Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
(જી.એન.એસ) તા. 20 બંગાળની ખાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 નોંધાઈ છે.આ ઉપરાંત, મંગળવારે બપોરે 1-44 વાગ્યે નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 નોંધાઈ હતી. સાથેજ બે અન્ય રાજ્યો, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCS અનુસાર, ઉત્તરાખંડના પિથોરાગઢમાં બપોરે 1:32 વાગ્યે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 હતી. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં બપોરે 1:12 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 2.5 હતી.
(જી.એન.એસ) તા. 20 બેંગકોક, દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક દેશોમાં અચાનક COVID-19 ની નવી લહેર ફેલાઈ રહી છે, જેમાં હોંગકોંગ, સિંગાપોર, ચીન અને થાઇલેન્ડમાં ચેપમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સિંગાપોરમાં ગયા વર્ષે કેસોમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે, જેમાં 14,200 કેસ નોંધાયા છે. હોંગકોંગમાં છેલ્લા ૧૦ સપ્તાહમાં ૩૦ ગણો વધારો થઇ રહયો છે. હોંગકોંગ ઉપરાંત સિંગાપુરમાં પણ ૩૦ ટકા જેટલા કેસ વધ્યા છે. ચીન અને થાઇલેન્ડમાં પણ કોવિડનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહયું છે. મીડિયા સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હોંગકોંગમાં ૧૦ મે ૨૦૨૫ સુધીમાં કોરોનાના ૧૦૪૨ કેસ નોંધાયા હતા. માર્ચની શરુઆતમાં માત્ર ૩૩ કેસ હતા જેમાં સતત વધારો…
(જી.એન.એસ) તા. 20 પેશાવર, ચીન દ્વારા પાકિસ્તાનમાં વિશ્વનો પાંચમો સૌથી ઊંચો ડેમ બનાવવામાં આવી રહ્યો છે જે પેશાવરને દરરોજ 300 મિલિયન ગેલન પાણી પૂરું પાડે છે. આ સંદર્ભમાં, એક મીડિયા રિપોર્ટ અનુસાર, પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 1960ની સિંધુ જળ સંધિ (IWT) સ્થગિત કર્યાના અઠવાડિયા પછી, દેશે પાકિસ્તાનમાં બંધ પર કામ ઝડપી બનાવવાની યોજના જાહેર કરી છે. રાજ્ય માલિકીની ચાઇના એનર્જી એન્જિનિયરિંગ કોર્પોરેશન 2019 થી ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મોહમંદ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ આવતા વર્ષે પૂર્ણ થવાનો હતો. શનિવારે, રાજ્ય પ્રસારણકર્તા CCTV એ અહેવાલ આપ્યો કે ડેમ પર કોંક્રિટ ભરવાનું શરૂ થઈ ગયું…
(જી.એન.એસ) તા. 20 વોશિંગ્ટન, અમેરિકી તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માં સંકળાએલ, ઈમિગ્રેશનમાં મદદ કરનારા ભારતીય ટ્રાવેલ એજન્સીઓ સામે કડક પગલાં જાહેર કર્યા છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન કરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારી ટ્રાવેલ એજન્સીના માલિકો, કર્મચારીઓ પર વિઝા નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેવું યુએસ એમ્બેસીએ સોમવારે કહ્યું હતું. આ મામલે અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીમાં જાણીબુઝીને મદદ કરનારા ટ્રાવેલ એજન્સીઓના માલિકો, કર્મચારીઓ અને સિનિયર એક્ઝીકયુટિવ સામે (સોમવારે) વિઝા નિયંત્રણ લાદવામાં આવ્યા છે. ગેરકાયદેસર ઈમિગ્રેશન, માનવ તસ્કરીમાં મદદરૂપ બનનારાઓની ઓળખ કરવાની અને આગળ કાર્યવાહી કરવાની પ્રવૃત્તિઓ માટે અમારા કન્સ્યૂલેટ અર્ફેસ અને ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસ સતત કાર્યરત છે. સ્મગલિંગ નેટવર્કસને છિન્નભિન્ન કરવા…
(જી.એન.એસ) તા. 20 મુંબઈ, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગયા વર્ષે નવેમ્બરમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની સરકાર બની હતી. જો કે, 77 વર્ષીય છગન ભુજબળને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નહોતા, જેના કારણે તેઓ નારાજ હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ રાજ્યમાં OBC સમુદાયના મોટા નેતા છે. ભુજબળ અગાઉ વિવિધ સરકારોમાં નાયબ મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સિનિયર નેતા છગન ભુજબળે મંગળવારે સવારે મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી પદના શપથ લીધા હતા. મંત્રી બન્યા પછી તેમણે કહ્યું કે, કહેવાય છે ને કે, ‘અંત ભલા તો સબ ભલા’. મેં અત્યાર સુધી દરેક જવાબદારી સારી રીતે નિભાવી છે.…
