Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
- વહીવટી તંત્રમાં સચિવાલયના અધિકારીઓની ભૂમિકા અત્યંત મહત્વની: આ સ્તરે લેવાયેલા નિર્ણયોની અસર લાંબા ગાળા સુધી રહેતી હોય છે : મુખ્ય સચિવશ્રી મનોજકુમાર દાસ
Author: dhrumit
(જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતગર્ત વર્ષ-2025-26 માં એડમીશન માટે ગાંધીનગર જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ પી.ડી.પી.યુ રાયસણ ખાતે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે જે અંતગર્ત હાલમાં ચાલુ વર્ષ અં-09 અને અં-11 ગાંધીનગર જિલ્લાના વિવિધ તાલુકા/ઝોન કક્ષાની 30 મીટર દોડ,50 મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં 1 થી 8 ક્રમ સુધી ખેલમહાકુંભ-3.0 માં સ્થાન મેળવેલ વિજેતા ભાઈઓ –બહેનો જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવેછે જે ગાંધીનગર જિલ્લાના જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓને યાદી પ્રમાણે છે જેમ તા-11 માર્ચ બહેનો અને 12 માર્ચ…
આ યોજના અંતર્ગત ભુગર્ભ ગટર યોજનાના કલેક્ટીંગ નેટવર્ક, હાઉસ કલેકશન તથા 2 વર્ષ મરામત અને નિભાવણીના કામો આવરી લેવામાં આવ્યા (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, વિધાનસભા ગૃહમાં વાંકાનેર શહેરમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કરાયેલ કામ અંગે વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર કાંતીલાલ સોમાણી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાંકાનેર શહેરની ભૂગર્ભ ગટર યોજનાને રૂ. ૫.૭૪ કરોડની મંજુરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત તા. ૩૧/૧૨/૨૦૨૪ની સ્થિતિએ રૂ. ૪૭.૬૫ લાખનો ખર્ચ થયો છે . કુલ મંજુર થયેલ કામ પૈકી ૩૫% કામ પૂર્ણ થયેલ છે, બાકીના કામો ડિસેમ્બર – ૨૦૨૫…
ગુજરાતના સર્વસમાવેશક અંદાજપત્રમાં પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને પૂરતું પ્રાધાન્ય અપાયું: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, અંદાજપત્રની ચોથા અને અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં પોતાના વિચારો રજૂ કરતા નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના સર્વસમાવેશક અંદાજપત્રમાં પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ અંદાજપત્રમાં GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. GYANના સર્વાંગી ઉત્કર્ષ દ્વારા અંદાજપત્રમાં સૂચવેલ યોજનાઓનું સુશાસન દ્વારા અસરકારક અમલીકરણ કરીને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવું, એ જ અમારું મૂળ લક્ષ્ય છે. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ…
(જી.એન.એસ) તા. 7 અમદાવાદ, અમદાવાદ જીલ્લા બાળ સંરક્ષણ મંડળ સંચાલિત શિશુગૃહ અમદાવાદની અનાથ બાળકી રીમીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના હસ્તે ઔરંગાબાદના દંપત્તિને દત્તક અપાઈ હતી. આ પ્રસંગે આયોગના અધ્યક્ષશ્રીએ બાળકીના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. અમદાવાદના પાલડી ખાતે આવેલા શિશુગૃહમાં તા.૦૩ એપ્રિલ, ૨૦૨૪ના રોજ ત્યજાયેલ હાલતમાં મળેલી એક બાળકીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ બાળકીના પરિવાર દ્વારા બાળકીને સમય મર્યાદામાં પરત મેળવવા માટે કોઈ હક્ક દાવો કરવામાં આવ્યો ન હતો. જેથી આ બાળકીને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લીગલ ફ્રી ફોર એડોપ્શન જાહેર કરવામાં આવતા સંસ્થા દ્વારા દત્તક આપવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવી…
૮ માર્ચ “આંતરાષ્ટ્રીય મહિલા દિવસ”ની શુભેચ્છા પાઠવતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયા (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, મહિલાઓના સશકિતકરણને વેગ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો રાજ્યની મહિલાઓ વતી આભાર વ્યકત કરતા મંત્રીશ્રી ૮ માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે.આ દિવસની શુભેચ્છાઓ પાઠવતાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતુ ઈશ્વરનું અદભુત સર્જન. આ દિવસ સ્ત્રીશકિત, તેમના સંઘર્ષ અને પ્રેરણાને સન્માન આપવાનો છે. મહિલાઓ સમાજનો મજબુત સ્તંભ છે,જે માત્ર પરિવારનું જ નહિં, સમગ્ર વિશ્વનું…
અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ (જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી ખાતે ‘લખપતિ દીદી સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યની 25 હજારથી વધુ સ્વસહાય જૂથોની મહિલાઓને ₹450 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેશની મહિલાઓને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહિત કરીને આર્થિક…
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP): નાગરિકો માટે આરોગ્યની સંજીવની હાલ દેશમાં ૧૫,૦૦૦ અને ગુજરાતમાં ૭૫૦ થી વધું જન ઔષધિય કેન્દ્રો સેવારત (જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, ૭ મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય છે.આજના યુગમાં આરોગ્ય અને દવાઓનો ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બન્યું છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા જન ઔષધિ કેન્દ્ર આશીર્વાદરૂપ છે. જે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (PMBJP) શરૂ કરાઇ છે. જેના પરિણામે સસ્તી દવાઓ દ્વારા દેશમાં આરોગ્ય ક્રાંતિ આવી છે. આ યોજનામાં કેન્દ્ર…
(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, જળસંચય – જનભાગીદારી અભિયાન અંગે વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા રજૂ કરાયેલા બિન સરકારી સંકલ્પને આવકારતા જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જળસંચયને પ્રોત્સાહન આપવા માટે વિકસિત ગુજરાત-૨૦૪૭ સુધીમાં રાજ્યના ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાનો અમારો લક્ષ્યાંક છે. આ સંદર્ભે મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સૂક્ષ્મ સિંચાઈ થકી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળસંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં વેગ મળશે. ગુજરાતના મહત્તમ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ માટે ૭૦ ટકાથી ૯૦ ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. પરિણામે ખેડૂતો…
પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને રૂ. ૧,૧૦,૦૦૦ ત્રણ હપ્તામાં DBT મારફતે ચૂકવાય છે (જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજયની ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે. જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૧,૧૨૦ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ ૭,૪૩૪ લાભાર્થીઓને સહાય આપવામાં આવી છે. વ્હાલી દીકરી યોજનાના હેતુ વિશે પૂછાયેલા પેટા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીના જન્મને…
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૧,૮૯૭ આંગણવાડી કેન્દ્રોને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરાશે (જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, વિધાનસભા ગૃહ ખાતે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના આંગણવાડી કેન્દ્રના મકાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વતી જવાબ આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. નર્મદા જિલ્લામાં ૩૩૪ ગામોમાં આંગણવાડી કેન્દ્ર પાસે પોતાના મકાન નથી. જેમાં ૧૮૨ આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં અને ૧૫૨ આંગણવાડી કેન્દ્ર અન્ય મકાનમાં ચલાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૩૭૯ આંગણવાડી પાસે પોતાના મકાન નથી. જેમાં ૬૮ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં અને ૩૧૧ મકાન દાતા અને અન્ય સરકારી મકાનમાં કાર્યરત…
