Author: dhrumit

(જી.એન.એસ) તા. 10 અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અન્વયે અમદાવાદના વસ્ત્રાલની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના છાત્રો સાથે સોમવાર 10મી ફેબ્રુઆરીએ પ્રેરક સંવાદ ગોષ્ઠિ કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરેલી છે. આ પરીક્ષા પે ચર્ચાની આઠમી શ્રેણી સોમવાર 10મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. પ્રધાનમંત્રીશ્રીના પરીક્ષા પે ચર્ચાના આ રાષ્ટ્રવ્યાપી પ્રેરણા સંવાદનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની 40 હજારથી વધુ શાળાઓમાં વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થવાનું છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 સાયન્સ તથા સામાન્ય…

Read More

(જી.એન.એસ) તા. 9 પ્રયાગરાજ, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (10 ફેબ્રુઆરી, 2025) ને સોમવારના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની મુલાકાત લેશે. પ્રયાગરાજની તેમની એક દિવસની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને પૂજા કરશે, અક્ષયવટ અને હનુમાન મંદિરમાં પૂજા અને દર્શન કરશે તેમજ ડિજિટલ કુંભ અનુભવ કેન્દ્રની પણ મુલાકાત લેશે.

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિનું આ વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે (જી.એન.એસ) તા. 9 અમદાવાદ, અમદાવાદ ખાતે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા 27માં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવદંપતિઓને આશીર્વાદ અને શુભકામના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમસ્ત આદિવાસી ભીલ સમાજના 27માં સમૂહ લગ્ન પ્રસંગે તમામ નવદંપતિઓને સુખી દાંપત્યજીવનની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, આપ સૌ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ છેલ્લા 26 વર્ષથી આવા આયોજન બદલ સમસ્ત આદિવાસી ભીલ સમાજને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી સમાજને સમયની માંગ સાથે ચાલનારો સમાજ ગણાવ્યો હતો. તેમણે…

Read More

(જી.એન.એસ) તા. 9 નવી દિલ્હી, છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તેને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘X’ પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારતને નક્સલ મુક્ત બનાવવાની દિશામાં, સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી સફળતા મેળવી છે. આ કાર્યવાહીમાં, 31 નક્સલીઓને મારવા ઉપરાંત, મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આજે આપણે માનવતા વિરોધી નક્સલવાદનો અંત લાવવામાં આપણા બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશે. શહીદ સૈનિકોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી. ગૃહ…

Read More

BIMSTEC સભ્યો સહિત 250થી વધુ સાયકલવીરોએ દાંડી કુટીર ખાતે આયોજિત સાયકલોથોનમાં ભાગ લીધો (જી.એન.એસ) તા. 9 ગાંધીનગર, વધુ સ્વસ્થ અને ડ્રગ-મુક્ત ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ‘સન્ડેઝ ઓન સાયકલ | સે નો ટુ ડ્રગ્સ’ પહેલનું ગાંધીનગરમાં દાંડી કુટીર ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન SAI RC ગાંધીનગર દ્વારા NSS અને ઇન્ડિયા પોસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં સાયકલિંગ ઉત્સાહીઓ અને જીવનના વિવિધ ક્ષેત્રોના પરિવર્તનકારોને એકઠા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને પેરા પાવરલિફ્ટિંગમાં પેરાલિમ્પિયન અને એશિયન પેરા ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા પરમજીત સિંહ, SAI, NSS અને ઇન્ડિયા પોસ્ટના મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પહેલ ફિટ ઇન્ડિયા ચળવળ અને ડ્રગના દુરૂપયોગની…

Read More

૫૧ શક્તિપીઠના દર્શન-પૂજન એક જ સ્થળે માઁ અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન થયું સાકાર: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ (જી.એન.એસ) તા. 9 બનાસકાંઠા, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ કરાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સુખાકારી માટે જગત જનની માં અંબાના દર્શન કરીને પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની…

Read More

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી (જી.એન.એસ) તા. 9 અમદાવાદ, રાજપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ – જાડા ધાનનો છે. મિલેટ – શ્રીઅન્ન તમામ આવશ્યક પોષક તત્વોથી ભરપુર હોય છે. પ્રાકૃતિક ખેત પેદાશો અને જાડાધનનો આહારમાં ઉપયોગ સહુએ વધુમાં વધુ કરવો જોઈએ. સાચી ભક્તિ એટલે કુદરતની વ્યવસ્થામાં સહયોગ આપવો. પ્રાકૃતિક ખેતી, જાડાધનની ખેતી એ જમીનની કુદરતી- નૈસર્ગિક વ્યવસ્થાનો ભાગ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટમાં મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ…

Read More

જે લોકોએ અનામતનો લાભ લીધો છે તેઓએ સમાજના પ્રયત્નો અને સમર્થનને ક્યારેય ભૂલવું જોઈએ નહીં – ઉપરાષ્ટ્રપતિ (જી.એન.એસ) તા. 9 ચિત્તોડગઢ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે ખેડૂતો પ્રદાતા છે અને તેમણે કોઈની મદદ પર આધાર રાખવો જોઈએ નહીં. ચિત્તોડગઢમાં અખિલ મેવાડ ક્ષેત્ર જાટ મહાસભાને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, “જ્યારે ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે, ત્યારે દેશની સ્થિતિ સુધરે છે. છેવટે, ખેડૂતો જ પ્રદાતા છે, અને તેમણે કોઈની તરફ ધ્યાન આપવું જોઈએ નહીં અથવા મદદ માટે કોઈના પર આધાર રાખવો જોઈએ નહીં, કારણ કે ખેડૂતો, તેમના મજબૂત હાથો સાથે, રાજકીય શક્તિ અને આર્થિક ક્ષમતા ધરાવે છે. ” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ગમે તે થાય, ગમે તેટલા અવરોધો…

Read More

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- – વડાપ્રધાનશ્રીએ ‘ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા મિલેટ્સના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક ઉજાગર કર્યા છે. – દેશમાં મિલેટ્સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે. – આજે લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે.                                                                                                                            વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે :- કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ રાજ્યની ૭ મહાનગરપાલિકાઓમાં દ્વીદિવસીય મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા સ્વસ્થ જીવનનો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો…

Read More

રિદ્રોલમાં પ્રાથમિક આરોગ્યકેંદ્ર બનાવાશે (જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના રીદ્રોલ ગામના 50 વર્ષ જૂના રામજી મંદિરના ત્રિ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં, આજે બીજા દિવસે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને માણસના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલે યજ્ઞ શાળાની મુલાકાત લઇ, ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીની પૂજા- અર્ચના -દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લગભગ છ કરોડના ખર્ચે આ મંદિરનું પુનઃ નિર્માણ કરી, પાયામાંથી નવું બનાવવામાં આવ્યું છે. આ નાગર શૈલીના નવનિર્મિત મંદિરની મુલાકાત લઈને, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે નાની દીકરીઓ પાસેથી મંદિરમાંના નિર્માણમાં, રામાયણના અગત્યનાં બનાવોનું વર્ણન- કોતરણી કરાઇ છે,તેની જાણકારી બાલિકાઓને પ્રોત્સાહિત કરી હતી અને…

Read More