Author: dhrumit

(જી.એન.એસ) તા. 12 પેરિસ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. 6-7 ફેબ્રુઆરીના રોજ સાયન્સ ડેઝ સાથે શરૂ થયેલી આ એક સપ્તાહ લાંબી સમિટ, ત્યારબાદ 8-9 ફેબ્રુઆરીએ કલ્ચરલ વીકએન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન એક ઉચ્ચ-સ્તરીય સેગમેન્ટમાં થયું હતું, જેમાં વૈશ્વિક નેતાઓ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. હાઈ-લેવલ સેગમેન્ટની શરૂઆત રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા 10 ફેબ્રુઆરીના રોજ એલિસી પેલેસ ખાતે આયોજિત ડિનરથી થઈ હતી, જેમાં રાજ્ય અને સરકારના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, મુખ્ય એઆઇ કંપનીઓના સીઇઓ અને અન્ય પ્રતિષ્ઠિત સહભાગીઓને એકઠા કરવામાં આવ્યા હતા. આજે પૂર્ણ અધિવેશનમાં રાષ્ટ્રપતિ મેક્રોને પ્રધાનમંત્રીને સમિટના સહ-અધ્યક્ષ તરીકે પ્રારંભિક સંબોધન કરવા આમંત્રણ…

Read More

(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકો ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે 4 અને 5 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોના અનુસંધાનમાં થઈ હતી. કેન્દ્રીય ગૃહ સચિવ, ડિરેક્ટર (આઇબી), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના ડિરેક્ટર જનરલ્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકોમાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ‘આતંકમુક્ત જમ્મુ અને કાશ્મીર’ માટે કટિબદ્ધ છે. તેમણે આતંકવાદ મુક્ત જમ્મુ-કાશ્મીરનાં લક્ષ્યાંકને હાંસલ કરવા અર્ધસૈનિક દળોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ગૃહ મંત્રીએ બીએસએફને મજબૂત તકેદારી રાખીને, સરહદની…

Read More

ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોરમેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મક્તામાં ગુજરાતને પસંદગીના GCC હબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦)નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચીંગ કર્યુ હતુ. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ અને કનેક્ટિવીટીમાં વધારો કરીને તેમજ આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાત્મક્તા જાળવી રાખીને ગુજરાતને પસંદગીનું GCC હબ તરીકે સ્થાપિત કરવા તૈયાર કરવામાં આવેલી છે. મુખ્યમંત્રીશ્રીએ આ પોલિસીનું લોન્ચીંગ ગિફ્ટ સિટીના મેનેજીંગ…

Read More

હિંમતનગરના ગઢોડા ગામે  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા દરેક ગામ અને શહેરના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે : પ્રત્યેક વ્યક્તિ કચરો નહીં કરવાનો સંકલ્પ કરે (જી.એન.એસ) તા. 11 હિંમતનગર, (જીતુ ઉપાધ્યાય ફોટો દક્ષ ભટ્ટ) સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા, હિંમતનગર તાલુકા પંચાયતના અધ્યક્ષા ભૂમિકાબેન પટેલ, કલેક્ટર શ્રી લલિતનારાયણસિંહ સંધુ, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, પ્રાયોજના વહીવટદારશ્રી કે. પી. પાટીદાર અને ગઢોડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અશ્વિનભાઈ પટેલ સાથે પ્રતિકાત્મક સફાઈ કરી હતી. અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો…

Read More

પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે, બન્નેને એકસાથે વિકસાવવામાં આવે તો ખેડૂતોની આવકમાં ઝડપી વધારો થશે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 11 હિંમતનગર, (જીતુ ઉપાધ્યાય ફોટો દક્ષ ભટ્ટ) રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે સાબર ડેરીમાં પશુપાલકો અને ખેડૂતોને સંબોધતાં જણાવ્યું કે પશુપાલન અને ખેતી એકબીજાના પૂરક છે, અને જો આ બે ક્ષેત્રોને એકસાથે વિકસાવવામાં આવે તો ખેડૂતોની આવકમાં ઝડપી વધારો થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મો-દીના દ્રષ્ટિકોણને સમર્થન આપતાં તેમણે જણાવ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવી એ દેશ માટે એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા આર્થિક સમૃદ્ધિ સાથે પ્રકૃતિનું સંરક્ષણ…

