Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પેટ્રોલિયમ ઉત્પાદનનો પૂરતો જથ્થો, ડ્રાઈ આઉટનો કોઈ બનાવ નથી: શ્રી સંજીબ કુમાર બેહરા
- રાજ્યમાં પ્રચંડ ગરમી – હીટવેવ સામે સાવચેતી રાખવા નાગરિકો માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
- શેરી નાટકોના માધ્યમથી અમદાવાદ ગ્રામ્યના ગામોમાં ગુંજ્યો લોકશાહીનો સંદેશ: શાળાઓ દ્વારા મતદાન જાગૃતિનો અનેરો પ્રયાસ
- વિધાનસભા ચૂંટણી પહેલા તમિલનાડુ અને બંગાળમાં ચૂંટણી પંચે જપ્ત કરેલા રૂપિયા 1,000 કરોડને વટાવી ગયા
- ‘હું ટ્રોફી જીતવા માટે રમું છું’: આ વર્ષે પંજાબ કિંગ્સ માટે IPLનો મહિમા દર્શાવવા અંગે શ્રેયસ ઐય્યર
- રાજા શિવાજી ફિલ્મમાં મહારાષ્ટ્રના વારસાને ‘છેડછાડ અને અપમાન’ કરવા બદલ ટીકાનો જવાબ આપ્યો રિતેશ દેશમુખ
- દિલ્હી હાઈકોર્ટે ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની ઉંમર અંગે વધારાના પુરાવા રજૂ કરવાની અરજી ફગાવી દીધી
- પહેલગામ હુમલાના એક વર્ષ પછી પીએમ મોદીએ પીડિતોને યાદ કર્યા કહ્યું; ‘ભારત ક્યારેય આતંકવાદ સામે ઝૂકશે નહીં’
- દાહોદમાં ભાજપાની ભવ્ય બાઈક રેલી
- આજનું રાશિફળ (૨૨/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૨/૦૪/૨૦૨૬)
- લેખ- ડિજિટલ યુગમાં લુપ્ત થતી જતી માનવીય સંવેદનાઓ: શું આપણે યંત્રો બની રહ્યા છીએ?
Author: dhrumit
જમીન ભલે મુઠ્ઠીભર જ ,છે પણ અન્યથી મુઠ્ઠી ઉંચેરા આદર્શનો માનવી, એટલે ગોલથરાંના ખેડૂત અમાજી બબાજી ઠાકોર (જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, ‘જય જવાન’ સાથે ‘જય કિસાન’નો નારો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, ત્યારે ખરેખર આ નારાની સાર્થકતા સાથે, જુના ફિલ્મી ગીતમાં ગવાયું છે તેમ, “મેરે દેશ કી ધરતી, સોના ઉગલે – ઉગલે હીરે મોતી” માફક જમીનમાંથી સોનાથી વધુ કીંમતી એવા સ્વાસ્થ્યવર્ધક પાકને પરસેવો સિંચી, જગતના તાત કહેવતને સાર્થક કરતા ગોલથરાના ખેડૂત અમાજી બાબાજી ઠાકોર વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામના રહેવાસી, અને 65 થી 70 વર્ષની ઉંમરના અમાજી ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે…
(જી.એન.એસ) તા.૨૧ ભાવનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી: દેશી ગાયના ગૌમૂત્ર-ગોબર આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો જમીનની ગુણવત્તામાં સુધારો થવાની સાથે મનુષ્યનું સ્વાસ્થ્ય પણ સુધરશે*રાસાયણિક ખેતી આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકશાનકારક છે*ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું છે *ભાવનગરમાં ૪૧,૨૫૭ એકરમાં ૫૦,૬૩૬ લોકોએ પ્રાકૃતિક ખેતી અપનાવી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો, ખેડૂત ટ્રેનરો, સંયોજકો, સહસંયોજકો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં પ્રાકૃતિક…
(જી.એન.એસ) તા.૨૧ ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જીવનમાં સુખનો સૌથી મોટો આધાર શાંતિ છે અને શાંતિનો આધાર છે એકતા. જે સમાજ, પરિવાર અને દેશના લોકોમાં એકતા હોય, એકબીજાના સુખના સાથી બને, એકબીજાની ભાવનાનું સન્માન કરે અને એકબીજા સાથે હળી-મળીને રહે તે સમાજ હંમેશા સુખપૂર્વક વિકાસ અને ઉન્નતિ કરે છે. રાજભવનમાં મહર્ષિ દયાનંદ સભામંડપમાં આસામ, દીવ, દમણ, દાદરા-નગર હવેલી, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે દેશના લોકો વિવિધ રાજ્યોની…
(જી.એન.એસ) તા.૨૧ ગાંધીનગર, સામાન્ય નગરીકોની સમસ્યાઓ-પ્રશ્નોની રજૂઆતો માટે ટેકનોલોજીના વિનિયોગ સાથે પ્રતિમાસ યોજવામાં આવતો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ જાન્યુઆરી-૨૦૨૫માં યોજાશે નહીં. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ, ૧ મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકકોની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. આ આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને જાન્યુઆરી મહિનાનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નહીં. આ અંગેની નોંધ લેવા સૌ નાગરિકોને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(G.N.S) Dt. 20 નવી દિલ્હી/રાયપુર, ભારતના ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 21 જાન્યુઆરી, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરના એક દિવસીય પ્રવાસ પર રહેશે. તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ “આઈડિયાઝ ફોર બિલ્ડિંગ બેટર ભારત” થીમ પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) રાયપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ભિલાઈ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) રાયપુરના વિદ્યાર્થીઓ સાથે એક ઇન્ટરેક્ટિવ સત્રની અધ્યક્ષતા કરશે.
