Author: dhrumit

(જી.એન.એસ) તા.૨૦ ગાંધીનગર, પ્રધાનમંત્રીશ્રી દ્વારા આયુષ પદ્ધતિને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. જેથી વર્ષ 2014 થી આયુષ મંત્રાલયની અલગ રચના કરવામાં આવી અને આયુષનું મહત્તમ પ્રચાર પ્રસાર થાય અને વધુ લોકો માહિતગાર બને તે હેતુથી ગુજરાત રાજ્યના પ્રભાગ નિયામકશ્રી, આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી, ગાંધીનગર દ્વારા ચરાડા ખાતે તા. ૨૩ જાન્યુઆરી- ૨૦૨૪ના રોજ કે.જી હાઈસ્કૂલ ,ચરાડા,માણસા તાલુકા ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરના ના ૦૨:૦૦કલાક સુધી આયુષ મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ આયુષ મેળાના મુખ્ય આકર્ષણોની વાત કરવામાં આવે તો દેશનું પ્રાકૃતિક પરીક્ષણ અભિયાન અંતર્ગત આયુષ મેળામાં આવતા લોકોનું પ્રકૃતિ પરીક્ષણ કરવાનો નિર્ધાર, દંતોત્પાટન વગેરે મુખ્ય રહેશે. આ…

Read More

(G.N.S) Dt. 20 ગાંધીનગર, ધી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદની સુચના મુજબ ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા તા. 26.01.2025ના રોજ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ઉપક્રમે દરેક પોસ્ટ ઓફિસ જેવી કે હેડ પોસ્ટ ઓફીસ,  સબ પોસ્ટ ઓફિસ અને બ્રાંચ પોસ્ટ ઓફિસ ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે સાથે જાહેર જનતાના લાભાર્થે “ડાક ચૌપાલ”નું પણ આયોજન કરવામાં આવેલ છે. “ડાક ચૌપાલ” એટલે પોસ્ટ ઓફિસમા આવતી દરેક યોજનાઓ જેવી કે વિવિધ નાની બચત યોજનાઓ, વિવિધ પોસ્ટલ વીમાની યોજનાઓ, વિવિધ સામાન્ય વીમો/અકસ્માત વીમાની યોજનાઓ, સામાજિક જવાબદારી ની યોજનાઓ (PMSBY/PMJJBY/APY), આધાર કાર્ડ અદ્યતન સેવાઓ, India Post Payments Bank ની વિવિધ સેવાઓ, પોસ્ટ ઓફિસના ઓનલાઈન ખાતાકીય વ્યવહાર કઈ રીતે કરવા તે અંગેની…

Read More

(જી.એન.એસ) તા.૨૦ ગાંધીનગર, ગ્રામીણ ભારતમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા અને ડિજિટલ સેવાઓ દરેક નાગરિક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટેના નોંધપાત્ર પગલામાં, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) ડિજિટલ ઈન્ડિયા કોમન સર્વિસ સેન્ટર (DICSC) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે,જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી દ્વારા કલેકટર ઓફિસથી ભારત સરકાર નો પાયલોટ પ્રોજેક્ટ ડિજિટલ ઇન્ડિયા કોમન સર્વિસ સેંટર (Ministry of IT.Gov.in) ડિજિટલ યોજનાની જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ વાન નું ફ્લેગ ઑફ કરવામાં આવ્યું. આ વાન દ્વારા ગાંધીનગર જિલ્લાના દરેક ગામમા સીએસસી દ્વારા ભારત સરકાર ની સેવાઓ જેવી કે, આધાર કાર્ડ,ઈશ્રમ કાર્ડ, રાશન કાર્ડ ekyc, ખેડૂત રજીસ્ટ્રેશન વગેરે સેવાઓ ગામમાં જ આપવામાં આવશે.

Read More

(જી.એન.એસ) તા.૨૦ ગાંધીનગર, રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કોઈપણ જાતની કચાસ ન રહે, અને નગરજનો ઉમળકા ભેર હ્દયમાં દેશભક્તિના નાદ સાથે આ પ્રજાસત્તાક પર્વમાં જોડાય, તેવા ભાવ સાથે 26 મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂ થઈ ચૂકી છે.જ્યારે વાત રાષ્ટ્રીય પર્વની હોય અને આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી જ્યારે પાટનગરમાં થવા જઈ રહી હોય ત્યારે, ભવ્યાતિભવ્ય આયોજન થાય તે આવકાર્ય છે. અને આવા જ ભવ્ય અને દેશની ગરિમાને છાજતા આયોજન માટે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા શરૂઆતથી જ સૂચનો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત ગાંધીનગર કલેકટર શ્રીની આગેવાનીમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી, અધિક…

