Author: devarshi

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં તાજેતરમાં મોટો ફેરબદલ કર્યો છે, જેમાં 20 IAS અધિકારીઓને ખાતા ફાળવણી કરવામાં આવી છે. આ ખાતા ફાળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને અસરકારક બને જેથી રાજ્યના વિકાસ કાર્યોને વધુ વેગ મળી શકે. આ પગલું રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં લેવામાં આવ્યું છે. વર્ષ 2023 માટે, એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા પાંચ અધિકારીઓને તેમની કાર્યક્ષમતા અને ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી પામેલા અધિકારીઓ નીચે મુજબ છે: આ અધિકારીઓ હવે જિલ્લા કક્ષાએ વિકાસલક્ષી કાર્યોની દેખરેખ અને સંચાલન કરશે અને…

Read More

(જી.એન.એસ) તા. 21 સાસારામ, બિહારના સાસારામમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે મારામારી અને ફાયરિંગ થયુ છે. તેમને ઉત્તરવહી જોયા પછી ચોરી કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ વાતથી તેઓ રોષે ભરાયા હતા. અને ઘટનાને અંજામ આપ્યો હતો. આ ફયરિંગની ઘટનામાં 16 વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતુ. વિવાદમાં સામેલ બધા વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા હતા. પોલીસે એક સગીર વિદ્યાર્થીને હથિયાર સાથે પકડ્યો છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સાસારામના એક પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ અને જ્યારે તેમને ઉત્તરવહીઓ જોયા પછી ચોરી કરવાની મંજૂરી આપવામાં આવી નહીં ત્યારે તેઓ ગોળીબાર કરવા લાગ્યા. આ દરમિયાન, ગોળી વાગવાથી…

Read More

(જી.એન.એસ) તા. 21 પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની ગાડીને દુર્ગાપુર એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત નડયો હતો પણ સદનસીબે પૂર્વ ક્રિકેટરને કોઇ પ્રકારની ઇજા પહોંચી નહોતી. સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બર્દવાન જઇ રહ્યા હતા. દુર્ગાપુર એક્સપ્રેસ વે પર દંતનપુરની નજીક અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગયો. તેમના ડ્રાઇવરે એકદમ બ્રેક લગાવવી પડી હતી. પાછળ આવી રહેલી ગાડીઓએ પણ તેવું જ કર્યું. જો કે અચાનક બ્રેકિંગના કારણે કાફલમાં રહેલી અન્ય ગાડીઓ એક બીજા સાથે અથડાઇ હતી. જેમાંથી એક ગાડી સૌરવ ગાંગુલીની ગાડી સાથે પણ અથડાઇ હતી. પણ આ અકસ્માતમાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલાને 10-15 મિનિટ સુધી…

Read More

આ વિસ્ફોટોમાં કોઈ જાનહાનિના સમાચાર નથી; પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે (જી.એન.એસ) તા. 21 તેલ અવીવ, ઇઝરાયલના તેલ અવીવ શહેરમાં એક પછી એક ત્રણ બસોમાં જોરદાર વિસ્ફોટ થયા હતા જો કે, આ વિસ્ફોટોમાં કોઈનો જીવ ગયો નથી અને કોઈ ઘાયલ થયાના સમાચાર નથી. આ વિસ્ફોટ એવા સમયે થયો જ્યારે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે હમાસે ગાઝામાંથી ચાર બંધકોના મૃતદેહ પરત કર્યા બાદ ઇઝરાયલ પહેલેથી જ નાખુશ હતું. બસ વિસ્ફોટો 2000 ના દાયકાના પેલેસ્ટિનિયન બળવા દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટોની યાદ અપાવે છે. અધિકારીઓને શંકા છે કે આ એક આતંકવાદી હુમલો હતો, કારણ કે અન્ય બે બસોમાં પણ વિસ્ફોટકો મળી આવ્યા…

Read More

(જી.એન.એસ) તા. 21 કોલંબો, શ્રીલંકામાં એક ભયાનક રેલ અકસ્માત થયો હતો જેમાં છ હાથીઓના મોત થયા હતા. જ્યારે બે ઘાયલ હાથીઓની સારવાર ચાલુ છે. હબરાના વિસ્તારમાં આ અકસ્માત થયો હતો જેમાં એક પેસેન્જર ટ્રેન હાથીઓના જૂથ સાથે અથડાઈ હતી. મહત્વની વાત છે કે, શ્રીલંકામાં હાથીઓને ખાસ કાનૂની રક્ષણ મળે છે. દેશમાં લગભગ 7 હજાર જંગલી હાથી છે. જેમને ત્યાંના બૌદ્ધ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે. શ્રીલંકામાં હાથીને મારવો એ કાયદેસર ગુનો છે. જેના માટે જેલ અથવા ભારે દંડની જોગવાઈ છે. આમ છતાં, માનવ-હાથી સંઘર્ષના વધતા કિસ્સાઓ સરકાર અને વન્યજીવન નિષ્ણાતો માટે એક મોટો પડકાર છે. શ્રીલંકાના હબરાનામાં એક પેસેન્જર…

