Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજ નું પંચાંગ (૨૫/૦૪/૨૦૨૬)
- આજનું રાશિફળ (૨૪/૦૪/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૪/૦૪/૨૦૨૬)
- ૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી – ૨૦૨૬; સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજિત ૫૪.૪૩ % મતદાન
- તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સ્ટેજ તૈયાર: શું એમકે સ્ટાલિન અને મમતા બેનર્જી પોતાનો પક્ષ રાખશે?
- અમેરિકન રાષ્ટ્રપ્રમુખ નો નવો આદેશ??
- EU એ યુક્રેન લોન અને રશિયા સામે 20મા પ્રતિબંધ પેકેજને ઔપચારિક રીતે મંજૂરી આપી
- દિલ્હી મેયર ચૂંટણી: ભાજપે પ્રવેશ વાહીને મેયર પદના ઉમેદવાર તરીકે અને મોનિકા પંતને ડેપ્યુટી પદના ઉમેદવાર બનાવ્યા
- ટોમ ક્રૂઝની ‘ટોપ ગન’ ની 40મી વર્ષગાંઠ નિમિત્તે ભારતમાં ફરીથી રિલીઝ થશે
- ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ, વિશ્વબંધુ પરિવાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ
- ભારત અને જર્મની સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવા સંમત થયા
- ડેનમાર્કમાં બે ટ્રેનો અથડાતા 18 લોકો ઘાયલ થયા
Author: dhrumit
બનાસ ડેરીના દામા સિમેન સેન્ટરના સિમેન ડોઝ થકી હવે ૯૦ ટકા માદા પશુઓનો થશે જન્મ (જી.એન.એસ) તા. 6 બનાસકાંઠા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી કેશાજી ઠાકોર, અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી અને સ્વરૂપજી ઠાકોર આ વર્ચુઅલ લોકાર્પણમાં સહભાગી થયા હતા. પશુપાલકો માટે ઉચ્ચ વંશાવળી ધરાવતા અને વધુ દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી આ મેક ઇન ઇન્ડિયા સિમેન સેક્સ સોર્ટીંગ મશીનથી બનાસકાંઠા જિલ્લામાં રખડતા…
ટી.બી.મુક્ત ભારતના સંકલ્પમાં ગુજરાતની પ્રતિબદ્ધતામાં વધુ એક કદમ ટી.બી. દર્દીઓ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાઈને ન્યુટ્રીશન કિટ પૂરી પાડવા અંગે થયા એમ.ઓ.યુ. (જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2025 સુધીમાં ટી.બી.મુક્ત ભારતનો સંકલ્પ કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને પાર પાડવા ગુજરાતની પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકાર વધુ એક કદમ આગળ વધી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 6 માર્ચ, ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (LCIF) વચ્ચે ન્યુટ્રીશન કિટ પૂરી પાડવા અંગે એમ.ઓ.યુ. થયા છે. આ એમ.ઓ.યુ. અંતર્ગત લાયન્સ ક્લબ્સ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ટી.બી.ના દર્દીઓ સાથે નિક્ષય…
(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેના માર્ગદર્શન હેઠળ ખનીજ ચોરી કરતા ઇસમો સામે સતત કાર્યવાહી નો દોર ચાલુ રાખતા, કડક તપાસ અને ચેકીંગ ના પરિણામે ભૂમાફિયાઓની ઉંઘ ઊડી ગઈ છે. કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના સતત માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન અત્રેની કચેરીના મહિલા કર્મચારી રોયલ્ટી ઇન્સ્પેકટરશ્રી મેહુલા સભાયા અને માઇન સુપરવાઇઝરશ્રી નવ્યા દ્વારા તા.૦૫/૦૩/૨૦૨૫ ના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર તથા ઓવરલોડ…
(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર/જામનગર, વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં જામનગર જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોની વિગતો આપતાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જી.આઇ.ડી.સી. દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકા પૈકી ૧૪૯ તાલુકામાં અંદાજે ૨૩૯ વસાહતો આવેલી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર જિલ્લાની કુલ પાંચ અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં ૩૬૬૦ પ્લોટ તથા ૬૨૪ શેડની ફાળવણી કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં શેખપાટ ખાતે ૩૬.૭૬ હેકટર વિસ્તાર અને આણંદપર ખાતે ૩૨.૪૫ હેકટર જેટલી સરકારી જમીનોના આગોતરા કબજા મેળવીને નવી ઔદ્યોગિક વસાહત સ્થાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ સિવાય, જામજોધપુર અને લાલપુર તાલુકામાં નવી વસાહત સ્થાપવા બાબતે મંત્રીશ્રીએ કહ્યું કે…
