Author: dhrumit

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીએ જિલ્લાની આંગણવાડી કાર્યકર તથા તેડાઘર બેહનોની કામગીરી બિરદાવી (જી.એન.એસ) 3 ગાંધીનગર, મહિલા અને બાળ વિકાસ ગુજરાત ધ્વારા પોષણ ઉસ્તવની ઉજવણી કરવા માં આવી હતી. જેમાં ટેકહોમ રાશન મીલેટસ અને સરગવાનાં પાન માંથી બનતી પૌષ્ટીક વાનગીની સ્પધાૅ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ શ્રી જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હંસાબેન પટેલ અને વિભાગીય નાયબ નિયામકશ્રી અને પ્રોગ્રામ ઓફિસર તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 42 પ્રકારની મીલેટસ તેમજ ટેકહોમ રાશન અને સરગવાના પાનનો ઉપયોગ કરીને અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી.…

Read More

રઘુવંશી સમાજમાં ભારે આક્રોશની લાગણી, અંતે સ્વામીએ માફી માંગી સ્વામિનારાયણ સંપ્રદાયનાં વધુ એક સ્વામી દ્વારા કરવામાં આવ્યું વાણીવિલાસ (જી.એન.એસ) 3 સુરત, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીએ સુરતના અમરોલી ખાતે એક પ્રવચનમાં શ્રી જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ લોકો તરફથી મોટા પ્રમાણમાં રોષની લાગણી નો સામનો કરવો પડ્યો હતો ખાસ કરીને રઘુવંશી સમાજ દ્વારા આ સાધુના વાણીવિલાસ પર આકરા શાબ્દિક પ્રહારો થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાનપ્રકાશ સ્વામીએ અમરોલીમાં આપેલા એક પ્રવચનમાં શ્રી જલારામ બાપા અને ગુણાતીત સ્વામી વચ્ચેના સંબંધો વિશે કેટલાક વિવાદાસ્પદ દાવા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વીરપુરનું અન્નક્ષેત્ર ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે અને શ્રી જલારામ બાપાનો ઇતિહાસ…

Read More

(જી.એન.એસ) 3 ગાંધીનગર, કોલસા મંત્રાલયે ગાંધીનગરમાં ‘કોલસા ક્ષેત્રમાં કોલસાની ખાણોની વાણિજ્યિક હરાજી અને તકો’ પર એક રોડ શોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં સરકાર, કોલસા ઉદ્યોગ અને ખાનગી ક્ષેત્રના મુખ્ય હિતધારકોને એકમંચ પર લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણ રાજ્યમંત્રી શ્રી સતીશચંદ્ર દુબે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોલસા મંત્રાલયનાં અધિક સચિવ અને નિયુક્ત સત્તામંડળ સુશ્રી રુપિન્દર બ્રાર તેમજ મંત્રાલયનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં. આ રોડ શો સંભવિત રોકાણકારો સાથે જોડાવાના મંત્રાલયના સતત પ્રયાસોનો એક ભાગ છે, જેમાં વાણિજ્યિક કોલસાના ખનનમાં રહેલી વિશાળ તકો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે અને ઊર્જા સુરક્ષા અને કોલસા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત…

Read More

રાજ્યની ચારેય સરકારી વીજ કંપનીઓને કેન્દ્રીય વીજ મંત્રાલય દ્વારા A+ રેટિંગ અપાયું કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧૪૧૯ લાભાર્થીઓને કુલ રૂ.૬૫.૪૩ લાખના ખર્યે વીજજોડાણ અપાયાં (જી.એન.એસ) 3 ગાંધીનગર, રાજ્ય વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં સરકારી વીજ કંપનીઓ દ્વારા વીજ ઉત્પાદન અને વીજ વિતરણની સુચારુ કામગીરી અને સુદૃઢ વીજમાળખાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા દેશની ૪૨ સરકારી વીજ વિતરણ કંપનીઓમાંથી ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય, જ્યારે…

Read More

ગાંધીનગર ખાતે IITE નો સાતમો પદવીદાન સમારોહ યોજાયો (જી.એન.એસ) 3 ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન- IITEનો સાતમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં IITEના ૩,૦૧૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, વિકસીત ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં સૌ નાગરીકો ભગીરથ પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે આપ સૌ શિક્ષકોએ એવા બાળકોનું ઘડતર કરવાનું છે જેઓ ભવિષ્યમાં દેશના વિકાસમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે. મંત્રી શ્રી…

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાત લેશે વર્ષ 2007માં શ્રી મોદીજીના નેતૃત્વમાં વન્યજીવોના સંરક્ષણ માટે અને વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવા માટે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરવામાં આવી (જી.એન.એસ) તા.2 ગાંધીનગર, આજે એટલે કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે, જેની 2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લેનેટ’ (વન્યજીવ સંરક્ષણ નાણા: લોકોમાં અને પૃથ્વી ગ્રહમાં રોકાણ). આ થીમ થકી વિશ્વ વન્યજીવ દિવસ વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ જ દિવસની ઉજવણી નિમિત્તે ભારતના માનનીય વડાપ્રધાન…