Read More

(જી.એન.એસ) તા. 21 ટોરન્ટો, અમેરિકા બાદ હવે કેનેડાની સરકાર દ્વારા પણ સંગઠનો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં લેટિન અમેરિકાના 7 ગુનાહિત સંગઠનોને આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જાહેર સલામતી મંત્રી ડેવિડ મેકગિન્ટીએ જણાવ્યું હતું કે, કેનેડા દેશના ક્રિમિનલ કોડ હેઠળ સાત લેટિન અમેરિકન ગુનાહિત સંગઠનોને આતંકવાદી સંસ્થાઓ તરીકે નિયુક્ત કરી રહ્યું છે. જે કેનેડિયન કાયદા અમલીકરણને ફેન્ટાનાઇલ હેરફેર સામે લડવામાં મદદ કરશે. કેનેડાની સરકાર દ્વારા 7 સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા છે. આના એક દિવસ પહેલા અમેરિકાએ પણ 8 સંગઠનોને આતંકવાદી જાહેર કર્યા હતા. કેનેડાએ પણ દેશમાં ફેન્ટાનાઇલ દવાઓનો પુરવઠો રોકવા માટે આ પગલું ભર્યું છે. મંત્રી મેકગિન્ટીએ…

Read More

(જી.એન.એસ) તા. 21 પટના, બિહારના આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ભયંકર માર્ગ અકસ્માતની પેટ્રોલ પંપ પાસે બની હતી, જેમાં એક ગાડી પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીના ટુકડા થઈ ગયા, આ અકસ્માતમાં ગાડીમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં મૃતકોમાં 4 મહિલાઓ અને 2 પુરુષો છે. પટનાના જક્કનપુર સ્થિત સુદામા કોલોનીના રહેવાસી સ્વ. વિષ્ણુ દેવ પ્રસાદને પુત્ર સંજય કુમાર, પત્ની કરુણા દેવી, પુત્ર લાલ બાબુ સિંહ અને તેમની ભત્રીજી પ્રિયમ કુમારી છે. આ ઉપરાંત, પટનાના કુમ્હરાર નિવાસી આનંદ સિંહની પુત્રી આશા કિરણ અને ચંદ્રભૂષણ પ્રસાદની પુત્રી જુહી રાની છે. મૃતક…

Read More

(જી.એન.એસ) તા. 21 વોશિંગ્ટન, US સેનેટ દ્વારા કાશ પટેલને નવા એફબીઆઈ ડિરેક્ટર તરીકે મંજૂરી આપવામાં આવી છે, તેમને દેશની અગ્રણી ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીના વડા બનાવ્યા. ડેમોક્રેટ્સ દ્વારા તેમની લાયકાત અંગે ચિંતાઓ અને તેઓ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડા સાથે ખૂબ નજીકથી મેળ ખાઈ શકે છે તેવી આશંકા હોવા છતાં પટેલની પુષ્ટિ થઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર કાશ પટેલ એક એવા FBIનો હવાલો સંભાળશે જે નોંધપાત્ર ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. ગયા મહિનામાં, US ન્યાય વિભાગે FBIના વરિષ્ઠ અધિકારીઓના એક જૂથને હાંકી કાઢ્યું હતું અને 6 જાન્યુઆરી, 2021ના રોજ કેપિટોલ રમખાણો સંબંધિત તપાસમાં સામેલ હજારો એજન્ટોના નામની અત્યંત અસામાન્ય…

Read More

(જી.એન.એસ) તા. 21 મુંબઈ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુરુવારે દિલ્હીના પ્રવાસે હતા. રામલીલા મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા બાદ તેમણે NDA નેતાઓ સાથે બેઠક કરી હતી. એકનાથ શિંદેની ગાડીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા બે શકમંદોની અટકાયત કરી તપાસ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં ગોરેગાંવ પોલીસને એક અજાણ્યા વ્યક્તિનો ઈમેલ મળ્યો હતો. આ મેલમાં એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મંત્રાલય અને જેજે માર્ગ પોલીસ સ્ટેશનમાં પણ આવા જ ધમકીભર્યા મેલ મળ્યા હતા. આ મેઈલ મળતા જ પોલીસમાં ખળભળાટ મચી…

Read More

(જી.એન.એસ) તા. 21 નવી દિલ્હી, ભાજપના નેતા રેખા ગુપ્તાએ દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ તરતજ એક્શન મોડમાં આવી ગયા છે. દિલ્હી મંત્રીમંડળની પહેલી બેઠક સચિવાલયમાં યોજાઈ હતી. આ અગાઉ તેમણે સાંજે 5 વાગ્યે વાસુદેવ ઘાટની મુલાકાત લીધી અને યમુના આરતી પણ કરી હતી. આ દરમિયાન તેમના મંત્રીમંડળમાં સમાવિષ્ટ મંત્રીઓ પણ હાજર હતા. ઘાટ પર આરતી પછી બધા સચિવાલય તરફ રવાના થયા, જ્યાં નવા ચૂંટાયેલા મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાઈ હતી. દિલ્હી કેબિનેટના નવા મંત્રીઓ પણ યમુનાની મુલાકાતે આવ્યા હતા. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં યમુનાની સફાઈ સૌથી મહત્વપૂર્ણ બાબત રહી છે અને આ વખતે યમુનાનું પ્રદૂષણ પણ મોટાપાયે ચૂંટણીનો મુદ્દો બન્યો…

Read More