Read More

ચૂંટણી સંદર્ભે જોડાયેલ અન્ય વ્યવસ્થાઓ અને  પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ  કરી ચૂંટણી સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું (જી.એન.એસ) તા. 11 ગાંધીનગર, આગામી સમયમાં યોજાનાર ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત સમીક્ષા કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ દવે દ્વારા ગાંધીનગરના સેક્ટર 15 ની આર્ટસ કોલેજ ખાતે ઇવીએમ કમિશનિંગની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી હતી‌. આ મુલાકાત દરમિયાન કમિશનિંગની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સ્ટ્રોંગ રૂમ, રીસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર અને કાઉન્ટિંગ હોલની પણ તેમણે રૂબરૂ મુલાકાત લીધી હતી.જેમાં ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી ગાંધીનગર અને ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી ગાંધીનગર હાજર…

Read More

(જી.એન.એસ) તા. 11 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડિયા એનર્જી વીક 2025માં સંબોધન કર્યું હતું. યશોભૂમિમાં એકત્રિત જનમેદનીને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમાં ઉપસ્થિત લોકો માત્ર ઊર્જા સપ્તાહનો ભાગ જ નથી, પણ ભારતની ઊર્જા મહત્ત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ પણ છે. તેમણે તમામ સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જેમાં વિદેશથી આવેલા વિશિષ્ટ અતિથિઓ સામેલ છે, તેમણે આ કાર્યક્રમમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. દુનિયાભરના નિષ્ણાતો કહે છે કે 21મી સદી ભારતની છે. એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારત માત્ર તેના વિકાસને જ નહીં, પણ વિશ્વના વિકાસને પણ આગળ ધપાવી રહ્યું છે. જેમાં ઊર્જા ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું…

Read More

(જી.એન.એસ) તા. 11 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘પરીક્ષા યોદ્ધાઓ’ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું, “તેથી, આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આજે, 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે.” પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:- “#ExamWarriors જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીનો સમાવેશ થાય છે. તેથી, આ વર્ષના “પરીક્ષા પે ચર્ચા” માં આ વિષયને ખાસ સમર્પિત એક એપિસોડ છે જે આવતીકાલે, 12 ફેબ્રુઆરીએ પ્રસારિત થશે. અને આપણી સાથે @deepikapadukone હશે. જે આ વિષય પ્રત્યે…

Read More

ભારત લિમ્ફેટિક ફાઇલેરિયાસિસને નાબૂદ કરવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ છે અને રહેશે. અમારો સંકલ્પ વર્ષ 2027 સુધીમાં આ લક્ષ્યાંકને હાંસલ કરવાનો છે (જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા 13 જેટલાં ઓળખાયેલા એલએફ અસરગ્રસ્ત રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ (LF)ના નાબૂદી માટે વાર્ષિક રાષ્ટ્રવ્યાપી માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (MDA) અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સહભાગીઓને ઝુંબેશ, તેના ઉદ્દેશ્યો, હાથ ધરવામાં આવતી મુખ્ય વ્યૂહાત્મક પ્રવૃત્તિઓ અને MDA કાર્યક્રમનું ઉચ્ચ કવરેજ અને પાલન સુનિશ્ચિત કરવામાં ભાગ લેનારા રાજ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઝુંબેશ 13 રાજ્યોના 111 અસરગ્રસ્ત જિલ્લાઓને આવરી લે…

Read More

મહાકુંભના સેક્ટર – ૬ સ્થિત ગુજરાત પેવેલિયનમાં સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત કાફેટેરિયામાં બનતા વ્યંજનોનો બિનગુજરાત ગુજરાતીઓને પણ લાગ્યો ચટકો (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, તીર્થરાજ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળો ગુજરાતની સખી મંડળની બહેનો માટે પણ રોજગારીનો અવસર લાવી છે. કુંભમેળામાં સંગમ સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં જઇ રહેલા ગુજરાતીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા પેવેલિયન પાસે ઉભી કરાયેલી કાફેટેરિયામાં ગુજરાતી વ્યંજનો બનાવવા અને પીરસવાની જવાબદારી ગુજરાતથી ગયેલી વિવિધ સખી મંડળની બહેનોને સોંપવામાં આવી છે. વિશેષ વાત તો એ છે કે, આ કાફેટેરિયામાં બનતા ગાંઠિયા અને કાઠિયાવાડી થાળીનો ચટકો અન્ય રાજ્યના સ્વાદરસિયાઓને પણ લાગ્યો છે. પ્રયાગરાજમાં ગંગા નદીના…

Read More