Read More

દરેકને સ્વસ્થ રહેવા માટે સાયકલ ચલાવવાનું માધ્યમ અપનાવવાનું જોઈએઃ ડૉ. મનસુખ માંડવિયા (જી.એન.એસ) તા.2 પોરબંદર, ફિટનેસ અને સ્વાસ્થ્યના કટ્ટર સમર્થક માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રવિવારે સવારે 7થી 8 વાગ્યા દરમિયાન પોરબંદરના સર્કિટ હાઉસ પાસે સરકારી કર્મચારીઓની ભાગીદારી સાથે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રીના નેતૃત્વ હેઠળ, SAI એ ” Sundaysoncycle” નામની રવિવાર સાયકલિંગ પહેલ શરૂ કરી છે. આજના સન્ડે-ઓન-સાયકલનો વિષય સરકારી કર્મચારીઓ હતા, જેમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના લગભગ 650 કર્મચારીઓએ ભાગ લીધો હતો. રવિવારના સાયકલ કાર્યક્રમમાં દેશભરના વિવિધ કેન્દ્ર અને રાજ્ય કચેરીઓના સરકારી કર્મચારીઓ ફિટ ઇન્ડિયાના સામાન્ય હેતુ માટે સાયકલ ચલાવવા માટે ભેગા થયા હતા. મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં…

Read More

(જી.એન.એસ) તા. 1 ગુજરાત સરકાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ(DST)ના નેતૃત્વ હેઠળ, નવપ્રયોગ, સુશાસન, અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પહેલો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Al)ને વેગ આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા GIFT સિટી ખાતે AI સેન્ટર ઓફ એક્સેલન્સ(AI CoE)ની સ્થાપના કરવા, AI ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવા, AI ટાસ્કફોર્સ અને AI કાર્ય યોજના તૈયાર કરવા, AI સાક્ષરતા અને ક્ષમતા નિર્માણ પહેલ, શાસન માટે AI આધારિત ઉપાયો વિકસાવવા, GPU-આધારિત AI માળખા માટે સહયોગ કરવો, તેમજ સેવા તરીકે AI-Bot અને AI-સંચાલિત ભાષાકીય ઉપાયો વિકસાવવા માટે સક્રિય પગલાં લીધા છે. આ પહેલ રાષ્ટ્રીય AI મિશન અને ડિજિટલ ઇન્ડિયા વિઝન…

Read More

(જી.એન.એસ) તા. 1 ગુજરાત સરકાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ(DST)ના નેતૃત્વ હેઠળ, નવપ્રયોગ, સુશાસન, અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી શ્રેણીબદ્ધ વ્યૂહાત્મક પહેલો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Al)ને વેગ આપવામાં નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા GIFT સિટી ખાતે AI સેન્ટર ઓફ એક્સેલન્સ(AI CoE)ની સ્થાપના કરવા, AI ઇનોવેશન ચેલેન્જ શરૂ કરવા, AI ટાસ્કફોર્સ અને AI કાર્ય યોજના તૈયાર કરવા, AI સાક્ષરતા અને ક્ષમતા નિર્માણ પહેલ, શાસન માટે AI આધારિત ઉપાયો વિકસાવવા, GPU-આધારિત AI માળખા માટે સહયોગ કરવો, તેમજ સેવા તરીકે AI-Bot અને AI-સંચાલિત ભાષાકીય ઉપાયો વિકસાવવા માટે સક્રિય પગલાં લીધા છે. આ પહેલ રાષ્ટ્રીય AI મિશન અને ડિજિટલ ઇન્ડિયા વિઝન…

Read More

નવસારી, મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા, કેસૂડો કામણગારો જી લોલ…કવિશ્રી સુંદરમે કેસુડાના કામણ ઉપર લખેલું આ કાવ્ય વસંતઋતુમાં હરકોઈના મનમાં ગુંજી ઉઠે છે. ફુલ ગુલાબી ઠંડી વિદાય લે તે પહેલા જ હોળીના વધામણા લઇને આવતા કેસૂડાં એ સોળે કળાએ ખીલી ઉઠ્‌યાં છે.વનરાજી ફૂલોનો મહારાજા કેસૂડો ખાસ કરીને હોળીના દિવસો નજીક ખીલી ઉઠતા હોય છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કેસૂડાંએ રંગ જમાવવાની સાથે અનેરૂ આકર્ષણ જમાવ્યું છે. શિયાળાની વિદાય બાદ પાનખરની શરૂઆત સાથે વસંત ઋતુમાં ખાખરે કેસૂડો મોર્યો હોય જેના લીધે પાનખર માં પણ પ્રક્રુતિનો નિખાર તરી આવે છે ત્યારે મનમોહક માધુર્ય રેલાય એ સ્વાભાવિક છે.…

Read More