Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના લાભાર્થી બાળકો સાથે સાયન્સ સિટીમાં સંવાદ સાધ્યો, મુખ્યમંત્રીશ્રીનો વાત્સલ્યભાવ જોઈને બાળકો ખીલી ઊઠ્યાં
- ઈરાન યુદ્ધ અંગે મતભેદો વચ્ચે ટ્રમ્પના ગુપ્તચર વડા તુલસી ગેબાર્ડે રાજીનામું આપ્યું
- ૧૯મા રોજગાર મેળામાં પીએમ મોદીએ ૫૧,૦૦૦ થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
- નવા નવા ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢા ને ભાજપે ઇનામ આપ્યું!?
- અમેરિકા-ઈરાન વાટાઘાટો સફળતાની નજીક હોવાથી પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ઈરાન પહોંચ્યા
- લદ્દાખમાં ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, એક વરિષ્ઠ અધિકારી સહિત ત્રણ ઘાયલ
- ભારતે ઓડિશા રેન્જથી ટૂંકા અંતરની અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
- ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, ઓછામાં ઓછા 82 લોકોના મોત, અનેક લોકો ભૂગર્ભમાં ફસાયા હોવાની આશંકા
- આજનું રાશિફળ (૨૩/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૩/૦૫/૨૦૨૬)
- બ્રિટન લાઇવ ફેશિયલ રેકગ્નિશન અપનાવવામાં અગ્રણી છે
- બર્લિનની હોસ્પિટલમાં દાખલ યુએસના ઇબોલા દર્દી ગંભીર રીતે બીમાર નથી, પરિવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો
Author: Business
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૩૯ સામે ૮૦૬૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૪૮૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૫૯૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૭૧૨ સામે ૨૪૭૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૫૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર…
પેટ્રોલમાં ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામનો બચાવ કરીને ઈન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેકચરર્સ એસોસિએશને (ઈસ્મા) આ બ્લેન્ડિંગથી વાહનના એન્જિનને નુકસાન થતુ હોવાના દાવાને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો હતો. જારી કરેલા એક નિવેદનમાં ઈસ્માએ જણાવ્યું હતું કે, ઈ૨૦ બ્લેન્ડ જે પેટ્રોલમાં વીસ ટકા ઈથેનોલ મિકસ છે તેની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આ અગાઉ જ ચકાસણી કરી લેવાઈ છે અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ તે ભારતના વાહનો સાથે સંપૂર્ણ રીતે સાનુકૂળ હોવાનું પ્રમાણપત્ર પણ આપ્યું છે. ઈથેનોલ મિશ્રણ સાથેનું ઈંધણ માત્ર ટેકનોલોજિકલ પસંદગી નથી પરંતુ તે રાષ્ટ્રીય આવશ્યકતા બની ગઈ છે. ઈથેનોલના પેટ્રોલમાં મિશ્રણથી દેશના ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. ઓટો ઉત્પાદકો પણ ઈ૨૦…
વર્તમાન વર્ષના ૨૫ જુલાઈના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણમાં વાર્ષિક ધોરણે ૧૦ ટકા જ્યારે થાપણમાં ૧૦.૨૦ ટકા વૃદ્ધિ થયાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા જણાવે છે. મંદ કોર્પોરેટ માગને પરિણામે ધિરાણ વૃદ્ધિ ધીમી જોવા મળી રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં અત્યાર સુધીની વાત કરીએ તો ધિરાણમાં ૧.૪૦ ટકા અને થાપણમાં ૩.૪૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે જે ગયા નાણાં વર્ષના ૨૫ જુલાઈ સુધીમાં અનુક્રમે ૨.૩૦ ટકા અને ૩.૫૦ ટકા રહી હતી. કંપનીઓ તરફથી બેન્કિગ ક્ષેત્રમાં નીચા ધિરાણ ઉપાડને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં ધિરાણ વૃદ્ધિ મંદ જોવા મળી રહી છે. કંપનીઓ પોતાના ભંડોળની આવશ્યકતા માટે નીચા વ્યાજ દર…
જુલાઈ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારોના વિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ૮૧% વધીને રૂ. ૪૨,૭૦૨ કરોડ થયો છે. આ વધારો મુખ્યત્વે ફ્લેક્સી કેપ અને થીમેટિક ફંડોમાં મોટા પ્રમાણમાં થયેલા રોકાણના કારણે નોંધાયો છે. જૂનમાં રૂ. ૭૪.૪૧ લાખ કરોડ રહેલું એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) જુલાઈમાં વધીને રૂ.૭૫.૩૫ લાખ કરોડના નવા વિક્રમી શિખરે પહોંચી ગયું છે. ઈક્વિટી સેગમેન્ટમાં સતત ૫૩મા મહિને નેટ રોકાણ નોંધાયું છે. સેગમેન્ટવાર જોવામાં આવે તો થીમેટિક ફંડોમાં રૂ. ૯,૪૨૬ કરોડ, ફ્લેક્સી કેપ ફંડોમાં રૂ. ૭,૬૫૪ કરોડ, સ્મોલ કેપ ફંડોમાં રૂ. ૬,૪૮૪ કરોડ,…
