(જી.એન.એસ) તા. ૩૦
પેરિસ,
આ વર્ષે સમગ્ર યુરોપમાં ભયંકર ગરમી અને હીટવેવને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર, 21 જૂનથી અત્યાર સુધીમાં ભીષણ ગરમીના કારણે 1300થી વધુ લોકોના અકાળે મોત થયા છે. હવામાન પરિવર્તનના કારણે દર વર્ષે વધુ ઘાતક બનતા આ હીટવેવને કારણે જર્મની અને પોલેન્ડ જેવા દેશોમાં ગરમીના તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા છે.
આ ગંભીર પરિસ્થિતિને જોતા WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે હીટવેવને સાયલન્ટ કીલર ગણાવતા તમામ યુરોપિયન દેશોને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે તાત્કાલિક ધોરણે ‘હીટ હેલ્થ એક્શન પ્લાન’ લાગુ કરવા હાકલ કરી છે.
જર્મન હવામાન સેવા (DWD)ના પ્રાથમિક ડેટા અનુસાર, રવિવારે જર્મનીએ 41.7 °C પર નવો તાપમાન રેકોર્ડ બનાવ્યો હતો. DWDએ AFPને જણાવ્યું કે, પૂર્વી બ્રાન્ડેનબર્ગમાં પોલેન્ડ સરહદ નજીક કોશેનમાં એક સ્ટેશને સ્થાનિક સમય અનુસાર સાંજે 4:00 વાગ્યે (1400 GMT) 41.7 °C નોંધાયું હતું – જે ડ્રેવિટ્ઝમાં એક દિવસ પહેલા જ સ્થાપિત 41.5 °C ના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો છે.
હવામાન અને જળ વ્યવસ્થાપન સંસ્થા (IMGW)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલેન્ડે તાપમાન 40.5 °C સુધી પહોંચી ગરમીનો અત્યાર સુધીનો સૌથી વધુ તાપમાનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
WHOના વડાએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સી “તૈયારી, નિવારણ અને મજબૂત આરોગ્ય પ્રણાલી પ્રતિભાવો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારે ગરમીથી ઉદ્ભવતા આરોગ્ય જોખમોને પહોંચી વળવા માટે તેના સભ્ય દેશો અને ભાગીદારો સાથે કામ કરી રહી છે”. તેમણે યુરોપિયન દેશોને આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે આરોગ્યની સુરક્ષા માટેના પ્રયાસના ભાગ રૂપે “હીટ હેલ્થ એક્શન પ્લાન” લાગુ કરવાની હાકલ કરી હતી.
મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, ફ્રેન્ચ આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારથી જ દેશમાં અપેક્ષા કરતા લગભગ 1,000 વધુ મૃત્યુ થયા છે.
ગરમીનું મોજું ધીમે ધીમે ખંડના પૂર્વીય ભાગો તરફ આગળ વધતાં સપ્તાહના અંતે ઘણા દેશોમાં તાપમાનના રેકોર્ડ તૂટી ગયા હતા. જર્મનીમાં, પૂર્વી સેક્સોનીના કુબ્શુટ્ઝમાં રવિવાર રાત્રે તાપમાનનો નવો રેકોર્ડ 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જર્મન હવામાન સેવા DWDના પ્રારંભિક ડેટા અનુસાર, સેક્સોની-એનહાલ્ટના મોર્કન-ડ્રેવિટ્ઝમાં દિવસના 41.5 ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડના થોડા કલાકો પછી નોંધાયો હતો.
યુરોપમાં હીટવેવ
વૈજ્ઞાનિકોના યુરોપ સ્થિત ગ્રુપ, વર્લ્ડ વેધર એટ્રિબ્યુશનના એક નવા અભ્યાસમાં શુક્રવારે જણાવવામાં આવ્યું કે ગયા અઠવાડિયે યુરોપમાં રેકોર્ડબ્રેક ગરમી અને ભેજ વાતાવરણ પરિવર્તન વિના શક્ય ન હોત. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પાંચ દાયકા પહેલા ગરમી અશક્ય હતી અને આજે તેના પડવાની સંભાવના 20 વર્ષ પહેલા કરતાં 200 ગણી વધુ શક્યતા છે.
સ્વીડિશ થીમ પાર્કમાં વીજળી પડી
દેશની સ્થાનિક મીડિયા મુજબ, સ્વીડનમાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં વીજળી પડતાં ઘણા લોકો ઘાયલ થયા હતા. દેશના દક્ષિણમાં ટોમેલિલામાં આવેલા ટોસેલિલા સોમરલેન્ડ પાર્કમાં વીજળી પડ્યા બાદ ત્રણ પુખ્ત વયના લોકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.
પૂર્વ જર્મનીના ગોહરિશેઇડમાં એક મોટા જંગલમાં આગ લાગી હતી. આ જંગલમાં બીજા વિશ્વયુદ્ધના સમયે દારૂગોળો હજુ પણ જોવા મળે છે જેને કારણે આગ ઓલવવાનુ કામ મુશ્કેલ બની ગયું છે.
મોટા શહેરોના ફાયર વિભાગ ગરમી સંબંધિત બીમારીઓથી પીડાતા લોકોને એમ્બ્યુલન્સ મોકલવામાં વ્યસ્ત હતા. બર્લિનમાં શનિવારે 500 વધારાની એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી.
ફ્રાન્સમાં હીટવેવથી 1000થી વધુ લોકોના મોત
હેલ્થ એજન્સી અનુસાર, ફ્રાન્સમાં હીટવેવ દરમિયાન લગભગ 1000થી વધુ લોકોના મોત નોંધાયા છે. જાહેર પ્રસારમકર્તા DR અનુસાર, રવિવાર સવાર સુધીમાં સમગ્ર નોર્ડિક દેશમાં 1,156 વીજળી પડવાની ઘટનાઓ નોંધાઇ છે.
આ પણ વાંચો:

