Author: devarshi

(જી.એન.એસ) તા. 24 સુરત, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લાના કોસંબા પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 4 પર 260 મીટર લાંબો પીએસસી પુલ 22મી ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થયો. આ પ્રોજેક્ટ ગુજરાતના સુરત જિલ્લાના કોસંબા નજીક ઉંચા વાયડક્ટ મારફતે દિલ્હી અને મુંબઈ વચ્ચેના (રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થતા) રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 4 ઉપરથી પસાર થાય છે. આ પુલમાં 104 પ્રીકાસ્ટ સેગમેન્ટનો સમાવેશ થાય છે, જેમાં ચાર સ્પાનની ગોઠવણી 50મી + 80મી + 80મી + 50મી છે અને તે બેલેન્સ્ડ કેન્ટીલીવર પદ્ધતિ વડે નિર્માણ કરવામાં આવ્યું છે, જે મોટા સ્પાન માટે આદર્શ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 4 દિલ્હી અને મુંબઈ વચ્ચેનું નિર્માણાધીન ધોરીમાર્ગ છે. નિર્માણકાર્યનું ધ્યાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેથી વાહનો અને કામદારોની સલામતી સુનિશ્ચિત થઈ શકે, સાથે જ…

Read More

(જી.એન.એસ) તા. 24 રાંચી, વિવિધ સરના સમિતિઓ અને આદિવાસી સંગઠનોના એક પ્રતિનિધિમંડળે ઝારખંડ વિધાનસભામાં મુખ્યમંત્રીશ્રી હેમંત સોરેન સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે, પ્રતિનિધિમંડળના સભ્યોએ મુખ્યમંત્રીને આદિવાસીઓના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોના સંરક્ષણ સંબંધિત કેટલીક માંગણીઓથી વાકેફ કર્યા. આ પ્રસંગે મંત્રી શ્રી ચામરા લિન્ડા, ધારાસભ્ય શ્રી રાજેશ કછપ સહિત સરના પ્રાર્થના સભા રાંચી મેટ્રોપોલિટન, સેન્ટ્રલ સરના સમિતિ, આદિવાસી વિકાસ પરિષદ, આદિવાસી વિદ્યાર્થી સંઘ, જય આદિવાસી પરિષદ, આદિવાસી પીપલ કાઉન્સિલ અને સિરામ ટોલી સરના સમિતિના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

Read More

પ્રિયંકા ગાંધી વાડ્રાના હાથમાં કમાન આવી શકે છે જેથી નવા સમીકરણો ગોઠવાય (જી.એન.એસ) તા. 24 નવી દિલ્હી, દેશમાં યોજાયેલ અલગ અલગ ચૂંટણીઓમાં સતત હાર બાદ હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા મજબૂત ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાની યોજના પર વિચારણા શરુ કરી છે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેની કમાન પ્રિયંકા ગાંધી વાડ્રાને સોંપવામાં આવી શકે છે. હાલમાં, કર્ણાટકમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા સુનીલ કાનુગોલુના નેતૃત્ત્વમાં પાર્ટીની ઈલેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ ખૂબ જ અવ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ, જેમાં અગ્રણી સચિન પાયલટ છે, તેમણે આગામી વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા ચૂંટણી માટે પ્રિયંકા સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત…

Read More

(જી.એન.એસ) તા. 22 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર 65 હજારની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા રંગેહાથ ઝડપી લેવાયા. કન્સલ્ટીંગનું કામ કરતાં એક વ્યક્તિએ બિલ્ડિંગની ફાયર NOC માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં ફાયર ઓફિસરે NOC માટે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી. ત્યારબાદ એસીબીએ છટકું ગોઠવીને ફાયર ઓફિસરને રૂ. 65000ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર અને અમદાવાદના એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક સહિતની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં…

Read More

(જી.એન.એસ) તા. 23 ફતેહપુર ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં કાનપુર-પ્રયાગરાજ હાઇવે પર રવિવારે એક મોટી દુર્ઘટના થઈ. એલપીજી ગેસથી ભરેલું એક ટેન્કર અચાનક ટાયર ફાટવાને કારણે ડિવાઇડર તોડી પલટી ગયું,. આ અકસ્માત માલવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બરૌરા ગામ પાસે બન્યો હતો આ અકસ્માતમાં ટેન્કર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટેન્કરને દૂર કર્યું હતું. માહિતી મુજબ, આ ટેન્કર ફતેહપુર જિલ્લાના માલવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું ટેન્કર કાનપુરથી વારાણસી જઈ રહ્યું હતું નિષ્ણાતો માને છે કે ઉનાળાની ઋતુમાં ટાયર ફાટવાની…

