Author: devarshi

(જી.એન.એસ) તા. 24 ઇસ્લામાબાદ, પાકિસ્તાન અને ભારત પ્રોટોકોલ હેઠળ 1974થી ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા પાકિસ્તાન અને ભારતના પ્રોટોકોલ હેઠળ દરવર્ષે હજારો ભારતીય શ્રદ્ધાળુઓ પાકિસ્તાન દર્શનાર્થે જાય છે, ત્યારે હવે પાકિસ્તાનના આ પ્રયાસથી યાત્રાળુઓની સંખ્યા અને આવક વધવાની સંભાવના છે. પાકિસ્તાન સરકાર દ્વારા એક અબજ પાકિસ્તાની રૂપિયાના ખર્ચે દેશમાં મંદિરો અને ગુરુદ્વારાઓના નવીનીકરણ અને સુંદરીકરણ માટે ‘માસ્ટર પ્લાન’ તૈયાર કર્યો છે. ઇવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) ની અહીં તેના ચેરમેન સૈયદ અતૌર રહેમાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રહેમાને કહ્યું, “માસ્ટર પ્લાન હેઠળ, મંદિરો અને ગુરુદ્વારાઓનું નવીનીકરણ અને સુંદરીકરણ કરવામાં આવશે અને 1 અબજ રૂપિયાના બજેટ સાથે વિકાસ…

Read More

(જી.એન.એસ) તા. 24 ઢાકા, પડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર શાંતિ ભંગ થવાનો મામલો સામે આવ્યો છે જેમાં, અમુક ગુસ્સે થયેલા લોકો દ્વારા એર ફોર્સ બેઝ પર હલ્લાબોલ કર્યું અને હુમલો પણ કર્યો હતો. આ ઘટના બાબતે મળતા અહેવાલો મુજબ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છ લોકોને ઈજા થઈ છે. એર ફોર્સ બેઝ પર હુમલો થયા બાદ સ્થિતિ વણસી છે અને સેનાના જવાનો સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. બાંગ્લાદેશના સશસ્ત્ર દળના જનસંપર્ક વિભાગ અને ઈન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (ISPR)એ સત્તાવાર પ્રેસ રિલિઝ કરીને કહ્યું કે, સમિતિ પારા વિસ્તારમાં બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં…

Read More

(જી.એન.એસ) તા. 24 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે જેમાં સૌથી મોટું હતું કે અમેરીકામા ગેરકાયદેસર રીતે રહેતા લોકો, ત્યારે ટ્રમ્પ દ્વારા તેમને દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત, ચોથી બેચ રવિવારે ભારત પહોંચી છે. તેમને અમેરિકાથી પનામા દેશનિકાલ કરવામાં આવ્યા. ત્યાંથી તેમને નાગરિક વિમાનમાં ભારત મોકલવામાં આવ્યા. હાલમાં તેમનો ફોટો જાહેર કરવામાં આવ્યો નથી. આ 12 લોકોમાંથી 4 પંજાબના છે. 3 ઉત્તર પ્રદેશના અને 3 હરિયાણાના હોવાનું કહેવાય છે. પંજાબના ચારેય લોકોને અમૃતસર મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, ચાર બેચમાં 344 લોકો અમેરિકાથી પરત ફર્યા છે. 5 ફેબ્રુઆરી, 15…

Read More

(જી.એન.એસ) તા. 24 બર્લિન, જર્મનીમાં સામાન્ય ચૂંટણી ના પરિણામો લગભગ સ્પસ્ટ થઈ ગયા છે ત્યારે, ફ્રેડરિક મેર્ઝની ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) પાર્ટીએ જર્મનીની સામાન્ય ચૂંટણીઓમાં જબરદસ્ત સફળતા મેળવી છે. પાર્ટી બહુમતીની નજીક છે અને ફ્રેડરિક દેશના નવા ચાન્સેલર બનવા જઈ રહ્યા છે. સીડીયુ એક સેન્ટર રાઇટ પાર્ટી છે. ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન (CSU) ના ગઠબંધનને 28.5 ટકા મત મળ્યા છે. આ જીત પછી, ફ્રેડરિકે જર્મનીના હિતમાં સરકાર બનાવવાની વાત કરી અને કહ્યું કે દુનિયા આપણી રાહ જોશે નહીં પરંતુ આપણે આગળ વધવું પડશે અને કામ કરવું પડશે. તે જ સમયે, AfD પાર્ટી બીજા સ્થાને આવી છે.…

Read More

(જી.એન.એસ) તા. 24 વોશિંગ્ટન, ફરી વાર યુએસના રાષ્ટ્રપતિ બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા પગલાં લેવામાં આવ્યા હતા, જ્યાં છેલ્લા 24 કલાકમાં ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 2000 કર્મચારીઓને કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. શુક્રવારે એક ફેડરલ ન્યાયાધીશે વહીવટીતંત્રને USAID કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટેની કર્મચારીઓની વિનંતીને ફગાવી દીધી. USAID કર્મચારીઓને મોકલવામાં આવેલા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 23 ફેબ્રુઆરી રાત્રે 11:59 વાગ્યાથી, સીધા…

