Author: dhrumit

આપણાં પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર છે જ, આજે ટેક્નોલૉજીની મદદથી તેને ઉજાગર કરવાનો સમય છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 8 અમદાવાદ, અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ-૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો તેમજ પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટનું લોકાર્પણ કર્યું હતું. આ તકે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રને યાદ કરતાં કહ્યું કે આજે આપણને ટેક્નોલૉજીની દૃષ્ટિએ જે નવીન લાગે છે એવી અનેક વિરાસત આપણી પાસે, આપણાં પુરાણોમાં પડેલી છે. આ માટે તેમણે ગણેશજીનું ઉદાહરણ આપતાં કહ્યું કે પુરાણોમાં દર્શાવેલી આ ઘટના પણ ટ્રાન્સપ્લાન્ટેશનનું…

Read More

(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, ડૉ..બાબાસાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના શ્રમ નિયામક શ્રી કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સમગ્ર રાજયની આઉટસોર્સિંગ એજન્સીઓના પ્રતિનિધિશ્રીઓને શ્રમ કાયદાઓનું વિસ્તૃત અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યભરની લગભગ 300 જેટલી એજન્સીઓની હાજરીમાં આયોજિત આ વોર્કશોપમાં શ્રમયોગીઓના હિતોના રક્ષણ અર્થે વિવિધ શ્રમકાયદાઓ જેવા કે લઘુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮, કોન્ટ્રાક્ટ મજૂર અધિનિયમ-૧૯૭૦, સમાન વેતન અધિનિયમ-૧૯૭૬, બોનસ ચૂકવણી અધિનિયમ-૧૯૬૫ તથા ગ્રેજ્યુઇટી ચૂકવણી અધિનિયમ-૧૯૭૨ અંગેની સમજૂતી આપવામાં આવી હતી. હાલના સમયમાં સરકારી કચેરીઓમાં GeM પોર્ટલ મારફત વિવિધ ટેન્ડર પ્રક્રિયાઓ કરવામાં આવે છે, જે બાબતે જાણકારી તથા સેવા આપતી એજન્સીઓની જવાબદારીઓ વિશે માહિતી…

Read More

(જી.એન.એસ) તા. 7 પ્રયાગરાજ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા. કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થા કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા યાત્રાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઉભા કરવામાં આવેલા ગુજરાત પેવેલીયનની મુલાકાત પણ મુખ્યમંત્રીશ્રીએ લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ શુક્રવારે સવારે પ્રયાગરાજ પહોંચીને સૌ પ્રથમ બડે હનુમાનજી મંદિરમાં પુજન, દર્શન અને આરતી કર્યા હતા અને સૌના સુખ સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના…

Read More

(જી.એન.એસ) તા. 7 અમદાવાદ, અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક, અમદાવાદમાં આયોજિત ‘ભગવાન મહાવીર દર્શનથી પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન’ વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં રાજ્યપાલ શ્રી આચાર્યવ્રતજીએ કહ્યું કે, મહાવીર સ્વામીજીએ આત્માની ઉન્નતિ માટે આપેલા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ; આ પાંચ સિદ્ધાંતોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે. એટલું જ નહીં, દરેક દેશમાં, દરેક પરિસ્થિતિમાં અને દરેક સમયે સમાનરૂપે અપનાવી શકાય એ પ્રકારે આ સિદ્ધાંતો સાર્વભૌમિક છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં ભગવાન મહાવીર સ્વામીજીના પાંચ સિદ્ધાંતોના પાલનની અનિવાર્યતા સમજાવતાં કહ્યું હતું કે, સમાજમાં જે ગુણ હંમેશા માટે ટકી શકે અને સૌને સ્વીકાર્ય હોય…

Read More

(જી.એન.એસ) તા. 7 જુનાગઢ/પાવાગઢ, ૨.૩ કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંથી એક  ચાર વર્ષમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની સુવિધાનો લાભ લીધો  રાજ્યમાં ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે યાત્રાળુઓ ઉડનખટોલાની સુવિધા ઉપલબ્ધ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર રહ્યું છે. રાજ્યમાં ગિરનાર,પાવાગઢ અને અંબાજી ખાતે પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭.૬૪ લાખથી વધુ યાત્રાળુઓએ સલામત રીતે ઉડનખટોલાનો આંનદ માણ્યો છે,જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન, પાવાગઢમાં ૨૪.૪૭ લાખથી વધુ પ્રવાસીઓએ, ગિરનારમાં ૭.૫૭ લાખથી વધુ જ્યારે અંબાજી રોપ-વેનો ૧૫.૫૯ લાખથી વધુ એમ કુલ ૪૭.૬૪ લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેની સેવાનો લાભ લીધો છે. જે ગુજરાતના…