Read More

(જી.એન.એસ) તા.૨૦ ગાંધીનગર, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે. જે અન્વયે તા ૦૧/૦૧/૨૦૨૦ ના રોજ ગાંધીનગર ખાતે સખી વન સ્ટોપ સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી.સખી વન સ્ટોપ સેન્ટરના નવા બિલ્ડીંગનુ લોકાર્પણ શ્રી અમિતભાઈ શાહ સાંસદ ગાંધીનગર લોકસભા અને કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ સહકાર મંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. મિશન શક્તિ અનુસાર મહિલા બાળ વિકાસ મંત્રાલય સખી વન સ્ટોપ સેન્ટર સરકાર દ્વારા આ યોજના ૧એપ્રિલ ૨૦૧૫ થી સમગ્ર દેશમાં હિંસાથી પ્રભાવિત મહિલાઓ, જે ખાનગી અને જાહેર જગ્યાએ તકલીફમાં છે, તેવી કિશોરી અને મહિલાઓને એક છત નીચે સંકલિત સહાય પુરી…

Read More

(જી.એન.એસ) તા.૨૦ અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય શ્રી હિમાચલસૂરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. તદ્દઉપરાંત આ સર્કલનું ‘જૈનાચાર્યશ્રી હિમાચલસૂરિજી સર્કલ’ નું નામાભિધાન પણ મુખ્યમંત્રીશ્રીએ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તકતી અનાવરણ કરીને કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગનું પંન્યાસ રત્નાકરવિજય માર્ગ, સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર્સથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગનું જૈનાચાર્યશ્રી હિમાચલસૂરિ માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે, તેની તકતીઓનું અનાવરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. આ અવસરે આયોજિત સભામાં મુનિશ્રી વિજય રવિશેખરસૂરીશ્વરજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર…

Read More

(જી.એન.એસ) તા.૨૦ ગાંધીનગર, છેલ્લા બે વર્ષમાં ૯,૩૮૧ કિ.મી.માં નેહરોની સાફ સફાઈ, ૯,૪૮૦ તળાવોને ઊંડા, ૭,૭૭૫ ચેકડેમ ડીસીલ્ટીંગના કામો તેમજ ૧,૯૧૪ ચેકડેમ રિપેરિંગના કામો પૂર્ણ આ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૪માં કુલ ૭.૪૯ લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન જળ સંચય અને જળ સિંચાઈ આજના સમયની જરૂરીયાત છે. જેને ધ્યાને રાખી રાજ્યમાં જળ સંગ્રહ માટે ‘સુજલામ સુજલામ’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ફલશ્રુતિરૂપે છેલ્લા બે વર્ષમાં જળ ક્ષેત્રે ૩૩ હજારથી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના થકી પાણીદાર ગુજરાતનું નિર્માણ થયું છે.‘ખેતી માટે પાણી’ અને ‘ઘર- ઘર સુધી શુદ્ધ પેયજળ’ પહોચાડવાના ઉમદા આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા…

Read More

(G.N.S) Dt. 20 તેમની ધીરજ અને સમર્પણને પ્રશંસનીય ગણાવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય પુરુષ ટીમને ખો ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “આજે ભારતીય ખો ખો માટે એક મહાન દિવસ છે. ખો ખો વર્લ્ડ કપનો ખિતાબ જીતવા બદલ ભારતીય પુરુષ ખો ખો ટીમ પર અતિ ગર્વ છે. તેમની ધીરજ અને સમર્પણ પ્રશંસનીય છે. આ જીત યુવાનોમાં ખો ખોને વધુ લોકપ્રિય બનાવવામાં ફાળો આપશે.”

Read More

(G.N.S) dt. 19 ભાવનગર, સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

Read More

(G.N.S) dt. 19 અમરેલી, ભારતમાં સાધુ, સંતો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આરોગ્ય સેવાની આગવી પરંપરા રહી છે : કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરીયા, સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી જનકભાઇ તળાવિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન, રાજકોટ દ્વારા અમરેલીના જેસીંગપરામાં નિર્મિત ૧૦૦ બેડની ધર્મજીવન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કરાવ્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, રાજકોટ સાંસદ શ્રી પરષોત્તમભાઇ રૂપાલા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરિયા, ધારાસભ્ય શ્રી જનકભાઇ તળાવિયા સહિતના…

Read More