Author: devarshi

(જી.એન.એસ) તા. 20 વોશિંગ્ટન, બીજી વખત ઐતિહાસિક ચૂંટણી જીતીને અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાને ડોનાલ્ડ ટ્રમ્પના 30 દિવસ પૂર્ણ થયા છે ત્યારે, છેલ્લા એક મહીનામાં 60 થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, અમેરિકાની દાયકાઓ જૂની નીતિઓને ઉથલાવી દીધી, હજારો સરકારી કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી અને સમગ્ર દેશમાં અને વિદેશમાં ભ્રમ પેદા કરવામાં આવ્યો. તારીખ 20 જાન્યુઆરી 2025ના રોજ અમેરિકા અને વિશ્વએ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર વ્હાઇટ હાઉસમાં પાછા ફરતા જોયા. 20 ફેબ્રુઆરીએ ટ્રમ્પને સત્તા સંભાળ્યાને એક મહિનો થઈ ગયો છે અને આટલા ઓછા સમયમાં તેમણે ફરી એકવાર તેમની આગવી આક્રમક ઓળખની પુષ્ટિ કરાવી છે. તેમના એક મહિનાના કાર્યકાળ દરમિયાન…

Read More

(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, રાજ્યભરમાં આદિવાસીઓની જમીનના અધિકારોની રક્ષણ માટે સરકાર કટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AAની એકપણ જમીન બીજાને નામે થઈ નથી તેમ, આજે ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ વતી વિધાનસભા ગૃહમાં જવાબ આપતા મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. મંત્રી શ્રી રાજપૂતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જૂન ૨૦૦૬માં આદિવાસી સમાજના હિતમાં જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AA હેઠળ કલેકટર અને DDOને વિશેષ સત્તા આપવામાં આવી છે, જેમાં કોઈ વ્યક્તિ કલેક્ટર અને DDOની પરવાનગી વિના જમીન…

Read More

(જી.એન.એસ) તા. 20 વડોદરા, બાળકોનાં માતા પિતા માટે એક મોટો ચેતવણી રૂપ કિસ્સો, જંબુસર ભરૂચના રહેવાસી માત્ર આઠ મહિનાની બાળકી જેનું વજન માત્ર ૫.૬૫ કિલોગ્રામ છે, તે ૩ દિવસ પહેલા મોઢામાંથી લોહી નીકળવાની સમસ્યા સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલનાં બાળકોનાં વિભાગમાં તારીખ ૧૯/૦૨/૨૦૨૫ના રોજ સવારે આવી હતી. બાળકીનાં શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઓછું છે, તદુપરાંત તે સિકલ સેલ એનીમિયાથી પીડિત પણ છે. બાળકોનાં વિભાગમાં ડૉ.પરેશ ઠકકરે તપાસ કરી અને એક્સ રે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફ્ટી પિન ફસાયેલી હતી, જે કેટલા સમય પહેલા બાળકી રમતા રમતા ગળી ગઈ હશે તેની જાણ માતા પિતાને ન હોતી. જે બાદ તુરંત બાળકીને લોહી ચડાવીને…

Read More

(જી.એન.એસ) તા. 20 મુંબઈ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમની કારમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસને ઈમેઈલ દ્વારા એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. ધમકી બાદ મહારાષ્ટ્ર પોલીસે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીમાં હતા ત્યારે શિવસેનાના નેતા એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જો કે, આ પહેલી વાર નથી જ્યારે એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. આ પહેલા ફેબ્રુઆરી 2024 માં, એક કોલેજના વિદ્યાર્થીએ એકનાથ શિંદે અને તેમના સાંસદ પુત્ર શ્રીકાંત શિંદેને મારી નાખવાની ધમકી…

Read More

(જી.એન.એસ) તા. 20 હૈદરાબાદ, તેલંગાણામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પર મેડીગડ્ડા બેરેજના ભ્રષ્ટાચારના આરોપ લગાવનાર વ્યક્તિની તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા, ખૂબ મહત્વનું છે કે જ્યારે ગુરુવારે કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી. આ બેરેજ કાલેશ્વરમ પ્રોજેક્ટનો ભાગ છે, અને આ આરોપોએ રાજકીય ચર્ચા ઊભી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ મોત કુદરતી નહોતું પરંતુ હત્યા હતી, જોકે તેમણે કોઈ રાજકીય પક્ષના સામેલ હોવાની વાત ને નકારી કાઢી હતી. ફરિયાદ કરનાર 50 વર્ષીય એન રાજલિંગમૂર્તિની હત્યા જમીન વિવાદના કેસ સાથે જોડાયેલી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં બે અજાણ્યા શખ્સોએ…

