Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૫૬૭ સામે ૮૫૬૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૫૩૪૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૬૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૫૫૨૪ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૯૭ સામે ૨૬૨૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૬૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪ પોઈન્ટના…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૧૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૨૯ સામે ૮૫૧૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૧૪૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૫૬૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૦૩૦ સામે ૨૬૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૩૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૧ પોઈન્ટના…
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ઝડપી વિસ્તરણ અને ઊર્જા-સઘન પ્રોસેસિંગની વધતી જરૂરિયાતને પગલે વિશ્વભરમાં ડેટા સેન્ટરોની માંગમાં તેજી આવી છે. ૨૦૨૫ દરમિયાન ડેટા સેન્ટર ક્ષેત્રના સોદાઓ ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા છે. એસ એન્ડ પી ગ્લોબલના આંકડા મુજબ આ વર્ષે ડેટા સેન્ટર સેક્ટરમાં કુલ રોકાણ ૬૧ અબજ ડોલરથી વધુ રહ્યું છે, જ્યારે ૨૦૨૪માં આ આંકડો અંદાજે ૬૦.૮ અબજ ડોલર હતો. આ વૃદ્ધિ એવા સમયગાળામાં જોવા મળી છે જ્યારે રોકાણકારો એઆઈ કંપનીઓના ઊંચા મૂલ્યાંકન અને ડેટા સેન્ટરો માટે ભારે ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયા અંગે ચિંતિત છે. નવેમ્બર મહિનામાં વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે રોકાણકારોમાં એઆઈ બૂમ ફુટવાની ભીતિ ઉભી થઈ…
૧૨ ડિસેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૧.૬૮૯ અબજ ડોલર વધીને ૬૮૮.૯૪૯ અબજ ડોલર પર પહોંચ્યું હોવાનું રિઝર્વ બેન્કે શુક્રવારે જાહેર કર્યું હતું. તે પહેલાંના સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં ૧.૦૩૩ અબજ ડોલરનો વધારો નોંધાઈને તે ૬૮૭.૨૬ અબજ ડોલર થયું હતું. સમાપ્ત સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ્સમાં ૯૦.૬ કરોડ ડોલરનો વધારો થઈને તે ૫૫૭.૭૮૭ અબજ ડોલર રહ્યા હતા. ગોલ્ડ રિઝર્વ ૭૫.૮ કરોડ ડોલર વધીને ૧૦૭.૭૪૧ અબજ ડોલર થયું હતું. આ દરમિયાન આઈએમએફ ખાતે ભારતનું રિઝર્વ ૧.૧ કરોડ ડોલર વધીને ૪.૬૮૬ અબજ ડોલર થયું હતું, જ્યારે સ્પેશ્યલ ડ્રોઈંગ રાઈટ્સમાં ૧.૪ કરોડ ડોલરનો વધારો થઈને તે ૧૮.૭૪૫ અબજ ડોલર થયા હતા.
ચીનમાંથી થતી સસ્તી આયાતને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે કોલ્ડ રોલ્ડ નોન-ઇલેક્ટ્રિકલ સ્ટીલની આયાત પર આગામી પાંચ વર્ષ માટે એન્ટી-ડમ્પિંગ ડયૂટી લગાવવાનો નિર્ણય કર્યો છે. નાણાં મંત્રાલયના નોટિફિકેશન મુજબ, ચીનના ઓછા ભાવના માલના કારણે દેશના સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થતું હોવાનું તપાસમાં સામે આવતા આ પગલું લેવામાં આવ્યું છે. આ ડયૂટીનો દર પ્રતિ ટન ૨૨૩.૮૦ ડોલરથી લઈને ૪૧૪.૯૦ ડોલર સુધી નક્કી કરવામાં આવ્યો છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ (DGTR)ની ભલામણના આધારે સરકાર દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કોલ્ડ રોલ્ડ નોન-ઇલેક્ટ્રિકલ સ્ટીલનો ઉપયોગ મુખ્યત્વે ઇલેક્ટ્રિક મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ અને જનરેટર્સના ઉત્પાદન માટે થાય છે. તપાસ દરમિયાન DGTRએ નોંધ્યું હતું કે…
નવેમ્બરમાં વાર્ષિક આધાર પર ક્રૂડ ઓઇલની આયાત માત્રામાં ૧૧ ટકાનો વધારો નોંધાયો હોવા છતાં આયાત બિલ લગભગ સ્થિર રહ્યું છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી)ના આંકડા મુજબ નવેમ્બર મહિનામાં ભારતનું તેલ આયાત બિલ ૯.૯ અબજ ડોલર રહ્યું, જે ગયા વર્ષની સમાન અવધિની સરખામણીમાં ખાસ ફેરફાર દર્શાવતું નથી. આ સમયગાળા દરમિયાન દેશમાં ૨.૧૧ કરોડ ટન ક્રૂડ ઓઇલ આયાત થયું હતું, જ્યારે ગયા વર્ષે નવેમ્બરમાં આ આંકડો ૧.૮૯ કરોડ ટન હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં વધારાના સપ્લાયની ચિંતા વચ્ચે ૨૦૨૫ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ નરમ રહ્યા હોવાથી વધુ આયાત છતાં ભારતનું આયાત ખર્ચ નિયંત્રણમાં રહ્યું છે. નવેમ્બર ૨૦૨૫માં ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટની સરેરાશ…
