Author: Nikhil Bhatt - Business Editor

Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રત્યે રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ચાર ગણાથી વધુ વધીને ઐતિહાસિક સ્તરે પહોંચી ગઈ છે. ઈકરા (ICRA) ના ડેટા મુજબ, જુલાઈ ૨૦૨૦માં જ્યાં AUM રૂ.૭.૬૫ લાખ કરોડ હતી, ત્યાં જુલાઈ ૨૦૨૫ સુધીમાં તે ૩૩૫.૩૧% નો વધારો દર્શાવી રૂ.૩૩.૩૨ લાખ કરોડ થઈ ગઈ છે. મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે રોકાણ પ્રવાહમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. જુલાઈ ૨૦૨૦માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂ.૩,૮૪૫ કરોડનો આઉટફ્લો થયો હતો, જ્યારે જુલાઈ ૨૦૨૫માં રૂ.૪૨,૬૭૩ કરોડનો ચોખ્ખો ઇનફ્લો નોંધાયો હતો. જુલાઈ ૨૦૨૫માં વાર્ષિક ધોરણે ઇનફ્લો ૧૫.૦૮% વધ્યો હતો. જુલાઈ ૨૦૨૪માં આ આંકડો રૂ.૩૭,૦૮૨…

Read More

ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ભારતીય શેરબજારમાંથી રૂ.૩૪,૯૯૩ કરોડ (લગભગ ૪ બિલિયન ડોલર) જેટલા નાણાં પાછા ખેંચી લીધા હતા. આ છેલ્લા છ મહિનામાં સૌથી મોટી વેચવાલી ગણાઈ રહી છે. આ પરિસ્થિતિના મુખ્ય કારણોમાં અમેરિકા દ્વારા ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા ૫૦% ટેરિફ તથા સ્થાનિક બજારમાં ઊંચા મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. જુલાઈમાં એફપીઆઈએ રૂ.૧૭,૭૪૧ કરોડ જેટલા નાણાં ઉપાડ્યા હતા, પરંતુ ઓગસ્ટમાં આ આંકડો લગભગ બમણો થયો હતો. આ સાથે ૨૦૨૫ની શરૂઆતથી અત્યાર સુધી વિદેશી રોકાણકારોનો કુલ ઇક્વિટી ઉપાડ ૧.૩ લાખ કરોડને પાર કરી ગયો છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વેચવાલી સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોનું પરિણામ છે.…

Read More

તહેવારોની મોસમને કારણે ઓનલાઈન ખરીદીમાં વધારો થતાં ઓગસ્ટ મહિનામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) પ્લેટફોર્મ મારફતેના વ્યવહારો જુલાઈની સરખામણીએ ૩% વધી ૨૦.૦૧ અબજ સુધી પહોંચી ગયા હતા. જુલાઈમાં આ આંક ૧૯.૪૭ અબજ રહ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ જોવામાં આવે તો વ્યવહારનો આંક ૧% ઘટીને રૂપિયા ૨૪.૮૫ લાખ કરોડ રહ્યો હતો, જે જુલાઈમાં રૂપિયા ૨૫.૦૮ લાખ કરોડ હતો. આ માહિતી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા જાહેર કરાયેલા તાજા ડેટામાં આપવામાં આવી છે. ઓગસ્ટમાં યુપીઆઈ મારફતે વ્યવહારોની દૈનિક સરેરાશ ૬૪.૫૦ કરોડ રહી હતી, જે જુલાઈમાં ૬૨.૮૦ કરોડ હતી. જોકે મૂલ્યની દ્રષ્ટિએ દૈનિક સરેરાશ વ્યવહાર થોડો ઘટીને રૂપિયા ૮૦,૧૭ કરોડ રહ્યો હતો, જે…

Read More

દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ ઓગસ્ટમાં સત્તર વર્ષથી વધુની ટોચે પહોંચી છે. અમેરિકી ટેરિફના પડકારો વચ્ચે પણ મજબૂત ઘરેલું માગના કારણે ઉત્પાદન ક્ષેત્રની ગતિ તેજ રહી. એક સર્વે રિપોર્ટ અનુસાર ઓગસ્ટમાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ વધીને ૫૯.૩૦ની સપાટીએ રહ્યો. એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પીએમઆઈ જુલાઈમાં ૫૯.૧૦ સાથે ૧૬ મહિનાની ટોચે હતો, જે ઓગસ્ટમાં વધીને ૫૯.૩૦ થયો. પીએમઆઈમાં ૫૦થી ઉપરનો આંકડો તે ક્ષેત્રના વિસ્તરણને દર્શાવે છે. નોંધનીય છે કે સતત પચાસ મહિનાથી પીએમઆઈ ૫૦થી ઉપર જ જોવા મળી રહ્યો છે. ઉચ્ચ ઘરેલું માગના કારણે ફેક્ટરીઓના ઓર્ડરોમાં મોટો વધારો જોવા મળ્યો છે. ઓગસ્ટનો ૫૯.૩૦ પીએમઆઈ કામકાજની સ્થિતિને છેલ્લા ૧૭.૫ વર્ષમાં સૌથી…

