Author: dhrumit

(જી.એન.એસ) તા.૧૮ ગાંધીનગર, ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશેરાજ્યભરમાં આગામી તા. ૦૧ માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી થશે શરૂ; કુલ ૨૧૪ ખરીદ કેન્દ્રો ઉભા કરાશે ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ રાજ્યભરમાંથી ૩૩,૮૬૩ ખેડૂતોએ નોંધણી કરાવી છે. હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કાર્યરત છે.રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત આગામી તા. ૦૧ માર્ચ ૨૦૨૫થી ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ૧૯૪…

Read More

(જી.એન.એસ) તા૧૩ ગાંધીનગર, આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા નદી પર ભૂરવડ ગામે રૂપિયા ૨૬ કરોડનો મેજર બ્રિજ મંજૂર: ૧૬ આદિજાતિ ગામોની ૨૩ હજારથી વધુ જનસંખ્યાને અવરજવર માટે સરળતા થશે.ઉત્તર ગુજરાતના વિસનગર-વિજાપુર ૨૪ કિલોમીટર માર્ગને ફોરલેન કરવા ૧૩૬ કરોડ રૂપિયા*મહેસાણા જિલ્લામાંથી હિંમતનગર-ઈડર-લુણાવાડા-મોડાસા તરફ જતા વાહનો માટે યાતાયાત વધુ સુવિધાયુક્ત થશેમધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ ૧૩૨ કરોડના ખર્ચે ફોરલેન થશેમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની રોડ કનેક્ટિવિટી મળે તેવો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં રાજ્યના આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં મેજર બ્રિજ નિર્માણ સહિત ઉત્તર ગુજરાતના…

Read More

(જી.એન.એસ) તા૧૩ ગાંધીનગર, રાજ્યભરમાં અંદાજે બે હજારથી વધુ શાળા કન્ઝ્યુમર્સ અને ૫૦૦ કોલેજ કક્ષાએ કન્ઝ્યુમર્સ ક્લબ કાર્યરતગ્રાહક સલાહકાર કેન્દ્રો દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ ૦૬ હજારથી વધુ ગ્રાહકોને નિ:શુલ્ક માર્ગદર્શન ગ્રાહકોની ફરિયાદ નિવારણ અર્થે રાજ્યમાં ગ્રાહક હેલ્પલાઈન નંબર 1800 2330 222 કાર્યરત રાજ્યના કોઈપણ નાગરિક સાથે છેતરપીંડી ના થાય તેની ચિંતા રાજ્ય સરકારે હરહમેંશ કરી છે. નાગરિકોમાં ગ્રાહક સુરક્ષાની જાગૃતિ કેળવાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં રાજ્ય સરકારે બહુઆયામી પ્રયાસ હાથ ધર્યા છે. રાજયમાં ગ્રાહકોની ફરિયાદ નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા ગ્રાહક હેલ્પલાઈન નંબર 18002330222 કાર્યરત છે. જેમાં ગ્રાહકોને પોતાની…

Read More

(જી.એન.એસ) તા૧૩ જામનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ જોવા મળી છે. દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં…

Read More

(જી.એન.એસ) તા.૯ ગાંધીનગર, બાળકોને આવનારા સમયમાં શ્રેષ્ઠ નાગરિક બનાવવા હોય તો તેને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનથી દૂર રાખવા પડશે:- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સમગ્ર દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમત ગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે, જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સ્વર્ણિમ સંકુલ -૨ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી સુનયના તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે બાળકોને સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી બાળકોને કઈ રીતે દૂર રાખી શકાય તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી…

