Author: devarshi

(જી.એન.એસ) તા. 22 શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક સુરંગમાં ગનપાઉડરના કારણે જોરદાર વિસ્ફોટ થયો. નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં સેનાનો એક સૈનિક ઘાયલ થયો હતો. આ ઘટનામાં, સેનાનો સૈનિક ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે ઉધમપુર લઈ જવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ જમ્મુમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારતીય સેન દ્વારા જમ્મુ ક્ષેત્રમાં લગભગ ત્રણ ડઝન સ્થળોએ આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી છે. કેટલાક વિસ્તારોમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ બાદ અને અન્ય સ્થળોએ વિસ્તાર પ્રભુત્વ કવાયતના ભાગ રૂપે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આતંકવાદીઓ સાથે કોઈ સંપર્ક સ્થાપિત થયો નથી. આ કાર્યવાહી પૂંછ અને રાજૌરીના જોડિયા…

Read More

(જી.એન.એસ) તા. 22 દેહરાદુન, ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પસાર કરવામાં આવ્યું હતું. જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સંશોધક વિધેયક, 2025 છે. તેના માટે નવા વિધેયકને લઈને રાજ્યના 13માંથી 11 જિલ્લામાં રાજ્ય બહારના લોકોને કૃષિ અને બાગાયતી જમીન ખરીદવા પર પ્રતિબંધ લગાવી દેવાશે અને બહારના લોકો આ જિલ્લાઓમાં ખેતી માટે જમીન ખરીદી શકે નહિ. આ સિવાય સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ભૂમિ ખરીદતા પહેલા વેચનારાને સબ-રજિસ્ટ્રાર સમક્ષ એક સોગંદનામું રજૂ કરવું પડશે. જેમાં જણાવવામાં આવ્યું હશે કે તેણે અથવા તેના પરિવારે રાજ્યમાં ક્યાંય પણ રહેણાંક હેતુ માટે…

Read More

(જી.એન.એસ) તા. 22 નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા 24 કલાકથી તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે, એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં અને 28 ફેબ્રુઆરીએ પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 26-28 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ ભારતમાં વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોના ઘણા ભાગોમાં દિવસના તાપમાનમાં 1-4°Cનો ઘટાડો થયો છે. પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં તાપમાનમાં 3-5 ડિગ્રી નો વધારો થયો છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્ય…

Read More

(જી.એન.એસ) તા. 22 વડોદરા, વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરવાના મામલે પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવતા ગણતરીના કલાકોમાં માથાભારે વ્યક્તિને ઝડપી લીધો હતો અને તેને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. માથાભારે આરોપીનો વિસ્તારમાં ડોન થવાના ખૂબ શોખ હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે અને તેના દ્વારા વિસ્તારમાં અવાર-નવાર લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે. પાદરામાં યાસીન વહોરા નામના શખ્સનો ભારે ત્રાસ છે. નગરના લોકોને અવાર-નવાર તેની દાદારીગીનો કડવો અનુભવ થતો રહે છે. ક્યારેક તે ડોન બનવાનો અભરખો પુરો કરવા મારામારી પણ કરી દે છે. બને ત્યાં સુધી સામાન્યજન તેનાથી દુર રહેવાનું…

Read More

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ ધવલ એસ્ટેટના કર્મચારી સાથે 6 લાખની લૂંટ કરવાના મામલે શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રખિયાલમાં આઝાદ ચોક પાસે લૂંટનો બનવા બન્યો હતો. ધવલ એસ્ટેટના કર્મચારી સાથે 6 લાખની લૂંટ થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે ક્રાઈમ બ્રાન્ચે રખિયાલ લૂંટનો ભેદ ઉકેલ્યો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા અજય ગાગડેકર અને પ્રફુલ્લ ગારંગે નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે 5.65 લાખના મુદ્દામાલ જપ્ત કરીને…

