Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૨૫/૦૪/૨૦૨૬)
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
Author: dhrumit
(જી.એન.એસ) તા. 5 દેહરાદુન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુખવામાં મા ગંગાના શિયાળુ સ્થાન પર પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 માર્ચે ઉત્તરાખંડની મુલાકાત લેશે. સવારે લગભગ 9:30 વાગ્યે તેઓ મુખવામાં મા ગંગાના શિયાળુ નિવાસ સ્થાન પર પૂજા-અર્ચના અને દર્શન કરશે. લગભગ 10:40 વાગ્યે તેઓ એક ટ્રેક અને બાઇક રેલીને લીલી ઝંડી આપશે અને હરસિલમાં એક જાહેર કાર્યક્રમમાં સભાને સંબોધિત કરશે. ઉત્તરાખંડ સરકારે આ વર્ષે શિયાળુ પ્રવાસન કાર્યક્રમ શરૂ કર્યો છે. હજારો શ્રદ્ધાળુઓ પહેલા જ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના શિયાળુ નિવાસ સ્થાનોની મુલાકાત લઈ ચૂક્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક અર્થતંત્ર, હોમસ્ટે, પર્યટન વ્યવસાય વગેરેને…
કેન્દ્રીય મંત્રીમંડળે પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ (એલએચડીસીપી)માં સુધારાને મંજૂરી આપી
(જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ (એલએચડીસીપી)માં સુધારાને મંજૂરી આપી દીધી છે. આ યોજનાનાં ત્રણ ઘટકો છેઃ રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ (એનએડીસીપી), એલએચએન્ડસી અને પશુ ઔષધિ. એલએચએન્ડડીસી ત્રણ પેટા ઘટકો ધરાવે છે, જેમાં ક્રિટિકલ એનિમલ ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામ (સીએડીસીપી), હાલની પશુચિકિત્સા હોસ્પિટલો અને ડિસ્પેન્સરીઓની સ્થાપના અને તેને મજબૂત કરવા – મોબાઇલ વેટરનરી યુનિટ (ઇએસવીએચડી-એમવીયુ) અને પશુ રોગોનાં નિયંત્રણ માટે રાજ્યોને સહાય (એએસસીએડી) સામેલ છે. પશુ ઔષધિ એ એલ.એચ.ડી.સી.પી. યોજનામાં ઉમેરવામાં આવેલ એક નવો ઘટક છે. આ યોજનાનો કુલ ખર્ચ બે વર્ષ એટલે કે 2024-25 અને 2025-26 માટે રૂ. 3,880 કરોડ છે. જેમાં સારી ગુણવત્તાની અને સસ્તી જેનેરિક પશુચિકિત્સાયુક્ત દવા પ્રદાન કરવા માટે રૂ. 75 કરોડની જોગવાઈ તથા પશુ ઔષધિ ઘટક…
કેન્દ્રીય મંત્રી ગુજરાતનાં નરોડા સ્થિત પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે અને હરિયાણામાં ગુરુગ્રામમાં સ્ટાફ ક્વાર્ટર્સનો શિલાન્યાસ કરશે (જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે હૈદરાબાદમાં ઝોનલ ઓફિસ તેલંગણાના કાર્યાલય સંકુલ અને બંજારા હિલ્સની પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના નરોડામાં પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે તેમજ હરિયાણાના ગુરુગ્રામમાં સ્ટાફ ક્વાર્ટર્સ માટે શિલાન્યાસ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી કિશન રેડ્ડી, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને વિશિષ્ટ અતિથિઓ પણ ઉપસ્થિત રહેશે. આ વિવિધ પહેલ દેશભરના કામદારો અને હિતધારકોને વધુ સારી રીતે સેવા આપવા માટે માળખાગત સુવિધા…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાત સેમિકન્ડક્ટરની ગ્લોબલ ડિમાન્ડ સપ્લાય ચેઈનમાં મહત્વપૂર્ણ ભુમિકા માટે સજ્જ થઈ રહ્યું છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં દેશ-વિદેશના ૧૫૦૦થી વધુ પ્રતિનિધિઓ- ૨૫૦ જેટલા એક્ઝીબિટર્સ- ૬ કંટ્રી સ્પેસીફિક રાઉન્ડ ટેબલ- ૭ જેટલા પેનલ ડિસ્કસન્સ (જી.એન.એસ.) તા.5 :મુખ્યમંત્રીશ્રી: * અવસરોની ભૂમિ ગુજરાતને વિકાસની અસીમ સંભાવનાઓ સાથે હાઈટેક મેન્યુફેક્ચરીંગ રિવોલ્યુશન કેન્દ્ર બનાવવાની નેમ છે. * ડેડિકેટેડ સેમિકન્ડક્ટર પોલિસીના અમલ સાથે ગુજરાતે ઈલેક્ટ્રોનીક એન્ડ સેમિકન્ડક્ટર સંલગ્ન સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસીલીટીઝ વિકસાવી છે. * કોન્ફરન્સના પ્રારંભે ૮ જેટલા એમ.ઓ.યુ. સંપન્ન થયા * નેધરલેન્ડના રાજદુત સહિત સેમિકન્ડક્ટર ક્ષેત્રના વૈશ્વિક અગ્રણીઓ કોન્ફરન્સમાં સહભાગી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે…
