Author: Business

ભારતના માલસામાન પર અમેરિકાએ ૨૫% ડયૂટી લાગુ કરી છે જેનો અમલ સાત ઓગસ્ટથી થનાર છે. આ ઉપરાંત ભારતને પેનલ્ટી લગાડવાની પણ જાહેરાત કરાઈ છે, પરંતુ તેની રૂપરેખા હજુ સ્પષ્ટ થઈ નથી. ભારતના માલસામાનની અમેરિકામાં નિકાસમાં ઘટાડાથી દેશને ઉત્પાદન ક્ષેત્રનું મથક બનાવવાની ભારતની તકો ઘટી જશે પરંતુ દેશની ઘરઆંગણેની માગ બહારી દબાણો સામે ભારતને ટકાવી રાખશે એમ રેટિંગ એજન્સી મૂડી’સના એક રિપોર્ટમાં જણાવાયું છે. એપીએસી (એશિયા-પેસિફિક)માંના મોટા નિકાસકાર દેશોની સરખામણીએ ભારત સામેના ટેરિફ દર ઊંચા છે. એપીએસીમાં આ દર ૧૫થી ૨૦% છે. વિશ્વના મોટા અર્થતંત્રમાં માલસામાનના વેચાણમાં ઘટાડાથી ઈલેકટ્રોનિકસ જેવા મૂલ્ય વર્ધિત ક્ષેત્રોમાં ઉત્પાદન મથક બની રહેવાની ભારતની યોજનાને ફટકો પડશે…

Read More

સામાન્ય રીતે પ્રમોટરો દ્વારા ઈક્વિટીસની ખરીદીને પોઝિટિવ ગણવામાં આવે છે પરંતુ તેમના દ્વારા વેચવાલી માટેના અનેક કારણો રહે છે. કંપનીનો દેવાબોજ હળવો કરવા, અન્ય સાહસોમાં રોકાણ કરવા અથવા તો ઊંચા મૂલ્યાંકનોનો લાભ લઈ નાણાં ઘરભેગા કરવાના હેતુ સાથે પ્રમોટરો પોતાના હોલ્ડિંગનું આંશિક વેચાણ કરતા હોય છે. લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ધોરણનું પણ કંપનીઓએ પાલન કરવાનું રહે છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના ત્રિમાસિકમાં પ્રમોટર હોલ્ડિંગ ૪૦.૧૯% રહ્યું હતું ત્યારબાદ વર્તમાન વર્ષના જૂનમાં ૪૦.૫૮% સૌથી નીચું હોલ્ડિંગ જોવા મળ્યું છે. છેલ્લા ૧૩ ત્રિમાસિક ગાળામાં પ્રમોટરોના હિસ્સામાં ૪.૫૫% જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે. ૩૧મી માર્ચ, ૨૦૨૨ના પ્રમોટરોનું હોલ્ડિંગ જે ૪૫.૧૩% હતું તે હાલમાં ઘટી ૪૦.૫૮% પર…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૫૯૯ સામે ૮૦૭૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૫૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૦૧૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૨૭ સામે ૨૪૬૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૫ પોઈન્ટના ઉછાળા…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૧૮૫ સામે ૮૧૦૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૪૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૫૯૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૭૧ સામે ૨૪૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૦૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

યુએસ ટેરિફથી દ્વિપક્ષીય વેપારને મોટો ફટકો પડવાનો ભય ઉદભવ્યો છે. વર્ષ ૨૦૨૪માં ભારત અને અમેરિકા વચ્ચે કુલ દ્વિપક્ષીય વેપાર ૧૨૯ બિલિયન ડોલર (લગભગ ૧૦.૭ લાખ કરોડ) હતો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી થતી બધી નિકાસ પર ૨૫% આયાત ડયુટીની જાહેરાત કરી છે. આ ટેરિફ ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં આવશે અને સ્માર્ટફોન, દવાઓ, ઓટો પાર્ટ્સ અને જ્વેલરી જેવા ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોને અસર કરશે. ટ્રમ્પ વહીવટીતંત્રનો દાવો છે કે આ પગલું ભારતના બિન-રાજકોષીય વેપાર અવરોધો અને રશિયા સાથેના તેના સંરક્ષણ અને ઉર્જા સંબંધોના જવાબમાં લેવામાં આવ્યું છે. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં નવી દિલ્હીમાં વેપાર વાટાઘાટોનો આગામી રાઉન્ડ પ્રસ્તાવિત છે. આ માટે, યુએસ પ્રતિનિધિમંડળ…