(જી.એન.એસ) તા. 20 મેડ્રિડ, સ્પેનમાં વહેલી સવારથી તમામ મોબાઈલ નેટવર્ક ડાઉન થયા હતાં, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. મોવિસ્ટર, ઓરેન્જ, વોડાફોન, ડિગીમોબિલ અને 02 સહિતના નેટવર્કને અસર થઈ હતી. સ્પેનમાં ટેલિફોન સર્વિસ આપતી કંપનીઓની તમામ સેવાઓ ખોટવાઈ હતી. મહત્વનું છે કે, સ્પેનમાં મંગળવારે વહેલી સવારથી લેન્ડલાઈન, ઈન્ટરનેટ, ઈમરજન્સી કોન્ટેક્ટ સર્વિસમાં ખામી આવી રહી હોવાની ફરિયાદો થઈ હતી. આ તમામ સેવાઓ અચાનક જ બંધ થઈ ગઈ હતી. મેડ્રિડથી માંડી લિસ્બન સુધીના વિસ્તારમાં અંધારું છવાઈ ગયું છે. આ ઈમરજન્સી પરિસ્થિતિનો ઉકેલ લાવવા આ દેશોએ પ્રોટોકોલ લાગુ કર્યા છે. આમ અચાનક વીજળી ગુલ થવાનું કારણ હજી જાણી શકાયું નથી. પરંતુ…
ગાઝામાં લશ્કરી કાર્યવાહીનો વિરોધ કરવા બદલ ઇઝરાયલના પીએમ દ્વારા યુકે અને ફ્રાન્સની ટીકા કરવામાં આવી (જી.એન.એસ) તા. 20 જેરૂસલેમ, ઇઝરાયલ દ્વારા ગાઝામાં તાજેતરમાં લશ્કરી કાર્યવાહીના વિસ્તરણને કારણે યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને કેનેડા તરફથી ટીકાનો સામનો કર્યા પછી, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે (સ્થાનિક સમય) તે દેશો અને તેમના નેતાઓની આકરી ટીકા કરી, અને તેમના પર 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના નરસંહાર હુમલાને બદલો આપવાનો આરોપ લગાવ્યો. ઇઝરાયલના વડાપ્રધાને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું હતું કે, હમાસ સામે “સંપૂર્ણ વિજય” હાંસલ કરવા માટે ઇઝરાયલની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરું છું, જે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંઘર્ષના ઉકેલ માટેના વિઝન સાથે સુસંગત…
આજે ૨૦ મે એટલે વિશ્વ મધમાખી દિવસ ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં મધમાખી પાલન કરતા ખેડૂતોની સંખ્યામાં થયો નોંધપાત્ર વધારો: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ. (જી.એન.એસ) તા. 19 ગાંધીનગર, નાગરિકોના સ્વાસ્થ્યની જાળવણી અને સજીવ સૃષ્ટિમાં મધમાખીઓ તેમજ અન્ય પરાગરજકોના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે તા. ૨૦મી મેના દિવસને “વિશ્વ મધમાખી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ કર્યો છે, તેમાં મધમાખી પાલનનો વ્યવસાય બમણું યોગદાન આપીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ગુજરાતમાં મધમાખી પાલન વ્યવસાય ખેડૂતોની સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહ્યો છે. કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ સંદર્ભે કહ્યું હતું…
(જી.એન.એસ) તા. 19 અમદાવાદ, આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચંડોળા તળાવ, આસપાસમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમા પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, ચંડોલા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.…
(જી.એન.એસ) તા. 19 દરિયાઈ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના વાર્ષિક મિશન ‘ઓપરેશન ઓલિવિયા’ દ્વારા ફેબ્રુઆરી 2025 દરમિયાન ઓડિશામાં રુષિકુલ્યા નદીના મુખમાં 6.98 લાખથી વધુ ઓલિવ રિડલી કાચબાઓના માળાને સુરક્ષિત રાખવામાં મદદ મળી છે. નવેમ્બરથી મે દરમિયાન વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવતું ઓપરેશન ઓલિવિયા, ICGની એક મુખ્ય પહેલ છે. જેનો હેતુ ઓલિવ રિડલી કાચબાઓ માટે, ખાસ કરીને ગહીરમાથા બીચ અને ઓડિશાના આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામત માળાના સ્થળો સુનિશ્ચિત કરવાનો છે. જ્યાં દર વર્ષે આઠ લાખથી વધુ કાચબાઓ મુલાકાત લે છે. ઓડિશામાં રુષિકુલ્યા નદીના મુખ પર રેકોર્ડ સામૂહિક માળાઓ બનાવવાનું કાર્ય ICG દ્વારા સખત પેટ્રોલિંગ, હવાઈ દેખરેખ અને સમુદાય જોડાણ દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ માટેના સતત પ્રયાસોનો પુરાવો છે. ઓપરેશન ઓલિવિયાની શરૂઆતથી ICG એ 5,387થી વધુ સપાટી પેટ્રોલિંગ ફ્લાઇટ્સ…