(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર, ગુજરાતના ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં ચોક્કસ ક્ષેત્રોને વધુ મજબૂત-પગભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા ‘વ્યાજ સહાય યોજના’ અમલી છે. આ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં ટેક્સટાઇલ વેલ્યુ ચેઈનમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ ૪૪ કલેઈમની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ પેટે વર્ષ ૨૦૨૩માં રૂ.૭૭.૨૮ લાખ તેમજ વર્ષ ૨૦૨૪માં રૂ. ૧,૨૪૨.૨૫ લાખ એમ બે વર્ષમાં કુલ ૧,૩૧૯.૫૩ લાખની વ્યાજ સહાય ટેક્સટાઇલ ઉદ્યોગોને આપવામાં આવી છે. તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય શ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત વધુ માહિતી આપતાં કહ્યું હતું કે,ગુજરાત ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇનમાં ચોક્કસ…
AMC દ્વારા પીપીપી મોડેલ હેઠળ 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સાથે 3200 વાર જગ્યામાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરાયું (જી.એન.એસ) તા. 6 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ પશ્ચિમ ઝોનના પ્રહ્લાદનગર ખાતે નવનિર્મિત કોમ્યુનિટી અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે 3200 વાર જગ્યામાં આ અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરાયું છે, જેમાં આશરે 2000 સ્થાનિક વનસ્પતિની પ્રજાતિઓ સામેલ છે. આ ઉપરાંત સ્પાઇડર લીલી, મોગરો, જાસૂદ, ગ્રીન-ટી, ફાઉન્ટેન ગ્રાસ, ચીકુ, જાંબુ, જામફળ, કલ્પવૃક્ષ જેવા છોડ પણ રોપવામાં આવ્યા છે તથા પક્ષીઓ માટે સિંગાપુરી ચેરી પણ ઉગાડવામાં આવ્યા છે. આ અર્બન ફોરેસ્ટની વિશેષતા વિશે વાત…
(જી.એન.એસ) તા. 6 મહેસાણા, કડી, મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો, આ બે અલગ-અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસીયા તેલ નો આશરે કુલ ૨૩૦૦ કિ.ગ્રા. અને ૧૬૦૦ કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે ૫.૫ લાખ તથા ૨.૩૦ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવેલ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા નરસિંહપુરા, તા. કડી ખાતે, તા: ૦૪-૦૩-૨૦૨૫ નાં રોજ કરેલ રેડ દરમિયાન ઉત્પાદક પેઢી મે. કેશવી ફુડ પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફુડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીર નુ ઉત્પાદન કરતા હોવાનુ સ્થળ પર જણાઈ આવેલ. ઉપરોક્ત…
મોરબીને નવીન હવાઈપટ્ટી ઉપલબ્ધ કરાવવાની કામગીરી પ્રગતિમાં: નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
(જી.એન.એસ) તા. 6 ગાંધીનગર/મોરબી, મોરબી એ સિરામિક ઉદ્યોગો અને અન્ય ઉત્પાદન ક્ષેત્રો માટેનું મુખ્ય કેન્દ્ર છે. આ હવાઈપટ્ટીના-એરપોર્ટના નિર્માણથી આર્થિક વિકાસને સરળ બનાવવા અને મોરબી ખાતે પ્રાદેશિક હવાઈ જોડાણ વધારવા તથા ભારત સરકારની ઉડાન યોજના સાથે સુસંગત કરીને આ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. ઉદ્યોગ નગરી તરીકે ઓળખાતા મોરબીને અન્ય શહેરો સાથે હવાઈ માર્ગે જોડવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોરબી ખાતે નવીન હવાઈપટ્ટી ઉપલબ્ધ કરવાની કામગીરી પ્રગતિમાં છે. ૨૧મી સદી ભારતની સદી છે ત્યારે આગામી ૧૦-૧૫ વર્ષના આયોજનને ધ્યાને રાખીને મોરબીમાં…
(જી.એન.એસ.) તા.5 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી. કમિટીના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટેના નિવૃત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈ અને સભ્યો નિવૃત વરિષ્ઠ આઈ .એ .એસ શ્રી સી .એલ .મીના, એડવોકેટ શ્રી .આર .સી .કોડેકર તેમજ ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતા બહેન શ્રોફ મુખ્યમંત્રીશ્રી ને મળ્યા હતા. રાજ્ય સરકારે આ કમિટી ની રચના કર્યા બાદ પ્રથમ વાર કમિટીના અધ્યક્ષશ્રી અને સભ્યોએ મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને…
ગુજરાતમાં NFSA હેઠળ 3.72 કરોડ લાભાર્થીઓને મળી રહ્યો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ અંત્યોદય કુટુંબોને વિનામૂલ્યે ખાદ્યાન્ન પૂરું પાડવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2020માં શરૂ કરી હતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (જી.એન.એસ.) તા.5 ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગરીબો અને વંચિતોના વિકાસ માટે અનેક લોક કલ્યાણ યોજનાઓ શરુ કરી છે. આજથી પાંચ વર્ષ પહેલાં વડાપ્રધાનશ્રીએ અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી, જે અનેક લોકો માટે વરદાન સાબિત થઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે આ યોજનાનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા…