Read More

ઓગસ્ટ ૨૦૨૫માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવક રૂ. ૧.૮૬ લાખ કરોડ સુધી પહોંચી છે. ગયા વર્ષે એટલે કે ઓગસ્ટ ૨૦૨૪માં આ આવક રૂ. ૧.૭૫ લાખ કરોડ રહી હતી. એટલે કે આ વર્ષે ઓગસ્ટમાં જીએસટી આવકમાં ૬.૫%નો વધારો નોંધાયો છે. જોકે, જુલાઈ ૨૦૨૫માં રૂ. ૧.૯૬ લાખ કરોડની આવક સામે ઓગસ્ટમાં આવક ઘટી છે. ઓગસ્ટ મહિનામાં જીએસટી રિફંડ રૂ. ૧૯,૩૫૯ કરોડ સુધી ઘટી ગયો છે, જે ગયા વર્ષની તુલનામાં ૨૧% ઓછો છે. પરિણામે રિફંડ બાદની નેટ આવકમાં ૧૦%થી વધુનો વધારો થયો છે. આ વૃદ્ધિમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો સૌથી મોટો ફાળો છે, જેમણે મળીને કુલ જીએસટી આવકમાં ૩૩% હિસ્સો આપ્યો…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૯.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૮૦૯ સામે ૭૯૮૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૮૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૩૬૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૬૮ સામે ૨૪૫૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૯ પોઈન્ટના…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૦૮૦ સામે ૮૦૦૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૭૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૮૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૬૫૧ સામે ૨૪૬૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૫૪૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૮૬ સામે ૮૦૭૫૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૦૦૧૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૬૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૮૦૦૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૫૭ સામે ૨૪૭૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૬૨૭ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

ભારતના માલસામાન પર એકંદર ૫૦ ટકા ટેરિફથી ભારતની અમેરિકા ખાતેની નિકાસને ફટકો પડશે જ્યારે વિયેતનામ તથા ચીન સહિતના અન્ય દેશોને તેનો લાભ મળી રહેશે. ભારતની સરખામણીએ વિયેતનામ તથા ચીનના માલસામાન પર નીચી ટેરિફ લાગુ કરવામાં આવી છે. નિકાસકારો સામેના પડકારો જાણી લેવા રિઝર્વ બેન્ક વર્તમાન સપ્તાહમાં નિકાસકારો સાથે ખાસ બેઠક કરવા યોજના ધરાવે છે. ૫૦ ટકા ટેરિફને કારણે વિશ્વના પાંચમાં મોટા અર્થતંત્ર ભારત સામે મોટા પડકારો ઊભા થશે. ભારત પર વધારાની ૨૫ ટકા ટેરિફ વસૂલવા સંદર્ભની નોટિસ અમેરિકાના વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવી હતી. અમેરિકામાં ઉપભોગ માટે આવનારા અથવા ઉપભોગ માટે વેરહાઉસમાંથી મેળવાનારા ભારતના માલસામાન પર ૨૭ ઓગસ્ટથી ૨૫ ટકા…

Read More

અમેરિકાના ૫૦ ટકા ટેરિફ સામે દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આવનારા દિવસોમાં કરન્સી બજારમાં દરમિયાનગીરી કરવાનું ટાળશે અને ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તેવી બજારના વર્તુળો ધારણાં રાખી રહ્યા છે. હાલમાં ક્રુડ તેલના ભાવ નીચા છે ત્યારે રૂપિયાને નબળો પડવા દેવાનું રિઝર્વ બેન્ક જોખમ લેશે તેવી શકયતા નકારાતી નથી એમ કરન્સી બજારના એક ટ્રેડરે જણાવ્યું હતું. રૂપિયામાં નબળાઈની સ્થિતિમાં નિકાસકારોને ડોલર સામે વધુ રૂપિયા પ્રાપ્ત થાય છે. ભારતની સરખામણીએ તેના એશિયામાંના હરિફ દેશોના માલસામાન પર અમેરિકાએ ૨૦થી ૪૦ ટકા વચ્ચે ટેરિફ જાહેર કરી છે. સ્પર્ધામાં ટકી રહેવા ટેરિફના આ તફાવતમાંથી માર્ગ કાઢવાનું ભારત માટે…

Read More