Read More

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 5,754 PACS કમ્પ્યુટરાઇઝેશન હેઠળ, 2,900થી વધુ ટૂંક સમયમાં થશે લાઇવ PACS કમ્પ્યુટરાઇઝેશન યોજના દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ‘સહકારથી સમૃદ્ધિ’ વિઝન થઈ રહ્યું છે સાકાર  (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકારે વિવિધ સહકારી પહેલો દ્વારા ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકાર વિભાગનો મુખ્ય ઉદ્દેશ દેશમાં સહકારી પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવી, દરેક ગામ સુધી આ પ્રવૃત્તિઓનો વિસ્તાર કરવો તથા સહકાર આધારિત ઇકોનોમીનું એક એવું મોડલ તૈયાર કરવાનો છે, જેમાં સહકારી સંસ્થાનો દરેક સભ્ય…

Read More

રાજકોટની સિવિલ હોસ્પિટલ અમારા જેવા મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે -દિશાબેન ચાવડા (જી.એન.એસ) તા. 7 રાજકોટ, રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કીન વિભાગમાં ટ્રોમા, કોસ્મેટિક અને માઇક્રો વસકુલોર તથા ઓર્ગન રિકન્સ્ટ્રકશનમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. વાત કરીએ ૧૪ વર્ષની ક્રિશાની… મારી દીકરીને જન્મથી જ ડાબી બાજુનો બહારનો કાન જ ઊગ્યો નહોતો, પણ તે નોર્મલ વ્યક્તિની જેમ બધુ જ સાંભળી શકે છે. ઓર્ગન રિકન્સ્ટ્રકશનની જટિલ કામગીરી અંતર્ગત સ્કીન વિભાગમાં તેના ઉપર ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા. પ્રથમવાર તેના શરીરમાંથી પાંસળી કાઢીને તેને કાનનો આકાર આપવામાં આવ્યો. બીજી વાર તેના શરીરમાંથી ચામડી લઈને કાન બનાવવામાં આવ્યો અને ત્રીજી વાર કાનને બહારની…

Read More

મહાકુંભમાં માં રચાયો ઇતિહાસ (જી.એન.એસ) તા. 7 પ્રયાગરાજ, સુકરવાર ને તા. 07/02/2025 ના સવારે 10 વાગ્યા સુધીમાં, પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં પવિત્ર ડૂબકી લગાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 42 કરોડને વટાવી ગઈ છે. 19 દિવસ બાકી હોવાથી, સ્નાન કરનારાઓની સંખ્યા 50 કરોડને વટાવી જાય તેવી અપેક્ષા છે. મહાકુંભમાં વિવિધ સંસ્કૃતિઓનું પ્રતિબિંબ ત્રણ અમૃત સ્નાન (મકરસંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમી) પછી પણ, શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. ભારત અને દુનિયાભરમાંથી લોકો પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આમાં 1 કરોડ કલ્પવાસીઓ તેમજ વિશ્વભરના શ્રદ્ધાળુઓ અને સાધુઓનો સમાવેશ થાય છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડ મૌની અમાવસ્યા પર સૌથી વધુ 8 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું. જ્યારે મકરસંક્રાંતિ પર 3.5 કરોડ લોકોએ સ્નાન કર્યું હતું. 30 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી બંને…

Read More

નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન ટોલ-ફ્રી નંબર “1915” તરીકે અથવા વેબ પોર્ટલ મારફતે ઉપલબ્ધ છે (જી.એન.એસ) તા. 7 નવી દિલ્હી, ઉપભોક્તા ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં ભારત સરકારનાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અંતર્ગત ગ્રાહક બાબતોનાં વિભાગે એઆઇ-સક્ષમ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન (એનસીએચ) વ્યવસ્થા અપનાવી છે. જે ફરિયાદોનાં ક્ષેત્રવાર વિશ્લેષણ પ્રદાન કરે છે. આ નવી ટેકનોલોજી-સંચાલિત અભિગમનો ઉદ્દેશ ગ્રાહકોના પ્રશ્નો, ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં તેના નિરાકરણની ઝડપ અને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. આ તકનીકી પ્રગતિના પરિણામે એનસીએચ દ્વારા પ્રાપ્ત કોલ્સની સંખ્યા દસ ગણી વધી ગઈ છે. જે ડિસેમ્બર 2015માં 12,553થી વધીને ડિસેમ્બર 2024માં 1,55,138 થઈ ગઈ છે. આ ઝડપી વૃદ્ધિ હેલ્પલાઈનમાં ગ્રાહકોના વધતા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. એ જ રીતે દર મહિને નોંધાયેલી…

Read More

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર/પ્રયાગરાજ, આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે જશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે. મુખ્યમંત્રીશ્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.

Read More