Read More

(જી.એન.એસ) તા. 23 નાગરકુર્નૂલ તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી હતી. ટનલનો એક ભાગ અચાનક તૂટી પડતાં 8 લોકો ટનલમાં ફસાઈ ગયા હતા. તેલંગાણાના સિંચાઈ મંત્રી એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ ઘટનાસ્થળે પહોંચીને માહિતી આપી કે ઉત્તરાખંડના જોશીમઠમાં ગયા વર્ષે થયેલી ટનલ દુર્ઘટનામાં કામ કરનારા નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. 8 લોકો 13.5 કિલોમીટર અંદર ફસાયા હતા અને આ સિવાય ભારતીય સેના અને NDRFની ટીમો પણ સ્થળ પર છે. બચાવ ટીમે ટનલમાં તાજી હવા મોકલવાની વ્યવસ્થા કરી છે, જેથી ફસાયેલા લોકોને શ્વાસ લેવામાં તકલીફ ન પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શી ફૂલપ્રૂફ અને સચોટ-સરળ – સપ્લાય ચેઈન ઓટોમેશન વિકસાવવામાં આવી છે (જી.એન.એસ) તા. 23 પૂના, કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને પૂનામાં યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ગુજરાતના સપ્લાય ચેઈન ઓટોમેશન પ્રેઝન્ટેશને બેસ્ટ પ્રેક્ટિસીસ અંતર્ગત સરાહના મેળવી હતી. આ બેઠકમાં સહભાગી ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાષિત પ્રદેશ દીવ-દમણ, દાદરા-નગર હવેલીની એક-એક બેસ્ટ પ્રેક્ટિસીસનું પ્રસ્તુતિકરણ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પસંદ કરવામાં આવ્યું હતું. ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સપ્લાય ચેઈન ઓટોમેશનની આ બેસ્ટ પ્રેક્ટિસીસ અન્વયે પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં વિશાળ અને સુસંચાલિત…

Read More

(જી.એન.એસ) તા. 23 અમૃતસર, પાકિસ્તાન સરકારના આદેશ બાદ, પાકિસ્તાની જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વાઘા બોર્ડર પરથી માછીમારો ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરાયેલા માછીમારોમાં 18 ગુજરાતના છે. માછીમારી કરતા સમયે ભૂલથી પાકિસ્તાની સરહદમાં ઘૂસ્યા હતા. જ્યાં પાકિસ્તાની સરહદમાં જતા પાકિસ્તાની પોલીસે ધરપકડ કરી હતી. પાકિસ્તાની જેલમાંથી 22 ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. જેમને એક વર્ષથી લઈને 2 વર્ષ સુધી પાકિસ્તાનમાં સજા ફટકારાઈ હતી. જો કે, હજુ પણ 217 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ છે.

Read More

(જી.એન.એસ) તા. 23 મંડી, હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં સવારના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મંડી જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે લગભગ 8:42 વાગ્યે આવ્યો હતો અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર મંડી જિલ્લાના સુંદરનગર વિસ્તારના કિરગી ગામ પાસે હતું, જે 31.48 ડિગ્રી અક્ષાંશ અને 76.95 ડિગ્રી રેખાંશ પર સ્થિત હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપની ઊંડાઈ લગભગ સાત કિલોમીટર હતી. ખૂબ અગત્યનું છે કે, આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ મંડી જિલ્લાના સિસ્મિક ઝોન 5 માં આવ્યો હતો, જેને ઉચ્ચ જોખમ વિસ્તાર માનવામાં…

Read More

હોસ્પિટલ નજીકના સાત જિલ્લાના કેન્સરના દર્દીઓ અને અન્ય લોકોને સારવાર પૂરી પાડવા માં આવશે (જી.એન.એસ) તા. 23 બાગેશ્વર ધામ મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે અહીં પહોંચ્યા હતા. બાગેશ્વર સરકાર ના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમની યજમાની કરી હતી. આ પછી ધીરેન્દ્ર શાસ્ત્રી તેમને બાલાજી મંદિર લઈ ગયા. અહીં પીએમ નરેન્દ્ર મોદીએ પૂજા અર્ચના કરી અને ફૂલ અર્પણ કર્યા બાદ કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. બાગેશ્વર ધામની આ નવી હોસ્પિટલ 252 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ હોસ્પિટલ નજીકના સાત જિલ્લાના કેન્સરના દર્દીઓ અને અન્ય લોકોને સારવાર પૂરી પાડશે. રોગોથી પીડિત લોકોને લાભ મળશે. આ ઇમારતમાં કુદરતી પ્રકાશ…

Read More