Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
અમેરિકામાં ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાનો દર વધી ૨.૯ ટકા પર પહોંચ્યો, જે જાન્યુઆરીથી અત્યાર સુધીનો સૌથી વધુ છે. જુલાઈમાં આ દર ૨.૭ ટકા હતો. ખાદ્યચીજો અને એનર્જીના ભાવ વધવાથી ફુગાવો તેજ થયો. બીજી બાજુ, પ્રથમવાર નોકરી મેળવવા માંગતા બેરોજગારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી છે. ઓગસ્ટમાં બેરોજગારોની સંખ્યા ૨૭,૦૦૦ વધીને કુલ ૨.૬૩ લાખ થઈ, જે ઓક્ટોબર-૨૦૨૧ પછીનો સૌથી ઊંચો આંકડો છે. અર્થશાસ્ત્રીઓએ ફક્ત ૨,૦૦૦નો વધારો થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, પરંતુ હકીકતમાં તેનાથી ઘણી વધારે બેરોજગારી વધી છે. ફેડરલ રિઝર્વ માટે હાલ પરિસ્થિતિ મુશ્કેલ બની છે. ફુગાવાનો દર ૨ ટકા ના લક્ષ્યાંકથી વધારે છે, જેના કારણે વ્યાજદર ઘટાડવા યોગ્ય માહોલ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૪૮ સામે ૮૧૭૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૬૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૯૦૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૦૪ સામે ૨૫૧૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૦ પોઈન્ટના…
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં નિફ્ટી ૫૦ કંપનીઓની કમાણીમાં નોંધપાત્ર ધીમી ગતિ જોવા મળી છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સની ઈપીએસ (શેર દીઠ કમાણી) વાર્ષિક ધોરણે ફક્ત ૭.૪ ટકા વધી છે, જે છેલ્લા લગભગ ૪ વર્ષમાં સૌથી નબળું પ્રદર્શન ગણાય છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ઈપીએસ વૃદ્ધિ દર ૨૦.૪ ટકા રહ્યો હતો, જ્યારે અગાઉના બે વર્ષમાં સરેરાશ ૧૮ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. ઈપીએસમાં આ મંદી ૨૦૨૩માં જોવા મળેલા નબળા આંકડાથી પણ ખરાબ ગણાય છે, ત્યારે ઈપીએસ સરેરાશ ૮.૮ ટકા વધ્યો હતો. વર્તમાન ક્વાર્ટરમાં થયેલી આ ગીચ ગતિથી એવું જણાય છે કે કમાણીની રિકવરી ફરી અટકતી દેખાઈ રહી છે. તાજેતરના આંકડા મુજબ…
ડોલર સામે રૂપિયો તૂટી નવા તળિયે ૮૮.૪૬ પર પહોંચી ગયો છે, જેના કારણે મોંઘવારી વધવાની ચિંતા ઊભી થઈ છે. કરન્સી માર્કેટમાં આજે ડોલરના ભાવ રૂ.૮૮.૧૨ પર ખુલ્યા બાદ ઝડપથી વધી ઊંચામાં રૂ.૮૮.૪૬ની સપાટીએ પહોંચ્યા હતા. અંતે ડોલર રૂ.૮૮.૪૨ પર બંધ રહ્યો. ડોલરના ભાવમાં ૩૧ પૈસાનો વધારો થતા રૂપિયા સામે ૦.૩૫ ટકા કમજોરી નોંધાઈ. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને મુંબઈ શેરબજારમાં તેજી હોવા છતાં કરન્સી માર્કેટમાં રૂપિયો સતત નબળો રહ્યો. બજાર નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, અમેરિકાના કડક ટેરિફ પગલાંના કારણે રૂપિયામાં દબાણ વધ્યું છે. એશિયાની અન્ય કરન્સીઓ પણ ઘટી છે, પરંતુ રૂપિયામાં ઘટાડો સૌથી વધારે જોવા મળ્યો છે. આયાતકારોની વધતી ડોલર માગ…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૧.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૨૫ સામે ૮૧૨૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૫૪૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૭૨ સામે ૨૫૦૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૦૪૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૨ પોઈન્ટના…
મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં થતા રોકાણમાં ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જુલાઈના રૂ.૪૨,૭૦૨.૩૫ કરોડની તુલનામાં ઓગસ્ટમાં ઈક્વિટી ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ૨૧ ટકાનો ઘટાડો સાથે રૂ.૩૩,૪૩૦ કરોડ નોંધાયો. તેમ છતાં, સતત ૫૪મા મહિને ઈક્વિટી ફંડોમાં સકારાત્મક પ્રવાહ યથાવત રહ્યો. ઓગસ્ટ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના વહીવટ હેઠળની સંપત્તિ (AUM) જુલાઈના રૂ.૭૫.૩૫ લાખ કરોડથી થોડું ઘટીને રૂ.૭૫.૧૮ લાખ કરોડ રહી. જોકે, રોકાણકારોની ભાગીદારી મજબૂત રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોઝ જુલાઈના અંતે ૨૪.૫૭ કરોડથી વધીને ઓગસ્ટમાં ૨૪.૮૯ કરોડ થયા છે, જે જૂનના અંતે ૨૪.૧૩ કરોડ હતા. આ દરમિયાન…
ભારત તથા યુરોપિયન યુનિયન (EU) વચ્ચે વેપાર કરાર થશે તો અમેરિકા ખાતે ભારતની થતી નિકાસમાંથી લગભગ ૮૫ ટકા નિકાસ યુરોપ તરફ વળી શકે છે. તાજેતરના એક અભ્યાસ મુજબ ભારતના માલસામાન માટે યુરોપમાં વ્યાપક માંગ છે, જે અમેરિકાના ટેરિફ આંચકાથી સુરક્ષા પૂરું પાડવા માટે વૈકલ્પિક બજાર તરીકે ઉભરી શકે છે. ૨૦૨૪ દરમિયાન ભારતે યુરોપિયન યુનિયનમાં ૭૭.૫૦ અબજ ડોલરની નિકાસ કરી હતી, જ્યારે અમેરિકામાં ૭૯.૪૦ અબજ ડોલરની નિકાસ થઈ હતી. અભ્યાસ મુજબ જો વેપાર કરાર અમલમાં આવશે તો અમેરિકાની નિકાસમાંથી અંદાજે ૬૭.૨૦ અબજ ડોલરની નિકાસ યુરોપ તરફ ખસેડાઈ શકે છે. જોકે, નિકાસ કેટલો વધશે તે કરારની શરતો પર આધારિત રહેશે. ડાયમન્ડસ ક્ષેત્રે…
રેટિંગ એજન્સી ફીચે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં સુધારો કર્યો છે. વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો વિકાસ દર ૬.૫૦ ટકાથી વધારીને ૬.૯૦ ટકા મુકાયો છે. ઘરઆંગણેની મજબૂત માગ આ વૃદ્ધિનો મુખ્ય આધાર ગણાઈ રહી છે. ઉપભોક્તાઓની વધતી આવક અને તેનો ખર્ચ પર થયેલો પ્રભાવ આર્થિક ગતિને વધુ ટેકો આપશે. જો કે, આગામી નાણાં વર્ષો માટે ફીચે થોડો સાવધ રહેલો અભિગમ અપનાવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિકાસ દર ૬.૩૦ ટકા અને ૨૦૨૭-૨૮ માટે ૬.૨૦ ટકા રહેવાની ધારણાં મૂકાઈ છે. વિશ્વ સ્તરે, ૨૦૨૫માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દર ૨.૪૦ ટકા રહેવાની ધારણા છે, જે ગયા વર્ષની ૨.૯૦ ટકાની સરખામણીએ નબળી છે.…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૦૧ સામે ૮૧૫૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૨૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૪૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! NIFTY FUTURE :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૫૦ સામે ૨૫૦૨૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૦૦૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨ પોઈન્ટના…
