Author: dhrumit

વિશ્વનું સૌથી વધુ સિટિજન એન્ગેજમેન્ટ ધરાવતું My Gov પોર્ટલ નાગરિકો અને સરકાર વચ્ચેનો સેતુ વધુ સુદૃઢ બનાવવા માટેનું ઉત્તમ માધ્યમ છે – ડૉ. ઉપેન્દ્ર ઉપાધ્યાય, My Gov – દિલ્હી (જી.એન.એસ) તા. 10 અમદાવાદ, રાજ્યના નાગરિકો અને સરકાર વચ્ચેનો સેતુ વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ સાથે તેમજ MyGov પોર્ટલ પર વિવિધ પ્રવૃત્તિઓ થકી સરકારની કલ્યાકારી કામગીરીમાં જન ભાગીદારી વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે તા. 10 અને 11 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં MyGov પોર્ટલ માટે ક્રિએટીવ અને એન્ગેજીંગ કન્ટેન્ટ તૈયાર કરવું, પોર્ટલનું સુચારૂ સંચાલન કરવું તથા નાગરિકોને મોટી સંખ્યામાં સરકારી કેમ્પેઇનમાં જોડવા અંગે…

Read More

(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી/પ્રયાગરાજ, સતત ભારે ધસારો હોવા છતાં, ભારતીય રેલ્વે ચાલી રહેલા મહાકુંભ દરમિયાન ભક્તોને લાવવા અને તેમના ઘરે પરત લઈ જઈને તેમની સેવા કરવા યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. એક દિવસ પહેલા એક ખોટા મીડિયા રિપોર્ટનું ખંડન કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાનાં માધ્યમથી દેશને માહિતી આપી હતી કે, પ્રયાગરાજ વિસ્તારના આઠ અલગ-અલગ સ્ટેશનોથી લગભગ 330 ટ્રેનો 12 લાખ 50 હજાર યાત્રીઓને પોતાના ઘરે પરત લઈ ગઈ હતી. ધસારો ઓછો થઈ રહ્યો નથી, ત્યારે ભારતીય રેલ્વે ફક્ત 4 મિનિટથી વધુ સમયમાં આ સ્ટેશનો પરથી એક-એક ટ્રેન ચલાવીને સુનિશ્ચિત કરી રહી છે કે ભક્તોને તેમના પવિત્ર સ્નાન પછી રાહ જોવી ન પડે. માઘી પૂર્ણિમાના આગામી પવિત્ર અમૃત સ્નાન પહેલા, આ ટ્રેનોની એક રેક એક જ સફરમાં…

Read More

(જી.એન.એસ) તા. 10 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જાહેર હિત માટે AI ટેકનોલોજી પ્રત્યે સહયોગી અભિગમ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશું. મારી યાત્રાનો દ્વિપક્ષીય ભાગ મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન સાથે ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારી માટે 2047 હોરાઇઝન રોડમેપ પર પ્રગતિની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. અમે ફ્રાંસમાં પ્રથમ ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરવા માટે ઐતિહાસિક ફ્રેન્ચ શહેર માર્સિલેની પણ…

Read More

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશના બાળકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ પરીક્ષા પ્રેશર કે ટેન્શન નહીં પણ એક ઉત્સવ બનવી જોઈએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, દેશના બાળકો કોઈ જાતના તનાવ કે દબાણ વિના પરીક્ષા આપી શકે એ માટે તેમને સજ્જ કરવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અનૌપચારિક સંવાદ સ્વરૂપે બાળકો સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના કડી સર્વ વિદ્યાલયમાં બાળકો સાથે બેસીને ‘પરીક્ષા પે ચર્ચા’ના આઠમા સંસ્કરણનું પ્રસારણ નિહાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે આપણા માટે ભાગ્યશાળી દિવસ છે, કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ…

Read More

એરો ઇન્ડિયા 2025 આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે: શ્રી રાજનાથ સિંહ (જી.એન.એસ) તા. 10 બેંગલુરુ, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, “એરો ઇન્ડિયા 2025 મહત્વપૂર્ણ અને ફ્રન્ટિયર ટેકનોલોજીનો સંગમ છે. જે આજની અનિશ્ચિતતાઓને પહોંચી વળવા માટે પારસ્પરિક આદર, પારસ્પરિક હિત અને પારસ્પરિક લાભ પર આધારિત સમાન વિચારધારા ધરાવતા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક મંચ પ્રદાન કરશે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એરો ઇન્ડિયા 2025 દેશની ઔદ્યોગિક ક્ષમતા અને ટેકનોલોજીકલ પ્રગતિને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરશે ત્યારે મૈત્રીપૂર્ણ દેશો સાથે સહજીવનનાં સંબંધો વધારે મજબૂત કરશે. તેમણે વધુમાં કહ્યું હતું…

