Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
નવી દિલ્હી / ગુજરાત : રાષ્ટ્રીય પત્રકાર મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાષ્ટ્રીય પત્રકાર મહાસંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરિષ્ઠ બિઝનેસ એડિટર શ્રી નિખિલ ભટ્ટને તથા લોકાર્પણ દૈનિકનાં એડિટર શ્રી ગૌરાંગ પંડ્યાને ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂકો રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શ્રી પવિત્ર મોહન સામંતરાય દ્વારા તાત્કાલિક અસરથી કરવામાં આવી હોવાનું મહાસંઘ દ્વારા જારી કરાયેલ અધિકૃત પ્રેસ રિલીઝમાં જણાવાયું છે. મહાસંઘના રાષ્ટ્રીય નેતૃત્વે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે શ્રી નિખિલ ભટ્ટ અને શ્રી ગૌરાંગ પંડ્યા બંનેને પત્રકારિતાના ક્ષેત્રમાં લાંબો અને સમૃદ્ધ અનુભવ છે. તેમની પ્રતિબદ્ધતા, નિષ્પક્ષતા તથા જવાબદાર પત્રકારિતા…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૧૩ સામે ૮૫૦૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૬૨૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૬૭૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૦૮ સામે ૨૬૦૧૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૨૯ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
નવેમ્બર મહિનામાં દેશની નિકાસમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, નવેમ્બર ૨૦૨૫માં નિકાસ વાર્ષિક ધોરણે ૧૯.૩૭% વધીને ૩૮.૧૩ અબજ ડોલર પર પહોંચી હતી, જે છેલ્લા છ મહિનાની સર્વોચ્ચ સપાટી છે. આ દરમિયાન આયાત ૧.૮૮% ઘટીને ૬૨.૬૬ અબજ ડોલર રહી હતી, જેના પરિણામે ટ્રેડ ડેફિસિટ નોંધપાત્ર રીતે ઘટીને ૨૪.૫૩ અબજ ડોલર થયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું છે. અમેરિકા ખાતે ભારતની નિકાસ નવેમ્બરમાં ૨૨% વધીને ૬.૯૭ અબજ ડોલર થઈ હતી. ઓક્ટોબરમાં નિકાસ ઘટીને ૬.૩ અબજ ડોલર રહી હતી, પરંતુ નવેમ્બરમાં થયેલા સુધારાએ ટેરિફની અસર સીમિત હોવાનું દર્શાવ્યું છે. નવેમ્બર દરમિયાન અમેરિકા ઉપરાંત…
ભારતમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ૨૦૨૫ દરમિયાન મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યું છે. એક તાજા રિપોર્ટ મુજબ, દેશમાં ક્રિપ્ટોમાં થતી કુલ પ્રવૃત્તિમાંથી આશરે ૭૫ ટકા કામકાજ દ્વીતિય, તૃતિય અને ચતુર્થ શ્રેણીના નાના શહેરોમાંથી થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે ક્રિપ્ટો માર્કેટ હવે માત્ર મહાનગરો સુધી સીમિત રહી નથી. રિપોર્ટ મુજબ ભારતની ક્રિપ્ટો માર્કેટ ૨૦૨૫માં પરિપકવતા સુધી પહોંચી ગઈ છે અને રોકાણકારો હવે વધુ માહિતીસભર તથા વિચારપૂર્વકના નિર્ણયો લેતા થયા છે. રાજ્યવાર જોવામાં આવે તો, ક્રિપ્ટોકરન્સીમાં થયેલા કુલ રોકાણમાંથી ૧૩ ટકા ઉત્તર પ્રદેશમાંથી, ૧૨ ટકા મહારાષ્ટ્રમાંથી અને ૭.૯૦ ટકા કર્ણાટકમાંથી નોંધાયું છે. કુલ ૨.૫૦ કરોડ વપરાશકારોના ડેટાના આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં જણાવાયું…
ભારતીય પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) બજારમાં મ્યુચ્યુઅલ ફંડ્સની ભાગીદારી સતત વધતી જઈ રહી છે. વર્તમાન વર્ષના નવેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સે છ આઈપીઓમાં કુલ મળીને રૂ. ૧૩,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું હોવાનું તાજા ડેટામાંથી સામે આવ્યું છે. આ આંકડો પ્રાથમિક બજારમાં મજબૂત સ્થાનિક તરલતાનું પ્રતિબિંબ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ગ્રો કંપનીના આઈપીઓમાં સૌથી વધુ, આશરે રૂ. ૪,૨૦૦ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લેન્સકાર્ટ સોલ્યુશન્સ, પાઈન લેબ્સ, ફિઝિક્સ વાલા, ટેનેકો ક્લીન એર અને એમવી ફોટોવોલ્ટેઇક પાવર જેવી કંપનીઓના આઈપીઓ પણ મ્યુચ્યુઅલ ફંડ્સની પસંદગીમાં રહ્યા હતા. આ તમામ કંપનીઓમાં પ્રત્યેકમાં રૂ. ૧,૦૦૦ કરોડથી વધુનું રોકાણ નોંધાયું હતું. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ…
