ વધારો જોવા મળ્યો છે. ગોલ્ડ રિઝર્વ ૩.૫૩ અબજ ડોલર વધી ૯૦.૨૯૯ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત, ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) સમક્ષ ભારતનું…
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા બાદ વેપાર પર પડેલા દબાણમાંથી રાહત મેળવવા માટે દેશના નિકાસકારોએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સમક્ષ લોન રિપેમેન્ટમાં મોરેટોરિયમ અને ડોલર-રૂપિયાનો સાનુકૂળ વિનિમય દર પૂરો પાડવા વિનંતી કરી છે. અમેરિકાએ હાલમાં ભારતની નિકાસ પર કુલ ૫૦ ટકા જેટલો ટેરિફ લગાવ્યો છે, જેના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઈલ, ફિશરીઝ અને કેમિકલ્સ જેવા ક્ષેત્રોને મોટો ફટકો પડી શકે છે. નિકાસકારોની ચિંતા દૂર કરવા સરકાર કેટલાક ઉપાયો પર વિચાર કરી રહી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (ફીઓ)ના હોદ્દેદારોની આરબીઆઈ અધિકારીઓ સાથેની બેઠકમાં લોનની ચૂકવણી માટે એક વર્ષનું મોરેટોરિયમ આપવાની સાથે સાથે કોલેટરલ વિના…
મૂડીબજાર નિયામક સેબીએ આઈપીઓ લાવતી મોટી કંપનીઓ માટે ન્યુનતમ જાહેર હિસ્સેદારી (MPS) સંબંધિત નિયમોમાં રાહત આપી છે. લિસ્ટિંગ બાદ રૂ.૫,૦૦,૦૦૦ કરોડથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓને હવે જાહેર જનતાને ફક્ત ૨.૫ ટકા હિસ્સો વેચવો પડશે, જ્યારે અગાઉ આ મર્યાદા ૫ ટકા હતી. સાથે જ સોવરિન-બેક્ડ તથા વિદેશી રિટેલ ફંડ્સ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ અમલમાં લાવવામાં આવી છે જેથી તેઓ સ્થાનિક બજારમાં સરળતાથી પ્રવેશ મેળવી શકે. સુધારેલા નિયમો મુજબ નાના અને મધ્યમ કદની કંપનીઓ માટે હાલના MPO/MPS નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય. પરંતુ રૂ.૫૦,૦૦૦ કરોડથી ૧ લાખ કરોડ વચ્ચેના માર્કેટ કેપ ધરાવતા ઈશ્યૂઅર્સને ૬,૨૫૦ કરોડનો MPO લાવવો પડશે અને ઓછામાં…
ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાના દરમાં સાધારણ વધારો નોંધાયો છે. સરકારે શુક્રવારે જાહેર કરેલા આંકડા મુજબ ઓગસ્ટમાં ફુગાવો ૨.૦૭ ટકા રહ્યો હતો, જે જુલાઈમાં ૧.૬૧ ટકા અને ગત વર્ષે ઓગસ્ટમાં ૩.૬૫ ટકા રહ્યો હતો. શાકભાજી અને માંસ-મચ્છીના ભાવમાં વૃદ્ધિના કારણે કુલ ફુગાવામાં વધારો થયો છે. નવેમ્બર ૨૦૨૪થી સતત નવ મહિના સુધી ઘટતો રહ્યો હતો તેવા ફુગાવાના દરમાં હવે વધારો નોંધાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO)ના ડેટા દર્શાવે છે કે ખાદ્યચીજોમાં ફુગાવો ઓગસ્ટમાં માઈનસ ૦.૬૯ ટકા રહ્યો હતો, જે જુલાઈમાં માઈનસ ૧.૭૬ ટકા હતો. શાકભાજી, માંસ-મચ્છી, તેલ-ફેટ, ઈંડા અને પર્સનલ કેર જેવી ચીજોના ભાવ વધવાના કારણે ખાદ્ય ફુગાવો વધ્યો છે. અનાજના ભાવમાં…