Read More

(જી.એન.એસ) તા.૮ ગાંધીનગર, નવી દિલ્હીમાં સ્વામી વિવેકાનંદજીના જન્મદિવસ નિમિત્તે, તા. 12 જાન્યુઆરીએ યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આજે રાજભવનમાં ગુજરાતના આ તેજસ્વી યુવાનોને મળ્યા હતા અને તેમને અભિનંદન-શુભકામનાઓ પાઠવ્યા હતાં.રાષ્ટ્રીય યુવા મહોત્સવ અંતર્ગત નવી દિલ્હીમાં ભારત મંડપમ્ માં તા. 11-12 જાન્યુઆરી દરમિયાન ‘વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા માટે ભારતભરના 25 લાખ જેટલા યુવાનોએ ઑનલાઈન ક્વિઝમાં ભાગ લીધો હતો. આ ક્વિઝમાં ઉત્તીર્ણ થયેલા ગુજરાતના 870 યુવાનોએ નિબંધ લેખનમાં ભાગ લીધો હતો. નિબંધ લેખનમાં શ્રેષ્ઠતા હાંસલ કરનાર 250 યુવાનોએ રાજ્ય કક્ષાએ…

Read More

(જી.એન.એસ) તા.૭ ગાંધીનગર, મુખ્યમંત્રીએ અત્યાર સુધીમાં ૧૩૦૭ કરોડ રૂપિયા સાંકડા પૂલો-સ્ટ્રકચર્સને પહોળા કરવા તથા જુના અને નબળા પૂલોના સ્થાને મેજર-માઈનોર પૂલોના પુનઃ બાંધકામ અને મરામત જેવા ૨૬૫ કામો માટે ફાળવ્યા છેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ ૩૨ માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે ૭૭૮.૭૪ કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો…

Read More

(જી.એન.એસ) તા.૬ ગાંધીનગર/અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઇફેક્ટ-ઝિરો ડીફેક્ટના ધ્યેય સાથે મેઈક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડની બ્રાન્ડ ઇન્ડિયા ઇમેજનું આપેલું આહવાન ક્વોલિટી પ્રોડક્ટ અને સર્વિસીસથી સાકાર કરી શકાશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલમુખ્યમંત્રીશ્રી એ ક્હ્યું હતું કે,* સરકાર દ્વારા નાગરિકોને મળતી સેવા – સુવિધાઓમાં પણ ગુણવત્તા – સ્ટાન્ડર્ડ પ્રસ્થાપિત કરવાનું વર્ક કલ્ચર વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં વિકસ્યું છે.* મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001- 2015 સર્ટીફીકેસન ક્વોલિટી પબ્લિક સર્વિસ ડિલિવરી માટે મળેલું છે.* રાજ્ય સરકારે પ્રોક્યોરમેન્ટ પોલીસી ૨૦૨૪માં BIS પ્રોડક્ટને ખરીદીમાં પ્રેફરન્સ આપવાની નેમ રાખી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝિરો ઈફેક્ટ ઝિરો ડિફેક્ટના…

Read More

ગાંધીનગર/અમદાવાદ, હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે-આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત – કેસના મોનીટરીંગ, નિદાન, જનજાગૃતિ સહિતની વ્યવસ્થાઓ અંગેની તૈયારીઓ નાગરિકોએ HMPV વાઈરસના ચેપના લક્ષણો સમજીને શું કરવું અને શું ન કરવું એની સમજણ કેળવવી આવશ્યક હાલમાં ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ(HMPV)ના કેસો જોવા મળી રહ્યા છે.આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, વર્ષ ૨૦૦૧થી આ વાઈરસની ઓળખ થયેલ છે. ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય…

Read More

(જી.એન.એસ) તા.૬ ગાંધીનગર, જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડીપ્લોમાં,તથા ગ્રેજ્યુએટ ઉમેદવારો એકાઉન્ટન્ટ, ટીમ લીડર,ટેલી કોલર,ટેકનીશીયન,એસી ટેકનીશીયન,EDP(DMS),રીસેપ્શનીસ્ટ ની ખાલી જગ્યાઓ માટે ભાગ લઇ શકશે. આ ભરતીમેળામા શારીરિક સશક્ત પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો ભાગ લઇ શકશે.ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના પાત્રતા ધરાવતા તમામ રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જીલ્લા રોજગાર અધિકારી…

Read More