નવેમ્બર મહિનામાં એક્ટિવ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના કેશ હોલ્ડિંગ્સમાં થોડો ઘટાડો જોવા મળ્યો, જોકે માર્કેટ નવી ઊંચાઈઓને સ્પર્શતી હોવા છતાં મોટા ભાગના ફંડ્સમાં કેશ હોલ્ડિંગ્સ હજી પણ ઊંચા સ્તરે રહ્યા છે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ફંડ મેનેજર્સ ખરીદી વખતે સાવધાની રાખી રહ્યા છે. એસીઈ (ACE) ઈક્વિટીઝના તાજેતરના આંકડાઓ અનુસાર, એક્ટિવ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સરેરાશ કેશ હોલ્ડિંગ નવેમ્બરમાં ૪.૬૮ ટકા રહ્યું, જે ઓક્ટોબરમાં ૪.૭૯ ટકા હતું. એબ્સોલ્યૂટ ટર્મમાં, રિઝર્વ લગભગ સ્થિર રહી, રૂ.૨.૦૨ લાખ કરોડ, જે ઓક્ટોબરમાં રૂ.૨.૦૩ લાખ કરોડ હતી. નવેમ્બરમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સોમાં નોંધપાત્ર વધારો નોંધાયો: સેન્સેક્સ ૨.૧૧ ટકા વધી ગયો, નિફ્ટી ૧.૮૭ ટકા વધ્યો. મિડ કેપ ઈન્ડેક્સ ૦.૩૫…
પ્રાપ્ત થયેલા આંકડાઓ મુજબ દેશના ક્રિપ્ટોકરન્સી બજારમાં સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મુડરેકસ, ઝેબપે અને કોઈનસ્વિચ જેવા દેશી ક્રિપ્ટો એક્સચેન્જોમાં વર્તમાન વર્ષ દરમિયાન રોકાણમાં અંદાજે ૩૦ થી ૫૦%નો વધારો નોંધાયો છે. આ એક્સચેન્જોમાં થતા કુલ ટ્રેડિંગ વોલ્યુમમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો હવે વધુ મજબૂત બનતો જઈ રહ્યો છે. વૈશ્વિક સ્તરે કાર્યરત બિનાન્સ એક્સચેન્જમાં પણ ૨૦૨૫ દરમિયાન સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી ૨૦૨૪ની સરખામણીએ આશરે ૧૪% વધેલી જોવા મળી છે. ક્રિપ્ટો માર્કેટમાં સંસ્થાકીય રોકાણકારોમાં હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ (એચએનઆઈ), અલ્ટ્રા એચએનઆઈ અને કોર્પોરેટ સંસ્થાઓનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ભારતમાં ક્રિપ્ટો બજારમાં નિયમન સંબંધિત અનિશ્ચિતતા હોવાને કારણે સેબી દ્વારા નિયંત્રિત સંસ્થાકીય રોકાણકારો હજુ…
વર્તમાન નાણાં વર્ષ દરમિયાન એપ્રિલથી નવેમ્બર સુધીના પ્રથમ આઠ મહિનામાં દેશની ઈલેક્ટ્રોનિક્સ સામાનની નિકાસમાં વાર્ષિક ધોરણે નોંધપાત્ર ૩૮ ટકાનો વધારો થયો છે અને આ આંક ૩૧ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર કુલ ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં સ્માર્ટફોનનો હિસ્સો આશરે ૬૦ ટકા રહ્યો છે. દેશની ટોચની ૩૦ મુખ્ય નિકાસ ચીજવસ્તુઓમાં ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની નિકાસ સૌથી ઝડપી ગતિએ વધી રહી છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ આઠ મહિનામાં કુલ ૭૯.૭૦ અબજ ડોલર સાથે એન્જિનિયરિંગ માલસામાન નિકાસમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે ૩૭.૯૦ અબજ ડોલર સાથે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ બીજા ક્રમે અને ૩૧ અબજ ડોલર સાથે ઈલેક્ટ્રોનિક્સ માલસામાન ત્રીજા ક્રમે રહ્યું છે. ગયા નાણાં…
ભારતીય કોમોડિટી બજાર (MCX) માટે આજે એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે. ચાંદીના ભાવોએ તમામ અગાઉના રેકોર્ડને તોડી નાંખતા નવી ઓલ-ટાઇમ હાઈ સપાટી સ્પર્શી છે. ભારે તેજીના પરિણામે ચાંદીનો ભાવ રૂ.૨૦.૧૪ લાખ પ્રતિ કિલોગ્રામને પાર ગયો છે. ચાંદી સાથે સોનામાં પણ નોંધપાત્ર વધારાથી રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો : લેટેસ્ટ આંકડા અનુસાર, MCX પર ચાંદીના માર્ચ ૨૦૨૬ના વાયદાના ભાવમાં રૂ.૬૦૬૧નો મજબૂત ઉછાળો નોંધાયો છે, જે ૨.૯૧ ટકાનો વધારો દર્શાવે છે. આ તેજી સાથે ચાંદીનો ભાવ રૂ.૨,૧૪,૫૦૦ પ્રતિ કિલોગ્રામની નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. સોનાએ પણ નોંધાવી નવી ઊંચાઈ : ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂત તેજી…
