Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૬૭ સામે ૮૪૮૯૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૮૪૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૨૧૩ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૪૫ સામે ૨૬૦૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૮૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
તહેવારોની મોસમ પૂર્ણ થયા બાદ પણ નવેમ્બર મહિનામાં દેશના ઓટોમોબાઇલ ઉદ્યોગમાં માગ મજબૂત રહી હોવાનું સ્પષ્ટ થયું છે. વાહન ઉત્પાદક એકમો પાસેથી ડીલરોને ઊતારૂ વાહનો અને ટુ-વ્હીલર્સની રવાનગીના આંકડા નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. ઊંચી હોલસેલ ડિલિવરી દર્શાવે છે કે તહેવારો બાદ પણ ગ્રાહકોની ખરીદીની ગતિ જળવાઈ રહી છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (સીઆમ)ના જણાવ્યા મુજબ, નવેમ્બરમાં ઊતારૂ વાહનો અને ટુ-વ્હીલર્સ બંને કેટેગરીમાં દ્વીઅંકી વૃદ્ધિ નોંધાઈ છે. ગ્રાહકોના માનસમાં સુધારો તથા ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી)માં કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વૃદ્ધિને ટેકો મળ્યો હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. નવેમ્બર મહિનામાં ઊતારૂ વાહનોની હોલસેલ રવાનગી વાર્ષિક ધોરણે ૧૮.૭૦ ટકા…
ભારતમાં ૨૦૨૫નું વર્ષ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) માટે અત્યાર સુધીનું સૌથી મહત્ત્વનું સાબિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. માઈક્રોસોફ્ટ, ગુગલ, એમેઝોન, એનવિડિયા જેવી ગ્લોબલ ટેક જાયન્ટ્સે ભારતમાં રોકાણ વધારવા માટે મોટી જાહેરાતો કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૦૨૫ દરમ્યાન અત્યાર સુધી વિદેશી કંપનીઓએ કુલ ૧૩૫ અબજ ડોલરના ઈન્વેસ્ટમેન્ટની બાંયધરી આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આમાંથી કેટલાક ઈન્વેસ્ટમેન્ટનું આવકરૂપે પ્રવાહ (Actual Inflow) શરૂ પણ થઈ ગયું છે. ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને નાણાકીય સેવાઓ ક્ષેત્રમાં ભારતીય બજારમાં નોંધપાત્ર ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) માટે ભારત એક મુખ્ય હબ બની રહ્યું છે, જેના…
ભારતનો વિદેશી વિનિમય ભંડાર (ફોરેક્સ રિઝર્વ) ૫ ડિસેમ્બરના રોજ પૂર્ણ થયેલા સપ્તાહ દરમિયાન ૧.૦૩૩ અબજ ડોલર વધીને ૬૮૭.૨૬ અબજ ડોલર થયો છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડાઓમાં જણાવાયું છે. તેના અગાઉના સપ્તાહમાં દેશનો ફોરેક્સ રિઝર્વ ૧.૮૭૭ અબજ ડોલર ઘટીને ૬૮૬.૨૨૭ અબજ ડોલર રહ્યો હતો. ફોરેક્સ રિઝર્વનો મુખ્ય હિસ્સો ગણાતી વિદેશી ચલણ સંપત્તિમાં આ સપ્તાહ દરમિયાન ૧૫૧ મિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે અને તે ઘટીને ૫૫૬.૮૮ અબજ ડોલર થઈ છે. ડોલરના હિસાબે દર્શાવાતા FCAમાં યુરો, પાઉન્ડ અને જાપાનીઝ યેન જેવી બિન-યુએસ ચલણોના મૂલ્યમાં થતો વધારો અથવા ઘટાડો પણ સમાવેશ પામે છે. આ પહેલા, ૨૧ નવેમ્બરના રોજ…
માત્ર ભૌતિક ચાંદી જ નહીં, પણ સિલ્વર ETFએ પણ આ વર્ષે રોકાણકારોને જંગી વળતર આપ્યું છે. ૨૦૨५ દરમિયાન સિલ્વર ETFએ અત્યાર સુધીમાં ૧૦૦%થી પણ વધુ રિટર્ન આપીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. હાલ દેશમાં કુલ ૨૧ સિલ્વર આધારિત ETF અને FoF ઉપલબ્ધ છે, જેણે મળીને સરેરાશ ૯૮.૫૧% વળતર આપ્યું છે. આ પૈકી ૧૦ ફંડે આ વર્ષે ૧૦૦%થી વધુનો રિટર્ન પૂરો પાડ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં યુટીઆઈ સિલ્વર ETF ટોચે રહ્યો છે, જેના વળતરની સપાટી ૧૦૦.૮૯% સુધી પહોંચી છે. તેના બાદ ICICI પ્રુડેન્શિયલ સિલ્વર ETFનું નામ આવે છે, જેણે ૧૦૦.૭૨% વળતર આપ્યું છે. તે જ રીતે HDFC સિલ્વર ETFએ ૧૦૦.૨૯%, જ્યારે…