(જી.એન.એસ.) તા.5 રાજ્યમાં છેવાડાના આદિવાસી બંધુઓને આઝાદીના ૭૫ વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી PM- જનમન યોજના હેઠળ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા આવાસ આપવામાં આવે છે. તાપી જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં PM જનમન યોજના હેઠળ કુલ ૮૮૫ આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે ૭૪૩ લાભાર્થીઓને પ્રથમ હપ્તાની સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. આ માટે પ્રતિ લાભાર્થીને રૂ. ૨ લાખની સહાય આપવામાં આવે છે. તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું. મંત્ર શ્રી હળપતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી…
પ્રક્રિયા પ્રગતિમાં: શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર* ……. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૧૯૯૬ જગ્યાઓ ઉપર આચાર્યની ભરતી કરાઈ ……. (જી.એન.એસ.) તા.5 રાજ્ય સરકાર છેવાડાના વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરવા કટિબદ્ધ છે. જેના ભાગરૂપે રાજ્યમાં હાલમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૯૦૦ જગ્યા ઉપર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે. સરકારી શાળાઓમાં આચાર્ય વર્ગ-૨ની ભરતીમાં એક જગ્યા સીધી ભરતીથી જ્યારે એક જગ્યા બઢતીથી ભરવામાં આવે છે. આ માટે કમિશનર શાળાઓ દ્વારા GPSCને ભરતી માટે દરખાસ્ત કરવામાં આવે છે. GPSC દ્વારા નિયમોનુસાર પરીક્ષા તેમજ રૂબરૂ મુલાકાત બાદ ઉમેદવારોની અંતિમ પસંદગી યાદી શિક્ષણ વિભાગની મોકલી આપવામાં આવે છે તેમ, વિધાનસભા ગૃહમાં…
રાજ્ય સરકાર દ્વારા સમાન સિવિલ કોડ સમિતિને અહેવાલ રજૂ કરવા વધુ 45 દિવસની મુદત અપાઈ (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, ગુજરાતના રહેવાસીઓ, સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ સમાન સિવિલ કોડ અંગે વધુમાં વધુ પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કરી શકે અને તેને ધ્યાને લઈ સમિતિ કાયદાની આવશ્યકતા ચકાસી કાયદાનો મુસદ્દો તૈયાર કરી શકે તે હેતુથી અહેવાલ રજૂ કરવાની મુદ્દત વધારી આપવા સમિતિ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા તા. 4/03/2025 ના ઠરાવથી સમાન સિવિલ કોડ સમિતિને અહેવાલ રજૂ કરવા વધુ 45 દિવસની મુદત આપવામાં…
વર્ષ ૨૦૨૪-૨૫માં ઉદ્યોગો દ્વારા સંચાલિત ૧૩ માઇનોર/ઓનર્સ પ્રોગ્રામ્સ GTU દ્વારા ઓફર કરાયા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, AI, મશીન લર્નિંગ, સાયબર સિક્યુરિટી અને 3D પ્રિન્ટિંગ જેવા અભ્યાસક્રમોનો સમાવેશ (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નેશનલ એજ્યુકેશન પોલિસી-૨૦૨૦ અંતર્ગત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તેના તાબા હેઠળની ૧૬ કોલેજ ખાતે ડેટા સાયન્સ, ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, ઇલેક્ટ્રીક વ્હિકલ્સ, AI ટેકનીક્સ એન્ડ મશીન લર્નિંગ, કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને એનર્જી એન્જીનિયરીંગ જેવા નવા ૨૧ માઇનોર/ઓનર્સ અભ્યાસક્રમો શરૂ કરાયા છે. આ સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં ઉદ્યોગો દ્વારા સંચાલિત કુલ…
છેલ્લા બે વર્ષમાં વનીકરણ હેઠળ બોટાદ જિલ્લામાં ૪.૪૮ લાખ જ્યારે કચ્છના માંડવી તાલુકામાં ૩.૬૪ લાખ રોપાઓનું વાવેતર (જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧૨૧ કરોડ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જે હેઠળ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રેકોર્ડ બ્રેક એવા કુલ ૧૭ કરોડથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. ગુજરાતમાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વન વિભાગ દ્વારા બોટાદ જિલ્લામાં રૂ. ૩૩૪ લાખના ખર્ચે અંદાજે ૪.૪૮ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ૩૧…
(જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૦૩/૨૦૨૫ના રોજ સવારે ૧૧ કલાકે ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી, સમિતિ ખંડ ખાતે યોજાશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. અરજીમાં મોબાઈલ નંબર અચુક દર્શાવવાના રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય…
