Author: dhrumit

(જી.એન.એસ) તા. 7 રાજનાંદગાંવ, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે છત્તીસગઢના રાજનાંદગાંવ ખાતે શ્રી વિદ્યાસાગરજી મહારાજના પ્રથમ સમાધિ સ્મૃતિ મહોત્સવને સંબોધિત કર્યો હતો. શ્રી શાહે શ્રી 1008 સિદ્ધચક્ર વિધાન વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ₹100નો સ્મારક સિક્કો, ₹5નું એક ખાસ પોસ્ટલ પરબિડીયું, 108 ફૂટપ્રિન્ટ્સ અને આચાર્ય શ્રી વિદ્યાસાગરજીના ચિત્રનું વિમોચન કર્યું અને સૂચિત સમાધિ સ્મારક ‘વિદ્યાયતન’નો શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી વિજય શર્મા અને પૂજ્ય મુનિ શ્રી સમતા સાગરજી મહારાજ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અમિત શાહે પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, આચાર્ય…

Read More

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, જમ્મુ અને કાશ્મીરના ૬ જિલ્લાઓના ૧૩૨ યુવાનો કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૪મી ફેબ્રુઅરીથી 10મી ફેબ્રુઅરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે ગાંધીનગરમાં ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમનો ઉદ્ઘાટન કાર્યક્રમ ૫ મી ફેબ્રુઆરીની રોજ ગુજરાત વિદ્યાપીઠ ખાતે કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન માય ભારત ગાંધીનગર અને નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર ઘાટીના બડગામ , બારામુલ્લા, શ્રીનગર, કુપવાડા , પુલવામા અને અનંતનાગના ૧૩૨ યુવાનો ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ , ભાષા , વેશભૂષા અને ખાનપાનની જાનકારી લયી રહ્યા…

Read More

૧૬,૨૧૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત : રાજ્યપાલશ્રીના હસ્તે ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અપાયા (G.N.S) Dt. 6 આણંદ, રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજ નવનિર્માણ શક્ય હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘‘વિરાસત ભી વિકાસ ભી’’ અને ‘‘આધ્યાત્મિકતાથી આધુનિકતા’’ ના મંત્ર સાથે દેશને ૨૦૪૭ ના વર્ષ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનો સંકલ્પ કર્યો છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સાકાર કરવા યુવાનો સહિત નાગરિકો પોતાના અધિકાર સાથે ફરજોનું પણ ઈમાનદારીથી પાલન કરી સહયોગ આપે. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.…

Read More

સભ્ય પ્રોફાઇલ સુધારામાંથી 97.18% સભ્યો દ્વારા સ્વ-મંજૂર કરવામાં આવ્યા (જી.એન.એસ) તા. 6 નવી દિલ્હી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે જાહેરાત કરી હતી કે, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)એ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 5 કરોડ દાવાની પતાવટનો આંકડો પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2024-25માં ઇપીએફઓએ રૂ. 2,05,932.49 કરોડના 5.08 કરોડથી વધુ દાવાઓની પ્રક્રિયા કરી છે. જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં થયેલા રૂ. 1,82,838.28 કરોડના 4.45 કરોડ દાવાઓને વટાવી ગઈ છે. ડો. માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દાવાની પતાવટની પ્રક્રિયાઓ વધારવા અને સભ્યો વચ્ચે ફરિયાદો ઘટાડવા માટે ઇપીએફઓ દ્વારા શરૂ કરવામાં આવેલા શ્રેણીબદ્ધ પરિવર્તનશીલ સુધારાઓને કારણે આ નોંધપાત્ર સિદ્ધિ શક્ય બની છે. “અમે ઓટો-સેટલ દાવાઓની…

Read More

(જી.એન.એસ) તા. 6 સુરત, સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવારનવાર પડતા હોય છે, ત્યારે ઊંચા પર્વતોની હારમાળા અને જગલની વચ્ચે આવેલું ગોકુળિયા ગામ સમાન સુરત જિલ્લાના માંડવી તાલુકાનું ધજ ગામ ગુજરાતનું પહેલું ઈકો વિલેજ છે. સુરત વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી આ ગામ પર્યાવરણ, પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામોને પ્રેરણા આપી રહ્યુ છે. રાજ્યમાં પર્યાવરણ પ્રત્યે સામૂહિક ચેતના આવે અને આર્થિક વિકાસની સાથોસાથ પર્યાવરણને સંતુલિત કરી શકાય તેવા શુભ આશયથી વર્ષ ૨૦૧૬માં ધજ ગામને ઈકો વિલેજ જાહેર કરાયું હતું. આવનાર સમયમાં સુરતના ઓલપાડ તાલુકાના નઘોઈ ગામને ઈકો…