Read More

(જી.એન.એસ) તા. 10 યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા ભરતા, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ EFTA બ્લોકની સાથે મળીને 10 ફેબ્રુઆરી, 2025નાં રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં EFTA ડેસ્કનું ઉદ્ઘાટન કરશે. જેનું પ્રતિનિધિત્વ સ્વિસ સ્ટેટ સેક્રેટરી શ્રીમતી હેલેન બુડલિગર આર્ટિએડા, નોર્વેના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્ટેટ સેક્રેટરી શ્રી ટોમસ નોર્વોલ, આઇસલેન્ડના કાયમી સેક્રેટરી માર્ટિન આઇજોલ્ફસન, લિક્ટેંસ્ટાઇનના વિદેશ, શિક્ષણ અને રમતગમત મંત્રી શ્રી ડોમિનિક હાસ્લર, EFTA સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરી જનરલ શ્રી માર્કસ સ્લેગેનહોફ અને EFTA સચિવાલયના સિનિયર ઓફિસર શ્રી ડેવિડ સ્વેનબોર્નસન કરશે. આ પહેલ ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA)ના પ્રકરણ 7…

Read More

(જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, જમ્મુ અને કાશ્મીરના ૬ જિલ્લાઓના ૧૩૨ યુવાનો કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૪મી ફેબ્રુઅરીથી 10મી ફેબ્રુઅરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત ગાંધીનગર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર ઘાટીના બડગામ , બારામુલ્લા, શ્રીનગર, કુપવાડા , પુલવામા અને અનંતનાગના ૧૩૨ યુવાનો આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ , ભાષા , વેશભૂષા અને ખાનપાનની જાનકારી પ્રદાન કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સમાપન ૯મી ફેબ્રુઆરીની રોજ…

Read More

(જી.એન.એસ) તા. 10 પ્રયાગરાજ, કેન્દ્ર સરકારની એક વિશેષ યોજના પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025 દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરી રહી છે. નાફેડ (નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ઘઉંના લોટ, કઠોળ, ચોખા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું સબસિડીના દરે વિતરણ કરે છે. ભક્તો વોટ્સએપ અથવા કોલ દ્વારા રાશનનો ઓર્ડર પણ આપી શકે છે. 1000 મેટ્રિક ટનથી વધુ રાશનનું વિતરણ થઈ ચૂક્યું છે અને 20 મોબાઈલ વાનના માધ્યમથી સમગ્ર મહાકુંભ શહેર અને પ્રયાગરાજમાં તેનું વિતરણ ચાલી રહ્યું છે. આશ્રમો અને ભક્તોને પરવડે તેવા રાશન લાવતું મોબાઇલ વાન મહાકુંભમાં સંતો, કલ્પવાસીઓ અને ભક્તોને અન્નની કોઈ તંગી ન પડે તે માટે મોબાઈલ વાન દ્વારા રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાફેડના સ્ટેટ હેડ…

Read More

AIFના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે; તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત કરાયો કૃષિ ક્ષેત્રના વિકાસને મળી નવી દિશા…… (જી.એન.એસ) તા. 10 ગાંધીનગર, કૃષિ ક્ષેત્ર એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. દેશના ખેડૂતો લઘુત્તમ નુકશાન સાથે મહત્તમ આવક મેળવી શકે તે માટે અનેકવિધ નવતર પહેલો કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ એ હરહંમેશથી ભારત અને ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. દેશના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૦માં ફાર્મ-ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧ લાખ કરોડ સાથે “એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (AIF)” યોજનાની જાહેરાત કરી હતી, જે વર્ષ ૨૦૩૩ સુધી અમલમાં રહેશે. આ…

Read More

(જી.એન.એસ) તા. 10 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની આઠમી આવૃત્તિ દરમિયાન સુંદર નર્સરી, નવી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે અનૌપચારિક વાતચીતમાં અનેક વિષયો પર ચર્ચા કરી હતી. તેમણે તલની બનેલી મીઠાઈઓ વહેંચી હતી. જે પરંપરાગત રીતે શિયાળા દરમિયાન પીરસવામાં આવે છે, જેથી શરીર ગરમ રહે. સમૃદ્ધિ માટે પોષણ કરો પોષણનાં વિષય પર શ્રી મોદીએ નોંધ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું અને ભારતની દરખાસ્ત પર સમગ્ર વિશ્વમાં તેનો પ્રચાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો કે, પોષણ અંગે ઘણી જાગૃતિ હોવી જોઈએ, કારણ કે યોગ્ય પોષણ અનેક રોગોને અટકાવવામાં મદદરૂપ થાય છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક…

Read More