(જી.એન.એસ) તા. 3
અમદાવાદ,
રાજ્યની અગ્રણી ટેકનિકલ યુનિવર્સિટી એવી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) માં પ્રથમ મહિલા કુલપતિ તરીકે સફળતાપૂર્વક પોતાની મુદત પૂર્ણ કરનાર ડૉ. રાજુલ ગજ્જરનો કાર્યકાળ પૂરો થતાં, નવી કાયમી વર્ગીકૃત પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી યુનિવર્સિટીના રોજિંદા વહીવટ અને શૈક્ષણિક કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા ઈન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
GTU નો વધારાનો અને ઈન્ચાર્જ પદભાળ ડૉ. વૈભવ ડી. ભટ્ટને સોંપવામાં આવ્યો છે.નવા ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિયુક્ત થનાર ડૉ. વૈભવ ડી. ભટ્ટ GTU માં જ લાંબા સમયથી સક્રિય રીતે સેવાઓ આપી રહ્યા છે. તેઓ યુનિવર્સિટી સંચાલિત ‘સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી’માં ડિરેક્ટર તરીકેનો પદભાળ સંભાળી રહ્યા છે.
ડૉ. વૈભવ ભટ્ટ અગાઉથી જ GTUની સ્કૂલ ઑફ એપ્લાઇડ સાયન્સમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે અને તેમની પાસે વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ છે. કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેઓ યુનિવર્સિટીની આગામી પરીક્ષાઓ, નવા શૈક્ષણિક સત્રના આયોજન તેમજ ડિગ્રી એનાયત સહિતના વિવિધ પ્રશાસનિક કાર્યોની આગેવાની લેશે.