નવેમ્બરમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારોના વિશ્વાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સતત બે મહિના સુધી ઘટેલા ઈન્ફલો બાદ, નવેમ્બરમાં ઈક્વિટી ફંડ્સમાં પ્રવાહ ઓક્ટોબરની સરખામણીએ ૨૧ ટકા ઉછળી રૂપિયા ૨૯,૯૧૧ કરોડ થયો છે, જ્યારે ઓક્ટોબરમાં આ આંક રૂપિયા ૨૪,૬૯૦ કરોડ હતો. ફ્લેક્સી-કેપ ફંડ્સમાં however થોડો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં રૂપિયા ૮,૯૨૮.૭૧ કરોડના મુકાબલે નવેમ્બરમાં ઈન્ફલો ઘટીને રૂપિયા ૮,૧૩૫.૦૧ કરોડ રહ્યો છે, એટલે કે આશરે ૭૯૩ કરોડનો ઘટાડો. ઈક્વિટી સ્કીમોમાં વધેલા ઈન્ફલોને કારણે ઈક્વિટી એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) વધીને રૂપિયા ૩૫.૬૬ લાખ કરોડ પહોંચ્યું છે. તે જ સમયે, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કુલ AUM પહેલીવાર રૂ. ૮૦ લાખ કરોડને પાર કરીને રૂપિયા…
સ્ટેબલકોઈન્સના વધતા સ્વીકાર સાથે નાણાંકીય લેતીદેતીમાં ક્રિપ્ટોકરન્સીઝનો ઉપયોગ વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહ્યો છે. તાજેતરના એક રિપોર્ટ મુજબ, નાણાંકીય વ્યવહારોમાં ક્રિપ્ટો વાપરતા ટોચના દસ દેશોમાં ભારતનો પણ સમાવેશ થયો છે. સ્ટેબલકોઈન્સ એ એવી ક્રિપ્ટોકરન્સી છે, જેનું મૂલ્ય મોટા ભાગે સ્થિર રહે છે અને તેથી તેનો ઉપયોગ દૈનિક વ્યવહારમાં વધુ સરળ બન્યો છે. ભારતમાં લાખો વપરાશકારો હવે બચત, સરહદપાર નાણાં ટ્રાન્સફર અને રોજિંદા પેમેન્ટ્સ માટે ડિજિટલ એસેટ્સ પર આધાર રાખી રહ્યા છે. રિટેલ પ્રવૃત્તિમાં થયેલા વધારા અને ડિજિટલ પેમેન્ટ્સ પ્રત્યે વધતા ઝુકાવને કારણે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ કારણસર ભારત નાણાંકીય વ્યવહારમાં ક્રિપ્ટો વાપરતા દેશોમાં નવમા ક્રમે આવ્યું હોવાનું…
સોના અને ચાંદીના ભાવમાં આગઝરતી તેજી વચ્ચે સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)માં રોકાણ કરનારાઓ માટે અણધાર્યો જેકપોટ સામે આવ્યો છે. વર્ષ ૨૦૧૯માં જારી થયેલા સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનાર રોકાણકારોને છ વર્ષના ગાળામાં ૩૩૦% કરતાં વધુનું બમ્પર વળતર મળ્યું છે, જે પરંપરાગત સુરક્ષિત રોકાણોની ધારણાને સંપૂર્ણપણે બદલી નાખે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ આ સોવરિન ગોલ્ડ બોન્ડની રીડમ્પશન કિંમત રૂ.૧૨,૮૦૧ પ્રતિ યુનિટ નક્કી કરી છે. વર્ષ ૨૦૧૯માં ઓફલાઇન માધ્યમથી પ્રતિ ગ્રામ રૂ.૨,૯૫૨ અને ઓનલાઈન માધ્યમથી રૂ.૨,૯૦૨ના ભાવે ખરીદેલા આ બોન્ડ સામે આજની રીડમ્પશન કિંમત રોકાણકારોને ૩૩૩% જેટલું વળતર આપે છે. આ વળતર ફક્ત સોનાના ભાવ વધારાના આધારે…
ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારને જાહેર ક્ષેત્રના સાહસો (CPSUs) મારફતે ડિવિડન્ડ સ્વરૂપે અત્યાર સુધીમાં રૂ. ૪૧,૩૭૮ કરોડની નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે. આ આંકડો બજેટમાં નિર્ધારિત વાર્ષિક રૂ. ૬૯,૦૦૦ કરોડના લક્ષ્યાંકના આશરે ૬૦ ટકા જેટલો થાય છે. જો કે, ડિવિડન્ડની હાલની આવક પાછલા વર્ષની સમાન અવધિની સરખામણીએ ઓછી રહી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં CPSUs તરફથી રૂ. ૪૭,૩૩૮ કરોડનું ડિવિડન્ડ મળ્યું હતું, જે તે વર્ષની બજેટ અંદાજ રૂ. ૫૬,૨૬૦ કરોડના ૮૪ ટકા જેટલું હતું. સંપૂર્ણ નાણાંકીય વર્ષ ૨૦૨૫માં સરકારને ડિવિડન્ડ રૂપે રેકોર્ડ રૂ. ૭૪,૧૨૯ કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૬માં સરકાર આ લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૮૧૮ સામે ૮૫૦૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૪૯૫૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૨૬૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૦૯ સામે ૨૬૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૦૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૫ પોઈન્ટના…