Read More

(જી.એન.એસ) તા. 20 બેંગલુરુ, મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) સંબંધિત જમીન કૌભાંડ કેસમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મોટી રાહત મળી છે. લોકાયુક્તે તેમને ક્લીનચીટ આપી છે. આ કેસમાં લોકાયુક્તને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમની પત્ની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) જમીન કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.તેમની સામેની તપાસ હવે પૂર્ણ થઈ ગઈ છે.મૈસુર લોકાયુક્તે તેના તપાસ અહેવાલમાં સીએમ સિદ્ધારમૈયા અને તેમની પત્ની અને અન્ય આરોપીઓને ક્લીનચીટ આપી છે. આ કેસમાં સ્નેહમયીકૃષ્ણ ફરિયાદી હતા અને હવે લોકાયુક્તે તેમને નોટિસ ફટકારી છે. લોકાયુક્તે કહ્યું છે કે પુરાવાના અભાવે આ કેસ તપાસને લાયક નથી. હવે આ…

Read More

(જી.એન.એસ) તા. 20 વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ છે કે, તેઓ એક નવી અવધારણા પર વિચાર કરી રહ્યા છે. જેમાં DOGE બચતનો 20 ટકા ભાગ અમેરિકાની જનતાને આપવામાં આવશે. અને અન્ય 20 ટકા હિસ્સો સરકારી લોનનું વ્યાજ ચુકવણીમાં વપરાશે. આ વિચાર વેપારી જેમ્સ ફિશબૈક તરફથી આવ્યો છે. જેઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક આંકડો શેયર કર્યો છે. જેમાં DOGE પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જેને લઇને એલોન મસ્કે જવાબ આપ્યો છે. અને કહ્યુ છે કે, તેઓ આ મુદ્દે રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરશે. DOGE મુજબ, આ પગલાંને કારણે US$55 બિલિયનની બચત થઈ છે. જોકે, એજન્સીએ સ્વીકાર્યું કે કરાર…

Read More

(જી.એન.એસ) તા. 20 બેંગલુરુ, કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાંથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે બન્ને લોકો સામે આરોપ છે કે તેમના દ્વારા કરવાર નેવલ બેઝની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને લીક કર હતી. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ કિસ્સામાં હની ટ્રેપ કનેક્શન હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ હની ટ્રેપથી આ બંનેને પોતાની જાળમાં ફસાવ્યા છે. 2023માં આઇએસઆઇની એક મહિલા એજન્ટે બંને સાથે ફેસબુક પર ફ્રેન્ડશિપ કરી અને તેમને નેવલ બેઝની પ્રવૃત્તિઓ વૉર શિપની અવરજવર અને સુરક્ષા સંબંધી માહિતી આપવા માટે લલચાવ્યા. તેના બદલામાં બંનેને દર મહિને પાંચ-પાંચ હજાર…

Read More

(જી.એન.એસ) તા. 20 એરિઝોના, અમેરિકામાં વધુ એક હવાઈ અકસ્માત થયો છે જેમાં, એરિઝોનાના મારના પ્રાદેશિક એરપોર્ટ પર બે નાના વિમાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બંને વિમાનો વચ્ચે હવામાં અથડામણ થઈ હતી જે ખૂબ જ ગંભીર હતી. યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અનુસાર, બુધવારે સવારે રનવે 12 પર સેસ્ના 172S અને Lancair 360 Mk II સામસામે અથડાયા હતા. જે વિમાનો અથડાયા હતા તેમની ઓળખ Cessna 172s અને Lancair 360 Mk IIs તરીકે કરવામાં આવી હતી, NTSB એ તે સમયે જણાવ્યું હતું. આ બંને ફિક્સ્ડ-વિંગ, સિંગલ-એન્જિન એરક્રાફ્ટ છે.…

Read More

(જી.એન.એસ) તા. 20 નવી દિલ્હી, દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા એ રામલીલા મેદાન ખાતે શપથ લીધા હતા, ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. ગુરુવારે રામલીલા મેદાનમાં યોજાનાર સમારોહમાં તેઓ દિલ્હીના નવા મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. તેમની સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે. તેણી દિલ્હીના શાલીમાર બાગ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી-2025માં તે શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવારને 29,595 મતોથી હરાવ્યા હતા. રેખા ગુપ્તાએ પોતાની જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ ક્ષમતાને આપ્યો. તેમણે કહ્યું કે, દિલ્હીના…

Read More