(જી.એન.એસ) તા. 3
શ્રી જી. વી. સુનીલ કુમાર, મુખ્ય મહાપ્રબંધકે, નાબાર્ડ (NABARD)ની ગુજરાત પ્રાદેશિક કચેરીના ‘ઓફિસર-ઇન-ચાર્જ’ (પ્રભારી અધિકારી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ અગાઉ, શ્રી જી. વી. સુનિલ કુમાર નાબાર્ડ (NABARD)ની મુખ્ય કચેરીમાં માહિતી ટેકનોલોજી વિભાગમાં ચીફ જનરલ મેનેજર તરીકે નિયુક્ત હતા. શ્રી સુનીલ કુમાર BITS પિલાનીમાંથી કેમિકલ એન્જિનિયરિંગના સ્નાતક તથા ગણિતમાં અનુસ્નાતકની પદવી તેમજ HR અને માર્કેટિંગમાં MBA ધરાવે છે; તેમનો NABARD ખાતે IT, HR, કૃષિ અને બિન-કૃષિ વિકાસ તથા સહકારી ક્ષેત્રોમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે.
ગુજરાત પ્રાદેશિક કાર્યાલયનો કાર્યભાર સંભાળતા પહેલાં, શ્રી સુનીલ કુમારે જયપુર, પોર્ટ બ્લેર અને પુણે ખાતેના નાબાર્ડ (NABARD)ના પ્રાદેશિક કાર્યાલયોમાં તેમજ મુંબઈ સ્થિત મુખ્ય કાર્યાલયમાં કામ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે રાયબરેલી, ઉત્તર પ્રદેશમાં જિલ્લા વિકાસ વ્યવસ્થાપક અને મેંગલુરુ સ્થિત બેંકર ગ્રામીણ વિકાસ સંસ્થાન (BIRD)માં ફેકલ્ટી સભ્ય તરીકે પણ સેવાઓ આપી છે.
શ્રી જી. વી. સુનિલ કુમારે નાબાર્ડ (NABARD), ગુજરાતના ‘ઓફિસર-ઇન-ચાર્જ’ તરીકે શ્રી બી. કે. સિંઘલનું સ્થાન લીધું છે, જેઓ 31 જુલાઈ, 2026ના રોજ નિવૃત્ત થયા હતા. નાબાર્ડ (NABARD), ગુજરાતના પ્રભારી અધિકારી તરીકે, શ્રી સુનીલ કુમાર સરકારની પ્રાથમિકતાઓને અનુરૂપ કૃષિ અને ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં કાર્ય કરશે.