Read More

રૂ.૬.૬૦ કરોડના ખર્ચે પાળિયાદના સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરાઈ: આરોગ્યમંત્રીશ્રી (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, બોટાદ જિલ્લાના લાઠીદડ અને પાળીયાદ ખાતેના આરોગ્ય કેન્દ્રોનાં જર્જરિત મકાનો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે લાઠીદડના આરોગ્ય કેન્દ્રના નવા મકાનના બાંધકામ માટે રૂ. ૬.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે પાળિયાદમાં રૂ. ૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગના બાંધકામ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ અંગે મંત્રીશ્રીએ લાઠીદડની વિગતો આપતાં જણાવ્યું કે આરોગ્ય વિભાગના તા. ૨૯ ડિસેમ્બર, ૨૦૧૦ના ઠરાવથી લાઠીદડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી, સામુહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર…

Read More

(જી.એન.એસ) તા. 24 ગીર સોમનાથ, ગીર સોમનાથના તાલાલા પંથકમાં સવારે એક બાદ એક તેમ કૂલ ત્રણ ભૂકંપના આંચકા આવતા લોકો ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. હાલ કોઈ જાનહાનિની માહિતી પ્રાપ્ત થઈ નથી. ગીર સોમનાથના તાલાલા પંથકમાં એક બાદ એક ત્રણ ભૂકંપના આંચકા આવ્યા હતા. વહેલી સવારે 7:13 મિનિટે 2.1ની ભૂકંપની તીવ્રતાનો પહેલો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 11 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ પર નોંધાયું હતું. સવારે 7:15 મિનિટે 1.9ની ભૂકંપની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. બીજા આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટ હતું, જ્યારે સવારે 7:17 મિનિટે 2.3ની ભૂકંપની તીવ્રતાનો ત્રીજો આંચકો અનુભવાયો હતો.…

Read More

ચાલો આપણે બધા મહાકુંભમાંથી પ્રતિજ્ઞા લઈએ કે સ્વચ્છતા એ ફક્ત એક દિવસનું કાર્ય નથી, પરંતુ તે આપણી જીવનશૈલીનો ભાગ બનવી જોઈએ (જી.એન.એસ) તા. 24 લખનૌ, ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી એકે શર્માએ જણાવ્યું હતું કે પ્રયાગરાજ મહાકુંભ 2025 હવે તેના સમાપન તરફ આગળ વધી રહ્યું છે. આ મહાકુંભમાં અત્યાર સુધીમાં ઘણા વિશ્વ રેકોર્ડ સ્થાપિત થયા છે. આજે મહાકુંભ વિશ્વના સૌથી મોટા ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે ઉભરી આવ્યો છે. આપણા સાચા નાયકો, સફાઈ કર્મચારીઓએ તેને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જેમણે કુંભ મેળા વિસ્તારને સ્વચ્છ રાખવા માટે દિવસ-રાત મહેનત કરી. તેમણે કહ્યું હતું કે, આ…

Read More

ઉત્તર પ્રદેશમાં ખાનગીકરણની પ્રક્રિયા સૌપ્રથમ 1993 માં શરૂ થઈ હતી જનતાને ગુણવત્તાયુક્ત, અવિરત વીજ પુરવઠો મળે તે માટેકડક કાર્યવાહી જરૂરી છે (જી.એન.એસ) તા. 24 લખનૌ, ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી એ.કે. શર્માએ સોમવારે વિધાનસભા પરિષદમાં ખાનગીકરણના પ્રશ્ન પર વિપક્ષના જવાબમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પહેલીવાર ખાનગીકરણની પ્રક્રિયા વર્ષ 1993માં નોઈડામાં શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2010માં ટોરેન્ટને પણ ફ્રેન્ચાઇઝી મળી હતી. આ બંને કામો વિપક્ષની સરકાર દરમિયાન થયા હતા. પરંતુ હવે વિપક્ષ વીજળીના ખાનગીકરણ અથવા પીપી મોડેલ અંગે ભ્રામક અફવાઓ ફેલાવીને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યો છે. છતાં, જનતાનો વિશ્વાસ સરકાર પર રહે છે. ઉર્જા મંત્રી…

Read More

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, ફરી એકવાર શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો હોવાનો આક્ષેપ વાલીએ કર્યો હતો. આ મામલે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી જેને ધીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષિકાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેમજ સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને શિક્ષિકા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ગુજરાતી ભાષાના શિક્ષિકાએ ધોરણ 7ના વિદ્યાર્થીને માર માર્યો હતો. જો કે, આ પછી વિદ્યાર્થી ઘરે પરત…

Read More