Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
જૂન ક્વાર્ટર દરમિયાન ભારતીય વાણિજ્યિક બેંકોના ડિફોલ્ટમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. વાર્ષિક ધોરણે ૨૬%નો ઉછાળો સાથે કુલ ડિફોલ્ટ રૂ.૬૩૦૦૦ કરોડ સુધી પહોંચી ગયા છે. આ વધારામાં મુખ્યત્વે માઇક્રોફાઇનાન્સ અને અસુરક્ષિત રિટેલ લોન પોર્ટફોલિયોની મોટી ભૂમિકા રહી છે. કેર એજ રેટિંગ્સના આંકડા મુજબ, ખાનગી બેંકોમાં ડિફોલ્ટના બનાવો વધુ જોવા મળ્યા છે, જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં તે તુલનાત્મક રીતે ઓછા રહ્યા છે. એક મોટી ખાનગી બેંકમાં ટેકનિકલ પરિબળો અને કૃષિ ક્ષેત્રની નબળી મોસમી લોનના કારણે ડિફોલ્ટ વધ્યા છે. માર્ચ ૨૦૨૪ના અંતે ડિફોલ્ટ રૂ.૫૭૦૦૦ કરોડ હતા, જે આગળના ક્વાર્ટરમાં વધીને રૂ.૬૩૦૦૦ કરોડ સુધી પહોંચી ગયા. ખાનગી બેંકોમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રથમ ત્રિમાસિક…
વૈશ્વિક ઊભરતી બજારોમાં રોકાણ કરતા ફંડો છેલ્લા કેટલાક સમયથી ભારતમાંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઊંચા ટેરિફને કારણે કોર્પોરેટ અર્નિંગ્સ પર દબાણ આવશે તેવી ચિંતાએ ફંડ હાઉસોનું માનસ ખરડાયું છે અને પરિણામે રોકાણકારો ભારતની બદલે ચીન, દક્ષિણ કોરિયા અને હોંગકોંગ જેવા ઊભરતા બજારોમાં વધુ મૂડી મૂકી રહ્યા છે. નોમુરા દ્વારા કરાયેલી વિશ્લેષણ મુજબ જુલાઈ મહિનામાં ભારત માટેની ફાળવણીમાં ૧.૧૦ ટકા ઘટાડો નોંધાયો હતો, જ્યારે હોંગકોંગ, દક્ષિણ કોરિયા અને ચીનની ઈક્વિટીમાં અનુક્રમે ૮૦, ૪૦ અને ૭૦ બેઝિસ પોઈન્ટનો વધારો થયો હતો. ભારત તરફથી રોકાણ હળવું કરનાર ફંડોની સંખ્યા ૪૧ રહી હતી, જ્યારે હોંગકોંગ અને ચીનમાં ૩૭…
ઓગસ્ટમાં ભારતના ઉત્પાદન અને સેવા ક્ષેત્રે મજબૂત વૃદ્ધિના સંકેત નોંધાયા છે. એચએસબીસી ફલેશ ઈન્ડિયા સંયુક્ત પીએમઆઈ, જે જુલાઈ માસમાં ૬૧.૧૦ પર હતો, તે ચાર પોઈન્ટના ઉછાળા સાથે ૬૫.૨૦ સુધી પહોંચ્યો છે. એસએન્ડપી ગ્લોબલના રિપોર્ટ મુજબ ઘરઆંગણે તેમજ વિદેશી બજારમાંથી નવા ઓર્ડરો મળવાથી આ વૃદ્ધિ નોંધાઈ છે. સેવા ક્ષેત્રે ઓગસ્ટમાં અત્યાર સુધીની સૌથી મજબૂત કામગીરી દર્શાવી છે. તેનો પ્રારંભિક પીએમઆઈ ૬૫.૬૦ પર પહોંચ્યો છે, જે ઓલ-ટાઈમ હાઈ ગણાય છે. ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ જુલાઈના ૫૯.૧૦ સામે વધીને ૫૯.૮૦ થયો છે. નવા ઓર્ડરોની માંગ જુલાઈ જેટલી જ મજબૂત રહી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. કાચા માલની તુલનામાં તૈયાર માલની કિંમતો વધુ વધતા કંપનીઓના…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૮.૨૦૨૫ ના રોજ..બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૮૫૭ સામે ૮૨૨૨૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૯૨૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૦૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૮૩ સામે ૨૫૧૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૦૮૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૯ પોઈન્ટના ઉછાળા સાથે…
ગયા સપ્તાહે ૧,૨૪,૦૦૦ ડોલરથી વધુની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ બિટકોઈનમાં પીછેહઠ જોવા મળી છે. ઊંચા સ્તરે થયેલા પ્રોફિટ બુકિંગ અને પોઝિટિવ પરિબળોના અભાવે બુધવારે બિટકોઈન ૧૧૩,૦૦૦ ડોલરની સપાટી તોડી ગયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઈન ૧૧૨,૬૯૮ થી ૧૧૫,૮૦૪ ડોલર વચ્ચે ટ્રેડ થયો હતો અને મોડી સાંજે ૧૧૩,૯૧૩ ડોલર પર ક્વોટ થતો હતો. અમેરિકામાં સતત ઊંચા ફુગાવા તથા આર્થિક નીતિ અંગેની અનિશ્ચિતતાને કારણે રોકાણકારોમાં ચિંતા વધી રહી છે. બજારમાં બીજા ક્રમે આવેલી ક્રિપ્ટોકરન્સી એથરિયમ ૪,૧૦૦ ડોલરની આસપાસ સ્થિર રહી હતી. પરંતુ બિટકોઈનમાં ઘટાડાને કારણે સમગ્ર ક્રિપ્ટો માર્કેટની એકંદર કેપ ઘટીને ૩.૮૨ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. ફેડરલ રિઝર્વના ચેરમેન…
નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં ભારતની નિકાસમાં મિશ્ર ચિત્ર જોવા મળ્યું છે. ટોચના ૨૦ દેશોમાંથી લગભગ સાત દેશોમાં નિકાસ ઘટી છે, જ્યારે અમેરિકા જેવા મહત્વના બજારમાં નિકાસ ૨૨% વધીને મજબૂત રહી છે. વાણિજ્ય વિભાગના તાજા ડેટા અનુસાર એપ્રિલ-જુલાઈ દરમિયાન નેધરલેન્ડ (-૨૧.૨%), યુકે (-૧૧.૨%), સિંગાપોર (-૧૧.૮%), સાઉદી અરેબિયા (-૧૧.૮%), દક્ષિણ આફ્રિકા (-૧૬.૩%), ઇટાલી (-૯.૩%), ફ્રાન્સ (-૧૭.૩%) અને મલેશિયા (-૨૮.૮%)માં ભારતની નિકાસ ઘટી છે. આ દેશોનો હિસ્સો ભારતની કુલ વેપારી નિકાસમાં ૬૯% જેટલો છે. નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં ભારતની કુલ નિકાસ ૩% વધી ૧૪૯.૨ અબજ ડોલર પર પહોંચી છે. તેમાં અમેરિકા તરફની નિકાસ સૌથી મોટી ચાલક બની છે. યુએસ ભારતનું…
તાજેતરના રિપોર્ટ્સ અનુસાર અમેરિકન અર્થતંત્રમાં કંપનીઓની નાદારી ફાઇલિંગમાં તેજી આવી છે અને તે કોવિડ-૧૯ બાદના સર્વોચ્ચ સ્તર એટલે કે ૨૦૨૦ પછીની ટોચે પહોંચી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ પદે આવ્યા બાદ તેમના ટેરિફ આધારિત પગલાંઓ (ટેરિફ ટેરરિઝમ) અમેરિકાને જ ભારે પડી રહ્યા છે. મોંઘવારી વધી રહી છે અને મંદી જેવા સંકેત સ્પષ્ટ થઈ રહ્યાં છે. બિઝનેસ ઇનસાઇડરના અહેવાલ મુજબ, ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકાની ઘણી જાણીતી બ્રાન્ડો હવે નાદારી માટે અરજી કરી રહી છે. S&P Globalના ડેટા દર્શાવે છે કે આ ઉનાળામાં કોર્પોરેટ નાદારી ફાઇલિંગની સંખ્યા ૨૦૨૦ના સ્તરને વટાવી ગઈ છે. જુલાઈમાં ૭૧ કંપનીઓએ નાદારી માટે અરજી કરી હતી, જે…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૮.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૬૪૪ સામે ૮૧૬૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૪૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૮૫૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૩૩ સામે ૨૪૯૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૯ પોઈન્ટના ઉછાળા…
વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતીય કંપનીઓની કામગીરી અપેક્ષા કરતાં નબળી રહી છે. મંદ માંગને કારણે આવક વૃદ્ધિ ઘણા ત્રિમાસિકની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઈ છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ નજીકના ભવિષ્યમાં ઝડપી સુધારો થવાની શક્યતા ઓછી છે, જો કે જીએસટી દરમાં ઘટાડાથી માંગમાં વધારો થવાની ધારણા છે. નિફટી ૫૦માં ઊર્જા, બેન્કિંગ, નાણાં અને વીમા ક્ષેત્ર સિવાયની ૩૫ કંપનીઓના નેટ વેચાણમાં વર્ષગાળે ૬.૬૦% વધારો થયો, જે સપ્ટેમ્બર ૨૦૨૪ બાદની સૌથી નીચી વૃદ્ધિ છે. નેટ પ્રોફિટમાં ૫.૩૦%નો વધારો થયો, જે છેલ્લા નવ ત્રિમાસિકનો સૌથી નબળો વધારો છે, જ્યારે કાર્યકારી નફામાં ૭.૧૦%ની વૃદ્ધિ જોવા મળી. નિફટી ૫૦૦ની ૩૯૦ કંપનીઓમાં પણ આવક વૃદ્ધિ…
જૂન અને જુલાઈ મહિનામાં ભારતીય મૂડીબજારમાં આઈપીઓ પ્રવૃત્તિમાં જોરદાર તેજી જોવા મળી હતી. મુખ્ય પ્લેટફોર્મ પર આ બે મહિનામાં કુલ ૨૧ આઈપીઓ લિસ્ટ થયા હતા અને રૂ.૩૩૮૧૩ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. માર્ચથી મે વચ્ચેના સુસ્ત સમયગાળા પછી આઈપીઓ બજારમાં આવેલા આ પ્રવાહથી રોકાણકારોમાં નવેસરથી વિશ્વાસ અને ઉત્સાહ ફેલાયો છે. સાથે સાથે નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ)ના આઈપીઓમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. જૂનથી અત્યાર સુધીમાં કુલ ૬૮ એસએમઈ આઈપીઓ થકી રૂ.૩૧૩૧ કરોડ એકત્ર થયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે મુખ્ય પ્લેટફોર્મ પર આઈપીઓ પ્રવૃત્તિ તેજ બને છે ત્યારે એસએમઈ સેગમેન્ટમાં પણ એ જ પ્રકારની ગતિ જોવા મળે છે.…
