નવી દિલ્હી ખાતે આયોજિત અંડર-૧૭ ગર્લ્સ કેટેગરીમાં સિલ્વર મેડલ હાંસલ કરી સરકારી જીમખાના, સેક્ટર-૨૧નું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું
(જી.એન.એસ) તા. ૩૧
નવી દિલ્હી,
નવી દિલ્હી ખાતે આયોજિત અંડર-૧૭ ગર્લ્સ કેટેગરીમાં સિલ્વર મેડલ હાંસલ કરી સરકારી જીમખાના, સેક્ટર-૨૧નું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું
કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા નવી દિલ્હીના આર. કે. પુરમ સ્થિત ડી.એલ.ટી.એ. (DLTA) સ્ટેડિયમ ખાતે આયોજિત પંચાવનમા રાષ્ટ્રીય રમતોત્સવમાં ગાંધીનગરની કુ. મિતિક્ષા પરમારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અંડર-૧૭ ગર્લ્સ વિભાગની લૉન ટેનિસ પ્રતિયોગિતામાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરતાં કુ. મિતિક્ષા પરમારે સિલ્વર મેડલ જીત્યો છે.
રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલી આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સરકારી જીમખાના, સેક્ટર-૨૧, ગાંધીનગરના લૉન ટેનિસ ખેલાડીઓ તેમજ તમામ સભ્યો અને પદાધિકારીઓએ કુ. મિતિક્ષા પરમારને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રમતજગતક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શ કરી ગુજરાત અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરે તેવી શુભકામના વ્યક્ત કરી છે.