Read More

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન (જી.એન.એસ) તા. 6 અમદાવાદ, અમદાવાદના ટાગોર હોલ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માર્ગ સલામતી વિષયક પર નાટકની સ્પર્ધા યોજાઇ હતી જેમાં સ્કૂલ બોર્ડની શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંદાજે 2200થી વધુ બાળકોએ સ્કૂલ ભાગ લીધો હતો. પ્રથમ તબક્કે સ્કૂલ કક્ષાએ 12 ઝોનમાં સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ફાઈનલમાં દરેક ઝોનમાંથી બેસ્ટ એવી એક, એમ 12 સ્કૂલોએ ભાગ લીધો હતો. જેની ફાઈનલ સ્પર્ધા આજે…

Read More

નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા હતા (જી.એન.એસ) તા. 6 અમદાવાદ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા અમેરિકાથી પરત મોકલવામાં આવેલા નાગરિકો અંગેની ઘટનાને ગંભીરતાથી લઈને ડિપોટ કરાયેલા ગુજરાતના નાગરિકોની સુરક્ષા અને જરૂરી સંકલન માટે સિનિયર અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. અમેરિકામાંથી પરત ફરેલા ૧૦૪ ભારતીય નાગરિકો પૈકી ૩૩ નાગરિકો ગુજરાત રાજ્યના છે. તા.૦૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ, આ નાગરિકોને અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા,…

Read More

(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરમાં નવી મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત સાથે જ આ મહાનગરપાલિકાઓને ત્વરાએ સક્ષમતાથી જન સેવા કામો માટે કાર્યરત થવા પુરતું માનવ સંસાધન પૂરું પાડ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ હવે, આ નવરચિત મહાનગરપાલિકાઓ નગરજનોની જન સુખાકારી માટેના કામો પણ ફુલ ફલેજ્ડ હાથ ધરી શકે તે માટે વહીવટી ક્ષમતાવર્ધન અને સાધન સામગ્રી સહિતની આંતરમાળખાકીય સુવિધા માટે છ મહાનગરપાલિકાઓ માટે ૨૦૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવી રચાયેલી આણંદ, નડિયાદ, મોરબી, વાપી, નવસારી અને ગાંધીધામ એમ છ મહાનગરપાલિકાઓ સહિત સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકા અને પાટણ, વડનગર, સિદ્ધપુર અને કડી નગરપાલિકાને…

Read More

– પરિક્રમા મહોત્સવ દરમિયાન પાલખી યાત્રા સહિત 8 પ્રકારની યાત્રાઓ નીકળશેઃ અંદાજિત 15 લાખ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત અનેક સુવિધાઓ (જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, ભારત સહિત સમગ્ર વિશ્વમાં અત્યારે સનાતન ધર્મ વિશે લોકોમાં જિજ્ઞાસા સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે 144 વર્ષમાં એક વાર યોજાતો મહાકુંભ ચાલી રહ્યો છે. સમગ્ર દેશમાંથી કરોડો શ્રદ્ધાળુઓ તેમજ અન્ય દેશોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ પહોંચી રહ્યા છે અને પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી રહ્યા છે. પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડુબકી લગાવવા માટે જ નહીં, પરંતુ એક જ…

Read More

(જી.એન.એસ) તા. 6 અમદાવાદ, ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળની માહિતી નિયામકની કચેરી તેમજ MICAના તાબા હેઠળના સેન્ટર ફોર ડેવલપમેન્ટ મેનેજમેન્ટ એન્ડ કમ્યુનિકેશન (CDMC) વચ્ચે થયેલા MoUના અનુસંધાને માહિતી વિભાગના રાજ્ય પત્રિત અધિકારીઓ માટે “સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન અને ડોક્યુમેન્ટેશનઃ આધુનિક પડકારો માટેના સાધનો” વિષય પર દ્વિદિવસીય તાલીમ કાર્યક્રમનું માઈકા અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તા. ૬ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલી આ તાલીમનો ઉદ્દેશ માહિતી અધિકારીઓની વ્યૂહાત્મક સંચાર ક્ષમતામાં વધારો કરવાનો છે, જેથી તેઓ અસરકારક સંચાર યોજનાઓ ડિઝાઇન કરી શકે, મીડિયા નૅરેટિવ્સનું મોનિટરિંગ કરી શકે અને ડિજિટલ પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરી શકે. તાલીમના મહત્વ અંગે માહિતી નિયામક શ્રી…

Read More