Read More

ટ્રમ્પ ટેરિફ અંગેની ચિંતા અને વિદેશી રોકાણકારોના સતત દબાણને કારણે રૂપિયા પર દબાણ આવતા જુલાઈ મહિનામાં રૂપિયો લગભગ ૨% તુટયો છે. અમેરિકા દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લાદવામાં આવ્યા બાદ ૩૧ જુલાઈના રોજ રૂપિયામાં અંદાજીત ત્રણ વર્ષમાં સૌથી મોટો માસિક ઘટાડો નોંધાયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૨ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવાર અને ગુરુવારે રૂપિયાને ટેકો આપવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. પરંતુ આ હસ્તક્ષેપ ખૂબ આક્રમક નહોતો. જો અમેરિકા – ભારત વેપાર વાટાઘાટોમાં કોઈ સકારાત્મક પ્રગતિ નહીં થાય, તો રૂપિયો ૮૭.૯૫ના તેના સર્વકાલીન નીચલા સ્તરથી નીચે ૯૦ સુધી જઈ શકે છે. વિદેશી રોકાણકારોએ પણ રૂપિયા પર દબાણ…

Read More

અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫% ટેરિફ તથા પેનલ્ટી લાગુ કરવાના લેવાયેલા નિર્ણયને કારણે વર્તમાન નાણાં વર્ષમાં ભારતના આર્થિક વિકાસ દરમાં ૩૦ થી ૬૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળશે તેવી વિવિધ રિપોર્ટમાં ધારણાં મૂકવામાં આવી છે. જો કે ભારતમાં ઘરઆંગણેની માંગ આધારિત અર્થતંત્રને મોટી અસર જોવા નહીં મળે એમ બારકલેસના એક રિપોર્ટમાં આર્થિક વિકાસ દરમાં ૩૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળવાની ધારણાં વ્યકત કરતા જણાવાયું હતું. ૧લી ઓગસ્ટથી ૨૫% ટેરિફ લાગુ થશે તો ભારતના માલસામાન પર અમેરિકામાં સરેરાશ ઈફેકટિવ ટેરિફ દર ટ્રેડ વેઈટેડના દ્રષ્ટિકોણથી વધી ૨૦.૬૦% રહેશે એમ બારકલેસ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે. લિબરેશન ડે પહેલાનો ટેરિફ દર ૨.૭૦%…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૭.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૮૧ સામે ૮૦૬૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૬૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૧૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૯૫૯ સામે ૨૪૮૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૨૩ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૨૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ભારત પર ખફા થઈને ભારતીય ગુડઝની અમેરિકામાં થતી આયાતો પર ૨૫% ટેરિફ અને નોન-ટેરિફ બેરિઅર્સને લઈ રશીયા પાસેથી ઓઈલ અને શસ્ત્રોની આયાતની સજા તરીકે પેનલ્ટી ફટકારવાનું જાહેર કરતાં દેશના વેપાર-ઉદ્યોગ જગતને મોટો આંચકો લાગ્યો છે. ટ્રમ્પ ટેરિફથી ભારતની સૌથી વધુ થતી નિકાસો પૈકી જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગને મોટો ફટકો પડવાના એંધાણ છે. ૨૫% ટેરિફ અને પેનલ્ટી મળીને ટેરિફનો આંક ૩૦ થી ૩૨%થી વધુ વધવાના નિષ્ણાતોના અનુમાન વચ્ચે ભારતની ૩૨ અબજ ડોલરની રત્નો અને ઝવેરાત નિકાસને રૂંધાવાનું જોખમ ઊભું થયું છે. નવા ટેરિફ સાથે, કટ અને પોલિશ્ડ હીરા જેવા ઉત્પાદનો, જે અગાઉ કોઈ ડયુટીનો ભાગ બનતા…

Read More

વર્તમાન વર્ષમાં ઈક્વિટી કેશમાં ડીઆઈઆઈની રૂ.૪.૧૦ લાખ કરોડની નેટ ખરીદી રહી છે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ.૧.૬૫ લાખ કરોડની વેચવાલી કરી છે. વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડોએ રૂ.૩ લાખ કરોડથી વધુ ઈક્વિટીસમાં ઠાલવ્યા છે, જ્યારે વીમા કંપનીઓએ રૂ.૪૮૦૦૦ કરોડ અને પેન્શન ફન્ડોના રૂ.૨૧૫૦૦ કરોડ આવ્યા છે. કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી તથા ઊંચા વેલ્યુએશનની ચિંતા વચ્ચે પણ ડીઆઈઆઈની ખરીદી જોવા મળી રહી છે. દેશની ઈક્વિટી માર્કેટમાં એક તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વેચવાલ રહ્યા છે ત્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો એ વર્તમાન વર્ષના પ્રથમ સાત મહિનામાં ઈક્વિટીસમાં રૂ.૪ લાખ કરોડથી વધુની રકમ ઠાલવી છે. મ્યુચ્યુઅલ ફન્ડોમાં રોકાણકારોના…

Read More