જુલાઈ ૨૦૨૫માં તહેવારોની સીઝન પહેલાં જ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં બમ્પર વધારો નોંધાયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જુલાઈમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૯૩%નો ઉછાળો નોંધાયો છે. જુલાઈ ૨૦૨૫માં કુલ ૧૫,૫૨૮ ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો વેચાયા હતા, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં વેચાણનો આંકડો ૮,૦૩૭ હતો. ટાટા મોટર્સે આ સેગમેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને ૬,૦૪૭ યુનિટનું વેચાણ કરીને વાર્ષિક ધોરણે ૧૯%ની વૃદ્ધિ નોંધાવી છે. પેસેન્જર ઇવી સેગમેન્ટે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યા છતાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં થોડો ઘટાડો નોંધાયો છે. જુલાઈમાં આ કેટેગરીનું વેચાણ ૪% ઘટીને ૧,૦૨,૯૭૩ યુનિટ રહ્યું, જ્યારે ગત વર્ષે આ…
સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ વિદેશી રોકાણકારો માટે એક નવી અને સરળ સિસ્ટમ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવી પહેલનું નામ SWAGAT-FI (સ્વાગત-એફઆઈ) છે, એટલે કે વિશ્વસનીય વિદેશી રોકાણકારો માટે સિંગલ વિન્ડો ઓટોમેટેડ અને જનરલાઈઝ્ડ એક્સેસ. તેનો હેતુ ભારતીય શેરબજારને પસંદગીના અને વિશ્વસનીય વિદેશી રોકાણકારો માટે વધુ આકર્ષક બનાવવાનો તેમજ નિયમોને સરળ બનાવવાનો છે. આ સુવિધા એવા વિદેશી રોકાણકારો માટે છે જેમને ઓછું જોખમ માનવામાં આવે છે. આમાં સરકારી ભંડોળ, કેન્દ્રીય બેંકો, સાર્વભૌમ સંપત્તિ ભંડોળ, બહુપક્ષીય સંસ્થાઓ અને કડક નિયમો સાથે જાહેર છૂટક ભંડોળનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની ૭૦ ટકાથી વધુ સંપત્તિનું સંચાલન…
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોમાં કૃષિ એક મુખ્ય અવરોધ રહ્યો છે. પરંતુ ઘણા લોકો કદાચ જાણતા ન હોય તે એ છે કે બંને દેશો વચ્ચે સમાન ક્ષેત્રમાં વેપાર ખરેખર ઝડપથી વધી રહ્યો છે અને આ વર્ષે નવો રેકોર્ડ બનાવી શકે છે. વર્ષ ૨૦૨૫માં જાન્યુઆરીથી જૂનના સમયગાળા દરમિયાન, ભારતે યુએસથી ૧૬૯૩.૨ મિલિયન ડોલર મૂલ્યના કૃષિ ઉત્પાદનોની આયાત કરી હતી, જે ૨૦૨૪માં સમાન સમયગાળા દરમિયાન ખરીદેલા (૧૧૩૫.૮ મિલિયન ડોલર) કરતા લગભગ ૪૯.૧% વધુ છે. તે જ સમયે, ભારતની અમેરિકામાં કૃષિ નિકાસ પણ ૨૪.૧% વધીને ૨૦૨૪ની શરૂઆતમાં ૨૭૯૮.૯ મિલિયન ડોલરથી ૨૦૨૫ ની શરૂઆતમાં ૩૪૭૨.૭ મિલિયન ડોલર થઈ ગઈ હતી. ટ્રમ્પે ભારતીય માલ…
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર કુલ ૫૦% ડ્યૂટી લાદવાની જાહેરાત દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) માટે મોટો આંચકો બની શકે છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ પગલાથી ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દરમાં ૩૫ થી ૬૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થઈ શકે છે. સ્થાનિક વપરાશમાં વધારો ચોક્કસપણે અર્થતંત્રને થોડી રાહત આપશે, પરંતુ આ ઊંચી ડ્યૂટીનો આર્થિક પ્રભાવ ટાળવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા પડશે. એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે જો ૫૦% ડ્યૂટી લાગુ થશે, તો ૬.૩% વૃદ્ધિનો હાલનો અંદાજ ૪૦ થી ૬૦ બેસિસ પોઇન્ટ ઘટી શકે છે. તેમની મતે ટ્રમ્પ ડ્યૂટીની અસર ચીન પર લાદવામાં આવેલી ડ્યૂટી, રૂપિયાના…
મૂડીઝ ક્રેડિટ રેટિંગ એજન્સીએ ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ભારત વચ્ચેનો વર્તમાન વેપાર વિવાદ ઉકેલાશે નહીં, તો વૈશ્વિક સપ્લાય ચેઇન આકર્ષવામાં ભારતે હાંસલ કરેલી તાજેતરની સિદ્ધિઓ પર પાણી ફરી વળશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય આયાત પર ૫૦% ટેરિફ લગાડ્યો છે, જે વિયેતનામ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા પ્રાદેશિક દેશો પર લાગુ થયેલા ૧૫% – ૨૦% ટેરિફ કરતા ઘણો વધારે છે. મૂડીઝના મતે આ ઊંચો ટેરિફ તફાવત ભારતની વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનવાની મહત્વાકાંક્ષાઓને નુકસાન પહોંચાડશે અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ જેવા હાઇ-વેલ્યુ ઉત્પાદનમાં તેની સ્પર્ધાત્મકતા ઓછી કરશે. ભારત દક્ષિણ એશિયામાં અમેરિકાનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે અને આ ટેરિફ વધારાનો સીધો…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૦૪ સામે ૮૦૫૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૧૬૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૨૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૨૭ સામે ૨૪૬૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૪૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