(G.N.S) Dt. 20 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી જનસુખાકારી અને નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં રૂ. ૬૦૫.૪૮ કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૦માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના-SJMSVY અંતર્ગત મંજૂર કરાયેલી આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટ ગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરાશે. મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી, માંડવી-કચ્છ, મુંદ્રા-બારાઈ, વિરમગામ, બારડોલી, બીલીમોરા, વલસાડ, સોનગઢ, સાણંદ, હળવદ, ગણદેવી, ધરમપુર, દાહોદ, ખંભાત, દ્વારકા, પાદરા, બાબરા, માણસા, ધ્રાંગધ્રા…
(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના હિંમતપુરા, ઇટાદરા, કુવાદરા ગામ તથા માણસા રાજપુરાગામની દૂધ સહકારી ડેરી ખાતે તથા દહેગામ તાલુકાના નાંદોલ, મોટી મસ્જિદ, ખાખરા ગામ ખાતે અને ગાંધીનગર તાલુકાના તારાપુર, ખોરાજ ગામ વગેરે સ્થળો પર તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ત.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી મહિલા અને બાળ અધિકારશ્રીની કચેરી ગાંધીનગર ધ્વારા હિંસા નાબૂદી, જાતિગત ભેદભાવ અને જાતીય હિંસા પરત્વે જાગૃતિ કાર્યક્રમ કરેલ અને મહિલાલક્ષી યોજના અને કાયદાકિય જાગૃતિ માટે કાર્યક્રમનુ આયોજન DHEW, PBSC દ્વારા કરવામાં આવેલ જેમાં મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની તથા મહિલાલક્ષી કાયદાની સમજૂતી આપવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગામના સરપંચશ્રી મનુજી ઠાકોર દ્રારા મહિલાઓને સરકારશ્રીની વિવિધ…
(જી.એન.એસ) તા.૨૦ ગાંધીનગર, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) અને શિક્ષણ વિભાગના સયુંકત ઉપક્રમે આજથી રાજ્યભરમાં “શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે. આજે બાઇસેગની વંદે ગુજરાત ચેનલ-૧ પરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંદેશ સાથે શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫નો શુભારંભ કરાયો હતો.મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને વીડિયો સંદેશના માધ્યમથી પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપનની સમજ કેળવાય તે બાબત ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સપ્તાહ દરમિયાન મોકડ્રીલ, નિદર્શન, તાલીમ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન શાળા કક્ષાએ કરવા જણાવ્યું હતું. સાથે જ તેમણે સમગ્ર સપ્તાહની સફળતાપૂર્વક ઉજવણી કરવા તમામ શાળાઓ અને GSDMAને શુભેચ્છાઓ પણ…
(જી.એન.એસ) તા.૨૦ ગાંધીનગર, કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ ૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના વલાદ પાસેથી ડમ્પર નં. GJ-27-TD-7199માં સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા તથા, વૈષ્ણોદેવી સર્કલ ગાંધીનગર પાસેથી ડમ્પર નં. GJ-24-X-5116 માં સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વહન કરતાં પકડી પાડવામાં આવ્યા છે, ઉપરાંત તા.૨૦/૦૧/૨૦૨૫ ના રોજ ગાંધીનગર ઉવારસદ, કર્ણાવતી યુનિવર્સીટી…
(જી.એન.એસ) તા.૨૦ ગાંધીનગર, મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપલાં) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી જંતુનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોનું પ્રમાણ વધારે જણાય અને પાકને નુકસાન થતું હોય તો થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું. ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક ૫% (૫૦૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦…