કરન્સી બજારમાં ડોલરની મજબૂતી સામે રૂપિયો વધુ ગબડતાં આજે નવી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ડોલર સામે રૂપિયો રૂ. ૯૦.૪૩ના અગાઉના બંધ ભાવ સામે આજે રૂ. ૯૦.૫૫ પર ખુલ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂ. ૯૦.૫૧ સુધી મજબૂત થયા બાદ ફરી દબાણ વધતાં રૂપિયો દિવસના ઊંચા તબક્કે રૂ. ૯૦.૭૯ સુધી તૂટી ગયો હતો અને અંતે રૂ. ૯૦.૭૬ પર બંધ રહ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો કુલ ૩૩ પૈસા તૂટ્યો હતો, જે દિવસ દરમિયાન અંદાજે ૦.૩૬ ટકાનો ઘટાડો દર્શાવે છે. ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વેપાર કરાર અંગેની વાટાઘાટોમાં વિલંબ, તેમજ સ્થાનિક શેરબજારમાં નબળાઈને કારણે રૂપિયામાં દબાણ વધ્યું હોવાનું બજારના સૂત્રોએ…
નવેમ્બર, ૨૦૨૫માં જથ્થાબંધ ભાવાંક (WPI) આધારિત ફુગાવો ઘટીને માઇનસ ૦.૩૨% નોંધાયો છે. આ સાથે સતત બીજા મહિને જથ્થાબંધ ફુગાવો નકારાત્મક રહ્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબર માસમાં ફુગાવો માઇનસ ૧.૨૧% હતો જ્યારે ગયા વર્ષે નવેમ્બર, ૨૦૨૪માં તે ૨.૧૬% રહ્યો હતો. ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવેમ્બર દરમિયાન ફુગાવાનો નકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય પદાર્થો, ખનીજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓના ઉત્પાદનો તેમજ વીજળીના ભાવમાં ઘટાડાને કારણે નોંધાયો છે. જો કે માસિક ધોરણે કઠોળ અને કેટલાક શાકભાજીના ભાવમાં વધારો પણ જોવા મળ્યો છે. ખાદ્ય પદાર્થોમાં એપ્રિલથી સતત આઠ મહિના સુધી ડિફલેશન જોવા મળી રહ્યું…
વર્ષ ૨૦૨૫ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ભારતીય શેરબજારમાં અત્યાર સુધી ક્યારેય ન જોવાયેલી ગતિએ વેચવાલી કરી છે. સેકન્ડરી માર્કેટ મારફતે વિદેશી રોકાણકારોએ રૂ.૨.૨૩ લાખ કરોડથી વધુ મૂલ્યના શેરો વેચી કાઢ્યા છે. એક સમય હતો જ્યારે ભારતીય શેરબજાર વિદેશી રોકાણકારોની પ્રથમ પસંદગી ગણાતું હતું, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતા અને વેપાર કરાર સંબંધિત વિલંબને કારણે તેમનો વલણ સ્પષ્ટ રીતે બદલાયેલું જોવા મળે છે. આંકડાઓ મુજબ ૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ દર ટ્રેડિંગ દિવસે સરેરાશ રૂ.૯૦૦ કરોડ જેટલું ચોખ્ખું વેચાણ કર્યું છે. સમયગાળાની દૃષ્ટિએ જોવામાં આવે તો દર ટ્રેડિંગ કલાકે અંદાજે રૂ. ૧૫૨ કરોડના શેરો વેચાયા છે. આટલી ભારે વેચવાલી છતાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોમાં નોંધપાત્ર…
નીચા વ્યાજ દરના માહોલમાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણની માગમાં તેજી જોવા મળી રહી છે, જ્યારે થાપણની વૃદ્ધિ તેની સરખામણીએ ધીમી રહી છે. પરિણામે આગામી સમયમાં બેન્કો માટે ભંડોળ ઊભું કરવાનું દબાણ વધવાની શક્યતા જોવાઈ રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના તાજા ડેટા મુજબ વર્તમાન વર્ષના ૨૮ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૨% રહી હતી, જ્યારે થાપણ વૃદ્ધિ ૧૦.૧૯% નોંધાઈ હતી. આમ, ધિરાણની વૃદ્ધિ થાપણની સરખામણીએ ૧.૨૩% વધુ રહી છે. એક વર્ષ અગાઉની સમાન અવધિમાં ધિરાણ અને થાપણ બંનેની વૃદ્ધિ ૧૦.૫૮% સમાન સ્તરે હતી. વર્તમાન વર્ષના ૧૪ નવેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૦% રહી હતી, જ્યારે થાપણ વૃદ્ધિ ૧૦.૨૦% હતી,…
ભારતીય શેરબજારના ઈતિહાસમાં પહેલી વખત ૨૦૨૫ દરમિયાન કંપની પ્રમોટરો, પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) ફંડ્સ તથા પ્રારંભિક તબક્કાના રોકાણકારોએ પોતાના ઈક્વિટી હોલ્ડિંગ વેચીને રૂ.૧ લાખ કરોડથી વધુની રકમ ઘરભેગી કરી છે. ઊંચા મૂલ્યાંકન અને પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોની મજબૂત માંગને કારણે ઈક્વિટી વેચાણ માટે નોંધપાત્ર ધસારો જોવા મળ્યો છે. વર્તમાન વર્ષમાં જાહેર ભરણાં (IPO) મારફતે અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૧.૭૫ લાખ કરોડ જેટલી રકમ ઊભી કરવામાં આવી છે, જેમાંથી રૂપિયા ૧.૧૦ લાખ કરોડ એટલે કે લગભગ ૬૨% રકમ વર્તમાન હિસ્સેદારોના ખિસ્સામાં ગઈ છે. આ હિસ્સેદારોએ ઓફર ફોર સેલ (OFS) મારફતે પોતાની આંશિક ઈક્વિટી વેચી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ પ્રમોટરોએ OFS…
