(G.N.S) dt. 3/8/26
27 જુલાઈથી 1 ઓગસ્ટ 2026 દરમિયાન સાઓ પાઉલો ખાતે યોજાયેલ BWF વર્લ્ડ સર્કિટ – બ્રાઝિલ પેરા-બેડમિન્ટન ઇન્ટરનેશનલ 2026માં SAI NCoE પેરા બેડમિન્ટનના એથ્લેટ્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
SAI NCoEના ભારતીય શટલર્સે 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનું યોગદાન આપ્યું હતું. એકંદરે, ભારતીય ટુકડીએ 9 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ સહિત કુલ 22 મેડલ પ્રાપ્ત કર્યા હતા, જે વિશ્વ મંચ પર પેરા બેડમિન્ટનમાં ભારતનું વધતું વર્ચસ્વ દર્શાવે છે.
SAI NCoE મેડલ વિજેતાઓ:
- યશોધન રાવણકોલે – ચેમ્પિયન (ગોલ્ડ), પુરુષોની સિંગલ્સ SU5
- યશોધન રાવણકોલે અને ધીરજ સૈની – ચેમ્પિયન્સ (ગોલ્ડ), પુરુષોની ડબલ્સ MD SU5
- દિનેશ રાજૈયા – બ્રોન્ઝ, પુરુષોની ડબલ્સ MD SL3-SU5
- નિતિન કેટી – બ્રોન્ઝ, પુરુષોની ડબલ્સ MD SH6
- ઉમા સરકાર – બ્રોન્ઝ, મિશ્ર ડબલ્સ – SL3-SU5 XD
- ધીરજ સૈની – સિલ્વર, પુરુષોની સિંગલ્સ SU5
આ ટીમનું પ્રદર્શન SAI NCoE ગાંધીનગરના વરિષ્ઠ કોચ બત્રી નારાયણનના માર્ગદર્શન હેઠળ થયું હતું. SAI મીડિયા સાથે વાત કરતા શ્રી નારાયણે પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આનાથી વધુ સારા પરિણામો લાવવાનું વચન આપ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, “આ પરિણામ આપણા એથ્લેટ્સની સખત મહેનત અને વિશ્વાસ દર્શાવે છે. આપણે આમાંથી શીખ મેળવીશું અને આગામી સ્પર્ધાઓ માટે વધુ મજબૂત બનીને પાછા ફરીશું.”