Read More

(જી.એન.એસ) તા. 22 નાગરકુર્નૂલ, તેલંગાણાના નાગરકુર્નૂલમાં એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં, શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો, આ અકસ્માતમાં આશરે 6 થી 8 શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. નિર્માણ કંપનીની એક ટીમ મૂલ્યાંકન ની કામગીરી માટે સુરંગની અંદર ગઈ છે અને પુષ્ટિ કરી છે કે, શ્રમિકો અંદર ફસાયા છે. શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, શ્રમિકો કામ અર્થે અંદર ગયા હતા, ત્યારે જ સુરંગના 12-13 કિલોમીટર અંદર છત ધરાશાયી થવાની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટના બાદ, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા…

Read More

(જી.એન.એસ) તા. 22 વોશિંગ્ટન, અમેરિકન સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભર્યું છે. તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુ પર એક પોસ્ટમાં બ્રાઉનનો યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની સેવા બદલ આભાર માન્યો છે. સી.ક્યુ. બ્રાઉનને હટાવવાની જાહેરાત કરતા, વ્હાઇટ હાઉસે કહ્યું કે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડેન કેન તેમના સ્થાને આવશે. અને આ સાથે તેમણે સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં સેનામાં મોટા ફેરફારો થઈ શકે છે. વહીવટીતંત્રમાં પરિવર્તન આવ્યા બાદ પહેલી વાર બન્યું છે કે જ્યારે દેશના કોઈ વરિષ્ઠ લશ્કરી અધિકારીને આ રીતે દૂર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ સી.ક્યુ. બ્રાઉન નો આભાર માનતા…

Read More

(જી.એન.એસ) તા. 22 ઇડાહો, અમેરિકામાં વધુ એક હવાઈ અકસ્માત થયો હતો જેમાં, એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, ઈડાહોમાં બરફથી થીજી ગયેલા જળાશયમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર છે. આ અકસ્માત બાબતે બોનવિલે કાઉન્ટી શેરિફ કાર્યાલયે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર મળ્યા બાદ તરત જ બચાવ દળ સન્નોમોબાઈલના સહારે ઘટનાસ્થળે પહોંચી છે. હેલિકોપ્ટરની અંદર બે લોકો સવાર હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. જ્યારે અન્ય એક ગંભીર રૂપે ઘાયલ થયો હતો તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હવાઈ અકસ્માત અંગે શેરિફ ઓફિસે…

Read More

(જી.એન.એસ) તા. 22 નાસિક મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા ચાંદવાડ તાલુકાના રાહુડઘાટ ખાતે એક ભયાનક અકસ્માત થયો હતો. હાઇવે પર ચારથી પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 21 મુસાફરો ઘાયલ થયા. અકસ્માત માં ઘાયલ થયેલ વ્યક્તિ ઓ ને સારવાર માટે ચાંદવડ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું થઈ ગયું .જેથી ઘાયલ થયેલા વ્યક્તિ ઓ ની રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો. 108 એમ્બ્યુલન્સ, સોમાટોલ એમ્બ્યુલન્સ અને ટોલ પ્લાઝા એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ. હાઇવે પોલીસે ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા…

Read More

(જી.એન.એસ) તા. 22 પાટણ, પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. આથી, એસઓજી ના અધિકારીઓ દ્વારા બાતમીનાં આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ જણાતી ખાનગી ટ્રાવેલ્સની બસને રોકી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, બસમાંથી શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. માહિતી અનુસાર, એસઓજી દ્વારા બસમાંથી શંકાસ્પદ ઘીનાં 105 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. પાટણના નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પંડયા અનુસાર, આ શંકાસ્પદ ઘીનો જથ્થો પાટણથી મુંબઈ મોકલવામાં આવી રહ્યો હતો, પરંતુ એસઓજી પોલીસની ટીમની સતર્કતાના કારણે તે પહેલાં જ પકડાઈ ગયો. પોલીસને શંકા છે…

Read More