Author: dhrumit

૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે. પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીએ સંયુકત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા…

Read More

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન જાહેર જનતામાં અને ખાસ કરીને રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તેવા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં અલાયદા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની શરૂઆત કરાવી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ યુવાનો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય, તેમજ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ઘટનાઓ અંગે રાજ્યના સામાન્ય લોકો પણ માહિતગાર થાય તે માટે સતત કાર્યરત છે. આવી જ એક મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના આગામી…

Read More

(જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, વરિષ્ઠ IAS અધિકારી પંકજ જોશીને ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક વર્તમાન મુખ્ય સચિવ રાજ કુમારની નિવૃત્તિ પછી કરવામાં આવી છે, જેઓ 31 જાન્યુઆરી 2025 ને શુક્રવારના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો હાલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સેવા આપી રહેલા પંકજ જોશી 31 જાન્યુઆરીથી નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે. મ્યુનિસિપલ કમિશનર, સચિવ અને મુખ્ય સચિવ સહિત વિવિધ ભૂમિકાઓમાં ફેલાયેલી પ્રતિષ્ઠિત કારકિર્દી સાથે, જોશી તેમના નવા પદ પર અનુભવનો ભંડાર લાવે છે. પંકજ જોશીની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પર એક નજર નાખતાં પ્રભાવશાળી શૈક્ષણિક રેકોર્ડ છતી થાય છે. તેમની પાસે સિવિલ એન્જિનિયરિંગમાં…

Read More

(જી.એન.એસ) તા. 22 વાવ/થરાદ, અમદાવાદના બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાના ભ્રષ્ટાચારનો વધુ એક મોટો પુરાવો સામે આવ્યો છે. જેમાં કાંકરેજના ઉંબરી પાસે બનાસ નદી ઉપરનો પુલ તકલાદી નિકળ્યો હતો. ત્યારે પુલ નબળો હોવાથી અહીં ટ્રેન 10 કિલોમીટરની સ્પીડે હંકારવી પડે છે. અને મળતી માહિતી મુજબ રેલવેને નબળા બ્રિજને કારણે 100 કરોડનું નુકસાન સર્જાયું છે. આ ઘટનામાં નદીમાં પુર આવતા નબળો બ્રિજ હોવાની પોલ ખુલી ગઈ હતી. ત્યારે પુલ નબળો હોવાના કારણે ટ્રેન 10 કિલોમીટરની સ્પીડે હંકારવી પડે છે તેમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું. પુલની આ ઘટનાને લઇ વધુ એક વખત અજય ઈન્ફ્રાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ત્યારે આ ઘટનાને…

Read More

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી/ગાંધીનગર, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને ગુરુવારના રોજ “શહીદ દિને” સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરાશે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે. વધુમાં ગુરુવાર તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળવા…

Read More

(જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST), ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) સાથે મળીને, તારીખ 16મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી, 2025 દરમિયાન ઊર્જા સંરક્ષણ પખવાડિયાના ભાગ રૂપે શ્રેણીબદ્ધ પબ્લિક આઉટરીચ પ્રોગ્રામ / ઉર્જા વોકનું આયોજન કરી રહ્યા છે. આ પહેલોનો ઉદ્દેશ્ય નાગરિકોમાં ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો છે. આ શ્રેણીમાં આજે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે એક મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 300 થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને ઉર્જા સંરક્ષણ માટે રોજીંદી આદતોમાં ફેરફાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમમાં સાયન્સ સિટીના રમણીય નેચર પાર્ક ખાતે ઊર્જા-વોક…

Read More

“સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ”ના  કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર (જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી/ગાંધીનગર, ગુજરાતની ઝાંખીમાં ૧૨-મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના ‘કીર્તિ તોરણ’થી લઈને ૨૧-મી સદીના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ-ટેકનોલોજી-ઓટોમોબાઇલ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે રાજ્યની ‘આત્મનિર્ભરતા’’ના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કરવામાં આવ્યું છે અસરકારક નિદર્શન ૭૬-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે “સ્વર્ણિમ ભારત : વિરાસત અને વિકાસ” શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા ૭૬-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઇ રહી છે; તે ખરા અર્થમાં ન માત્ર રાજ્ય કિન્તુ રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને…

Read More

ગણતંત્ર દિન ઉજવણી : નવી દિલ્હી (જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી/ગાંધીનગર, ૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. ભારત સરકાર દ્વારા યોજાનાર ગણતંત્ર દિનની ઉજવણીમાં વિવિધ રાજ્યો દ્વારા પ્રતિવર્ષ ટેબ્લો રજૂ કરવામાં આવે છે. આ રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિર દિલ્હી…

Read More

(જી.એન.એસ) તા. 22 અંજાર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે આજે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ સંસ્થાપિત તેમજ રાપર મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ અને ખાતમૂહુર્તની વિધિ યોજાઈ હતી. વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સંતોએ અથાગ તપસ્યા કરીને માનવ કલ્યાણ અને સમાજ ઉદ્ધારના કાર્યો કર્યા છે. અન્ય ગુરૂકુળોથી આ વૈદિક ગુરૂકુળને વિશિષ્ટ ગણાવીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ વૈદિક ગુરૂકુળમાંથી ભારતીય જીવનમૂલ્યો ધરાવતા સંસ્કારવાન વિદ્યાર્થીઓ તૈયાર થશે અને સમાજને પ્રેરણા આપશે. રાજ્યપાલશ્રીએ સંસ્કૃતિને ટકાવી રાખવા ઉપર ભાર મૂકીને ઉમેર્યું હતું કે, આ ગુરૂકુળ વૈદિક સંસ્કૃતિ, સિદ્ધાંતો અને જીવનમૂલ્યોના ઘડતરનું…

Read More

૫૪૦૦ જેટલા શહેરી અને ૫૬૦૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી વાંધા સૂચનો મળ્યાં રાજય સરકારને મળેલ કુલ રજુઆતો પૈકી ૬૭૦૦ જેટલી પ્રવર્તમાન જંત્રી દર ઓછા કરવાની અને ૧૭૫૫ જેટલી જંત્રી દર વધારવાની મળી (જી.એન.એસ) તા. 22 ગાંધીનગર, પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર હિતને ધ્યાને લઇ જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ (rationalisation) કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતાં. આનુસંગિક પરિબળોનું સાપેક્ષ યોગ્ય પૃથ્થકરણ કરી, જરુરી ફેરફાર કરી મળેલ ભાવો ને ધ્યાને લઈ, “શહેરી વિસ્તાર” અને “ગ્રામ્ય વિસ્તાર” માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના…

Read More