(જી.એન.એસ) તા.૨૦
ગાંધીનગર,
રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કોઈપણ જાતની કચાસ ન રહે, અને નગરજનો ઉમળકા ભેર હ્દયમાં દેશભક્તિના નાદ સાથે આ પ્રજાસત્તાક પર્વમાં જોડાય, તેવા ભાવ સાથે 26 મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા શરૂ થઈ ચૂકી છે.જ્યારે વાત રાષ્ટ્રીય પર્વની હોય અને આ વર્ષે પ્રજાસત્તાક પર્વની ઉજવણી જ્યારે પાટનગરમાં થવા જઈ રહી હોય ત્યારે, ભવ્યાતિભવ્ય આયોજન થાય તે આવકાર્ય છે. અને આવા જ ભવ્ય અને દેશની ગરિમાને છાજતા આયોજન માટે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા શરૂઆતથી જ સૂચનો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત ગાંધીનગર કલેકટર શ્રીની આગેવાનીમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી, અધિક નિવાસી કલેકટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ પ્રાંત અધિકારીશ્રી ગાંધીનગર, પાર્થ કોટડીયા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, પદ અધિકારીઓ દ્વારા રુબરુ સ્થળ મુલાકાત કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવવા જરુર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

