(જી.એન.એસ) તા. ૨૯
સુરત,
સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વહેવલ ગામના દિવ્યાંગ યુવક શ્રી દિવ્યેશ પટેલે શારીરિક મર્યાદાઓને પાર કરી સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ હાર માનવાને બદલે, માતા ગીતાબેનના સહયોગથી તેમણે પરંપરાગત ઈકો-ફ્રેન્ડલી ‘પતરાળી’ (બાજ) બનાવવાનો વ્યવસાય અપનાવી આત્મનિર્ભરતા મેળવવાની સાથે પરિવારને આર્થિક પીઠબળ પૂરું પાડ્યું…
રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસ અને પર્યાવરણના જતન માટે સતત કાર્યરત છે, ત્યારે દિવ્યેશભાઈનું આ કાર્ય સરકારના વિવિધ અભિયાનોને સીધું સમર્થન પૂરું પાડે છે. દિવ્યેશ ભાઈ કહે છે કે મારી ઈચ્છા છે કે લોકો ફરીથી પતરાળીનો ઉપયોગ કરે જેથી પર્યાવરણ પણ બચે અને અમારા જેવા પરિવારોને રોજગાર પણ મળે.. પતરાળીના વેચાણમાં ગામના અગ્રણીઓ અને શિક્ષકોનો મળ્યો સહકાર…

